શોધખોળ કરો
અમૂલનું દૂધ થશે મોંઘું, જાણો કેટલો ભાવ વધારો કરવામાં આવ્યો
અમૂલે ગોલ્ડ, શક્તિ અને ટી સ્પેશ્યલના ભાવમાં 2 રૂપિયાનો વધારવાનો નિર્ણય કર્યો છે.
આણંદઃ અમૂલે દૂધના ભાવમાં વધારો ઝીંક્યો છે. અમૂલે દૂધમાં લીટરે 2 રૂપિયાનો ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે. આ નવો ભાવવધારો મંગળવારે સવારથી અમલમાં આવી જશે. આ નિર્ણયથી સામાન્ય લોકોને અસર થશે.
અમૂલે ગોલ્ડ, શક્તિ અને ટી સ્પેશ્યલના ભાવમાં 2 રૂપિયાનો વધારવાનો નિર્ણય કર્યો છે. આમ હવે ગોલ્ડની 500 મિલીલીટર થેલીના 26ના બદલે 27 રુપિયા આપવા પડશે. અમૂલના મતે સવા વર્ષ બાદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. બે રૂપિયા વધારાના લેવાશે તેનો 80% ભાગ પશુપાલકો ને વહેચવામાં આવશે.
અમલૂના ચેરમેન રામસિંહ પરમારે કહ્યું કે, દાણ અને ઘાસચારો મોંઘો થતા ભાવ વધારો કરવાની ફરજ પડી. અમૂલે દૂધના ખરીદ ભાવમાં પણ વધારો કર્યો છે. જેમાં ભેંસના દૂધમાં પ્રતિ કિલો ફેટે 10 રુપિયાનો વધારો કર્યો છે. જ્યારે ગાયના દૂધમાં પ્રતિ કિલો ફેટે 4.60 રુપિયાનો વધારો કર્યો છે.
Exit Pollમાં મોદીને બહુમત પણ ચર્ચામાં છે ઓસ્ટ્રેલિયાના પોલ્સ, જાણો કેમ વર્લ્ડકપ 2019: રિકી પોન્ટિંગે ઈંગ્લેન્ડને જીતનું દાવેદાર ગણાવ્યું, ભારતને લઇ કહી આ મોટી વાત, જાણો વિગતRS Sodhi, Managing Director of GCMMF ltd (AMUL): AMUL increases price of milk by Rs 2. The prices will come into effect from tomorrow. pic.twitter.com/SFdZjWqL1W
— ANI (@ANI) May 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement