અમૂલના એમડી આરએસ સોઢીને નડ્યો અકસ્માત, કારનુ ટાયર ફાટતા ઇજા, હૉસ્પીટલ ખસેડાયા
ભારતની અગ્રમી ડેરી સહકારી GCMMFના એમડી આરએસ સોઢી બુધવારે રાત્રે ગુજરાતના આણંદ શહેરની પાસે એક રૉડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થઇ ગયા હતા.
આણંદઃ ભારતની અગ્રમી ડેરી સહકારી GCMMFના એમડી આરએસ સોઢી બુધવારે રાત્રે ગુજરાતના આણંદ શહેરની પાસે એક રૉડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. પોલીસે કહ્યું કે, તેને સામાન્ય ઇજા પહોંચી છે, અને હાલ હૉસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે. આ દૂર્ઘટના ગુજરાતના (Gujarat) આણંદમાં બાકરોલ રોડ નજીક ઘટી હતી.
મળતી માહિતી પ્રમાણે, અમૂલના એમડી આરએસ સોઢી કાર લઇને જઇ રહ્યાં હતા. એ દરમિયાન આણંદના બાકરોલ રોડ પર તેઓની કારનું ટાયર ફાટ્યું હતું. જેના કારમે તેમને ઈજાગ્રસ્ત થઇ પહોંચી હતા, બાદમાં તેમને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં આરએસ સોઢીની સાથે સાથે તેમના ડ્રાઇવેર અને અન્ય એક એક્ટિવા ચાલક પણ ઈજાગ્રસ્ત થયો હતો.
બાદમાં અમૂલના MDની કારને અકસ્માત નડ્યો હોવાની જાણ થતા જ કંપનીના સિનિયર અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ પણ વાંચો.....
Horoscope Today 23 June 2022: આ બંને રાશિએ આજે આ કામ ન કરવું થશે નુકસાન, જાણો આજનું રાશિફળ
Weight Loss With Sleep: સારી ઊંઘ વિના વજન નહીં ઘટે, જાણો ઊંઘ અને વજન વચ્ચે શું છે કનેક્શન