શોધખોળ કરો
Advertisement
કોરોનાનો કહેર વધતા ગુજરાતના આ શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટની સંખ્યા વધીને 298એ પહોંચી
ગઈકાલે રાજ્યમાં 1510 કોરોનાના નવા કેસ નોંધ્યા હતા. જ્યારે વધુ 18 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4049 પર પહોંચ્યો છે.
અમદાવાદઃ શહેરમાં કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે માઈક્રો કંટેઈમેંટ સ્થળમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં વધુ પાંચ સ્થળોને માઈક્રો કંટેઈમેંટ હેઠળ મુકવામાં આવ્યા છે. અમદાવાદમાં માઈક્રો કંટેઈમેંટ સ્થળની સંખ્યા 298 પર પહોંચી છે.
સ્ટેડિયમ વોર્ડમાં આવેલ પુરૂષાર્થીનગરના 205 રહીશોને માઈક્રો કંટેઈમેંટ હેઠળ મુકવામાં આવ્યા છે. અમદાવાદમાં શ્રમિક વસ્તીમાં કેસ વધતા પ્રશાસન પણ ચિંતામાં છે. નવા માઈક્રો કંટેઈમેંટ વિસ્તારની વાત કરીએ તો મણીનગરના કાંજલ એપાર્ટમેંટમાં 50 રહીશોને માઈક્રો કંટેઈમેંટ હેઠળ મુકવામાં આવ્યા છે.
જ્યારે નારણપુરાની દેવછાયાના 85 રહિશો, ચાંદલોડિયાની અક્ષર પ્રથમ સોસાયટીના 120 અને થલતેજલના સ્થાપત્ય એપાર્ટમેંટના 80 રહિશોને માઈક્રો કંટેઈમેંટ હેઠળ મુકવામાં આવ્યા.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 1510 કોરોનાના નવા કેસ નોંધ્યા હતા. જ્યારે વધુ 18 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4049 પર પહોંચ્યો છે. રાજ્યમાં ગઈકાલે કુલ 1627 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2,15,819 પર પહોંચી છે.
રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 91.28 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,96,992 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 14,778 એક્ટિવ કેસ છે અને 96 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,817 લોકો સ્ટેબલ છે.
ગઈકાલે રાજ્યમાં 69,324 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 81,02,712 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,38,547 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,38,392 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 155 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
આરોગ્ય
Advertisement