(Source: ECI/ABP News/ABP Majha)
ANAND : સોજીત્રાના ડાલી ગામે અકસ્માત મામલે કોંગ્રેસ ધારાસભ્ય પૂનમ પરમારના જમાઈની અટકાયત
Anand News : સોજીત્રાના ડાલી ગામે ગત 11 ઓગષ્ટે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 લોકોના મોત થયા હતા.
Anand : આણંદના સોજીત્રામાં ગત 11 ઓગષ્ટે સર્જાયેલા ટ્રિપલ અકસ્માત મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સોજીત્રાના ડાલી ગામે અકસ્માત મામલે કોંગ્રેસ ધારાસભ્ય પૂનમ પરમારના જમાઈ કેતન પઢીયારની અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સોજીત્રાના ડાલી ગામે ગત 12 ઓગષ્ટે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં કોંગ્રેસ ધારાસભ્ય પૂનમ પરમારનો જમાઈ કેતન પઢીયાર નશામાં ધૂત થઈને કાર ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. ધારાસભ્ય પૂનમ પરમારના જમાઈ કેતન પઢીયાર સામે માનવવધ સહીતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા
આણંદ જિલ્લાના સોજીત્રામાં અકસ્માતની મોટી ઘટના બની હતી. આ ત્રિપલ અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. સોજીત્રાના ડાલી ગામ પાસે કિયા કાર, બાઈક અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. મૃતકોમાં 3 સભ્યો એક જ પરિવારના હતા. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સોજીત્રા ખસેડવામાં આવ્યા હતા. આ સાથે આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
6 મૃતકોના નામ
યાસીનભાઈ મોહમદભાઈ વ્હોરા - સોજીત્રાના રહેવાસી
જાનવીબેન વિપુલભાઈ મિસ્ત્રી - સોજીત્રાના રહેવાસી
વીણાબેન વિપુલભાઈ મિસ્ત્રી - સોજીત્રાના રહેવાસી
જીયાબેન વિપુલભાઈ મિસ્ત્રી - સોજીત્રાના રહેવાસી
યોગેશભાઈ રાજુભાઈ ઓડ - બોરીયાવી
સંદીપ ઠાકોરભાઈ ઓડ- બોરીયાવી
નવસારી નેશનલ હાઇવે પર ટેમ્પો ટ્રાવેલમાં અચાનક લાગી આગ
નવસારી નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા વેસ્મા ગામ નજીક આગની ઘટના ઘટી છે. આગની આ ઘટના નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહેલા ટેમ્પો ટ્રાવેલમાં બની હતી. આગ લાગ્યા સમયે આ ટેમ્પોમાં મુસાફરો પણ બેઠેલા હતા. જો કે સમયસૂચકતા વાપરી મુસાફરો ટેમ્પોમાંથી ઉતારી જતા તમે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
ઘટનાની જાણ નવસારી નગરપાલિકાના ફાયર વિભાગના જવાનોને થતા ફાયર વિભાગની ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં હતા.
મળતી માહિતી મુજબ આ ટેમ્પો સુરતથી મુંબઈ જઈ રહ્યો હતો. આગની આ ઘટના અંગે નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આગની આ ઘટનાને કારણે નવસારી પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો.