શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આણંદના આ શહેરમાં સરકારી નિયમોના ધજાગરા ઉડાડીને 600 લોકોના ટોળાએ કાઢ્યું મોહર્રમનું ઝુલુસ, મુસ્લિમ અગ્રણીઓએ શું કહ્યું ?
ગુજરાતમાં કોરોનાના રોગચાળામાં સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાં આણંદ જિલ્લાના ખંભાતનો પણ સમાવેશ થાય છે. ખંભાતમાં કોરોનાના કેસોની સંખ્યા 100ને પાર થઈ ગઈ હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગની જરૂર છે
આણંદઃ ગુજરાતમાં કોરોનાના રોગચાળામાં સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાં આણંદ જિલ્લાના ખંભાતનો પણ સમાવેશ થાય છે. ખંભાતમાં કોરોનાના કેસોની સંખ્યા 100ને પાર થઈ ગઈ હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગની જરૂર છે ત્યારે સરકારની ગાઈડલાઇનની ધરાર અવગણના કરી ખંભાતમા મોહર્રમ નિમિત્તે ઝુલુસ કાઢીને કાયદાના ધગાજરા ઉડાડી દીધા છે. આણંદ દિલ્લામાં કોરોનાથી સૌથી અસરગ્રસ્ત ખંભાત છે છતાં ઝુલુસ કાઢવામાં આવતાં પોલીસે મોડે મોડે જાગીને 23 લોકોના નામજોગ અને ટોળા સામે ગુનો નોંધ્યો છે.
આણંદ જિલ્લા પોલીસવડા અજીત રાજીયને પત્રકારોને જણાવ્યું હતું કે ખંભાત શહેરમાં 600 લોકો ઝરીનું ઝુલુસ કાઢીને નીકળ્યા છે.તેની જણ થતાં પોલીસે ઝુલુસ અટકાવીને ઝુલુસ કાઢનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. કોરોનાની મહામારીમાં ખંભાત જિલ્લામાં ખંભાત શહેર પોઝિટીવ કેસોમાં સૌથી અગ્રેસર છે. ત્યારે ઝુલુસ કાઢીને સંક્રમણ વધુ ફેલાય તેવા પ્રયાસો કરવામાં આવતાં સ્થાનિક પ્રજામાં ભારે રોષ જોવા છે. સંક્રમણ ફેલાવવાનો પ્રયાસ કરનાર તત્વો સામે સખત કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
આ ઝુલુસનો વીડિયો પણ વાયરલ થયો છે. આ અંગે ખંભાતના મુસ્લિમ અગ્રણીઓનો દાવો છે કે, કોરોનાની મહામારીને લઈને સરકારે બહાર પાડેલા ગાઈડ-લાઈનનું પાલન કરીને તાજિયાના ઝુલુસ બંધ રાખ્યા હતાં પણ મોહર્રમ પર્વને કારણે ઘેર ઘેર ઝરી મૂકવામાં આવે છે. આ ઝરી લઈને કેટલાક યુવકો પાંચ હાટડી વિસ્તારમાં નીકળ્યાં હતાં. તેના કારણે ટોળા એકત્ર થયાની જાણ થતાં મુસ્લિમ આગેવાનોએઆ વિસ્તારમાં પહોચી જઈને ઝુલુસ બંધ કરાવી ટોળુ વિખેરી નાંખ્યું હતું. અમારો સંક્રમણ ફેલાય એવો કોઈ ઈરાદો ન હતો અને માનવ સ્થાવસ્થય જળાવઈ રહે તે માટે અમે સતત પ્રયત્નશીલ રહી છે.
બીજી તરફ બજરંગ દળના નેતા જયંતિભાઈ મહેતાએ ઝુલસના વિડિયો વાઈરલ થતાં જણાવ્યુ હતુ કે, કોરોનાની મહામારીને લઈને સરકારે સંક્રમણ ન ફેલાય તે માટે ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ છે. આમ છતાં ખંભાત શહેરમાં કેટલાક તત્વોએ લોકોના જીવ સાથે સાથે ચેડાં થાય તે રીતે ઝુલુસ કાઢી સામાજીક અંતર સહિતના નિયમોનું સરેઆમ ઉલ્લઘંન કર્યું છે. ત્યારે ભારતીય બંધારણના નિયમોનું પાલન ન કરતાં તત્વોનું સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
આઈપીએલ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion