(Source: ECI/ABP News/ABP Majha)
AMCની રેવન્યુ કમિટીએ લીધો મહત્વનો નિર્ણય, મિલકતોની ટ્રાન્સફર ફીમાં ફેરફાર
16 ડિસેમ્બર શુક્રવારે AMCની રેવન્યુ કમિટીની એક બેઠક મળી હતી. જેમાં રહેણાંક અને કોમર્શિયલ મિલકની ટ્રાન્સફરના દરમાં ફરેફાર કરવામાં આવ્યો છે.
અમદાવાદ: 6 ડિસેમ્બર શુક્રવારે AMCની રેવન્યુ કમિટીની એક બેઠક મળી હતી. જેમાં રહેણાંક અને કોમર્શિયલ મિલકની ટ્રાન્સફરના દરમાં ફરેફાર કરવામાં આવ્યો છે.16 ડિસેમ્બર શુક્રવારે AMCની રેવન્યુ કમિટીની એક બેઠક મળી હતી. જેમાં રહેણાંક અને કોમર્શિયલ મિલકની ટ્રાન્સફરના દરમાં ફરેફાર કરવામાં આવ્યો છે. સુપર રિચ કેટેગરીમાં આવતી બન્ને કારની મિલકતોની ટ્રાન્સફર ફીના દરમાં ફેરફાર કરાયો છે.
AMC ની રેવન્યુ કમિટી દ્રારા દસ વર્ષ બાદ પ્રોપર્ટી ટેક્સના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 16 જાન્યુઆરી 2023 થી બદલાયેલા દરો અમલી થશે. બદલાયેલા દર પર એક નજર કરીએ...
- 25 લાખ સુધીના સ્લેબમાં 1000 રૂ ટ્રાન્સફર ફી જાહેર
- 25 થી 50 સુધીની પ્રોપર્ટી માં 2000 રૂ ફી જાહેર
- 50 લાખ થી દોઢ કરોડની મિલકત પર 0.10% ચાર્જ ફી લાગુ પડશે
- દોઢ કરોડથી ઉપરની મિલકત પર 0.40% ફી લેવામાં આવશે
16 જાન્યુઆરી 2023 થી બદલાયેલા દરો અમલી થશે. ટ્રાન્સફર ફીને કારણે AMC ને વાર્ષિક 15 કરોડની આવકનું અનુમાન સેવાઇ રહ્યું છે. અગાઉ રહેણાંક મિલ્કત માટે ટ્રાન્સફર ફીના દર દસ્તાવેજની કિંમતના 0.025 % હતા,
કોમર્શિયલ મિલકત
- 25 લાખ સુધી 2000
- 25 લાખ થી 50 લાખ 4000
- 50 લાખથી 1.50cr 0.2%(દસ્તાવેજ)
- 1.50cr થી વધુ 0.4%(દસ્તાવેજ કિંમત)
રહેણાંક
- 2500000 1000
- 25 લાખ થી 50 લાખ 2000
- 50 લાખ થી 1 કરોડ 0.1 % (દસ્તાવેજ કિંમત)
- 1.50 કરોડથી વધુ 0.2% (દસ્તાવેજ કિંમત)
Panchmahal: પાવાગઢ પાસે અકસ્માતમાં જાણીતા મહંતનું નિધન, ભક્તોમાં શોકની લાગણી છવાઈ
Panchmahal: પાવાગઢ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગોધરાનાં મહંતનું નિધન થયું છે. ધાર્મિક કાર્યક્રમનું આમંત્રણ આપવા પાવાગઢ પહોંચેલા ગોધરાના શિવ લક્ષ્મીનારાયણ મંદિરના મહંતનું મોત નિધન થયું છે. પાવાગઢ રોડ પાસે પુર ઝડપે પસાર થઈ રહેલ કાર ચાલકે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાતા હતો જેમાં મહંત ધનુષધારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ગોધરાના બાવાની મઢીના મંદિરના 71 વર્ષીય મહંત ધનુષધારીજીના મૃત્યુથી અનુયાયીઓમાં શોકની લાગણી છવાઇ છે. મહંતના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.
દેવાયત ખવડ આજે દસ દિવસ બાદ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા છે. નજીવી બાબતે દેવાયત ખવડે મયુર રાણા પર કર્યો હતો હુમલો દેવાયત ખવડ આજે દસ દિવસ બાદ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા છે. નજીવી બાબતે દેવાયત ખવડે મયુર રાણા પર હુમલો કર્યો હતો. કારમાંથી ઉતરીને લાકડીઓ પડે દેવાયત ખવડે સહિતના અન્ય ત્રણ શખ્સોને મયુર રાણાને રસ્તા પર ઢોર માર માર્યો હતો. આ ઘટનાના વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. ઘટના બાદ ક્ષત્રિય સમાજ સતત દેવાયત ખવડની ઘરપકડ માટે રજૂઆત કરી હતી. આ મામલે ક્ષત્રિય સમાજે દેખાવો પણ કર્યાં હતા. હુમલાની ઘટના બાદ દેવાયત ખવડ દસ દિવસથી ફરાર હતા આજે આખરે તેઓ ડીએસપી સમક્ષ હાજર થયા છે.
82 વર્ષ અગાઉ તમારા ઘરે માતા મૂકી છે કહી ભુવાએ કર્યું આવું
બનાસકાંઠા જિલ્લામાં અંધશ્રદ્ધાનું ભૂત ફરી ધૂણ્યું છે. ધાનેરાના ગોલા ગામે અંધશ્રદ્ધામાં પરિવારના લાખો રૂપિયા લૂંટાયા છે. 5 ભૂવાઓએ પરિવારને દુઃખ દૂર કરવા માટે ભોળવી લેતા પરિવારના બે ભાઈઓએ ભૂવાઓને 35 લાખ રોકડા અને 1.70 લાખની ચાંદીની પાટો આપી વીડિયો પણ ઉતાર્યો હતો. 82 વર્ષ અગાઉ તમારા ઘરે માતા મૂકી છે ચેહર માતાની બાધા રાખવી પડશે તેમ કહી વાતોમાં આવી ગયેલા પરિવારને થોડા સમય માટે સારું થઈ જતા પરિવાર ભોળવાયો હતો. દુઃખથી બચવા ભૂવાઓએ પરિવારને એક રૂપિયાથી એક કરોડનું ખર્ચ થશે તેમ કહી ગેરમાર્ગે દોર્યો હતો. જે બાદ પરિવારના બે ભાઈઓએ 35 લાખ રૂપિયા ઉછીના લાવી ભૂવાઓને આપ્યા હતા. પરિવાર છેતરાયો હોવાની જાણ થતાં પીડિત ભાઈઓએ ધાનેરા પોલીસ મથકે વિધિનો વીડિયો આપી થરાદ અને ધાનેરાના 5 ભૂવાઓ વિરુદ્ધ અરજી કરી હતી. ધાનેરા પોલીસે ફરિયાદ અરજી લઈ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.