આ હોસ્પિટલમાં દર્દીને ગણવામાં આવે છે મહેમાન, જાણો ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલી છે
દર્દી લક્ષી અભિગમ કે જેમાં દર્દીને એક ‘મહેમાન’ તરીકે ગણવામાં આવશે તે વ્યક્તિગતોને શક્ય એટલું વધુ રીતે સામાન્ય જિંદગી જીવવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે.
નડીયાદઃ એશિયાના સૌથી મોટી ડાયાલિસીસ નેટવર્ક અને ભારતમાં ડાયાલિસીસ સંભાળને પુનઃવ્યાખ્યાયિત કરનાર નેફ્રોપ્લસ દ્વારા પ્રતિષ્ઠિત હેલ્થકેર પૂરી પાડનાર રેણુસ હોસ્પિટલ સાથે ભાગીદારી કરીને પોતાનુ ડાયાલિસીસ કેન્દ્ર શરૂ કર્યુ હોવાની ઘોષણા કરવામા આવી છે. દેશમાં અસંખ્ય સ્થળોએ પોતાની કામગીરી વિસ્તારવાની કંપનીની વ્યૂહાત્મક યોજના સાથે, નેફ્રોપ્લસ હવે ગુજરાતમાં નડીયાદ ખાતે કાર્યરત થશે. ભાગીદારી પરના ફોકસનો હેતુ ગુજરાતમા કીડનીના દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાવાળી ડાયાલિસીસ સેવાઓ પૂરી પાડવાનો છે.
નેફ્રોપ્લસ અને રેણુસ હોસ્પિટલ વચ્ચેનો સહયોગ હેમોડાયાલિસીસ, ડાયાલિસીસ ઓન કોલ, ક્રિટીકલ કેર ડાયાલિસીસની દ્રષ્ટિએ ઉચ્ચ ગુણવત્તાવાળી સારવાર એટલે કે પ્લાઝ્માફેરેસિસ પૂરી પાડશે. હાલમાં આ બ્રાન્ડ 100% ક્ષમતાએ કામ કરે છે અને મહિને 200થી વધુ દર્દીઓની હાજરી અનુભવે છે. આ કેન્દ્ર ટૂંક સમયમાં દર્દીઓને ‘મા યોજના’ (આયુષ્યમાન ભારત) સ્કીમ હેઠળ દર્દીઓને દાખલ કરશે જેમાં ડાયાલિસીસના દર્દીઓને વિના મૂલ્ય ડાયાલિસીસ, મુસાફરી ખર્ચ, ડાયાલિઝર ટ્યૂબીંગ, ડાયાલિસીસ કીટ, ઇન્જેક્શન્સ (એરિથ્રોપોઇટીન અને આયર્ન બીપી ટેબ્લેટ્સ જરૂર હશે તો) અને નેફ્રોકન્સલ્ટેશન પૂરું પડાશે.
દર્દી લક્ષી અભિગમ કે જેમાં દર્દીને એક ‘મહેમાન’ તરીકે ગણવામાં આવશે તે વ્યક્તિગતોને શક્ય એટલું વધુ રીતે સામાન્ય જિંદગી જીવવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. આ ભાગીદારી લોકોને નિયમિત ધોરણે ગ્રુપ બેઠકો અને ડાયાલિસીસ ધરાવતા લોકો માટેની ઘટનાઓ હાથ ધરીને સામાન્ય જેવી જિંદગી જીવવામાં સહાય કરશે. આ કાર્યક્રમ દર્દીઓને તેમના અનુભવો શેર કરવાની, તેમના પ્રતિબંધો પર કાબૂ મેળવવાં અને જીવનમાં તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડશે.
આ લોન્ચ પર ટિપ્પણી કરતા નેફ્રોપ્લસના સ્થાપક અને સીઇઓ વિક્રમ વુપ્પાલાએ જણાવ્યું હતુ કે, “રેણુસ હોસ્પિટલ ગુજરાતમાં અનેક અગ્રણી આરોગ્ય સંભાળ પૂરી પાડતી હોસ્પિટલોમાંની એક છે અને તેમની સાથે હાથ મિલાવતા અમે અત્યંત ખુશ છીએ. આ બ્રાન્ડ જ્યારે ડાયાલિસીસ સંભાળની દ્રષ્ટિએ પ્રદેશમાં મજબૂત હાજરી ધરાવે છે, અને આ ભાગીદારી દેશની ડાયાલિસીસ ઇકોસિસ્ટમમાં અનેક પ્રથમ વારના સંશોધન દર્દીઓને ઓફર કરશે. નેફ્રોપ્લસમાં વિશ્વાસ મુકવા બદલ અમે રેણુસ હોસ્પિટલના આભારી છીએ અને દેશભરમાં ડાયાલિસીસને પુનઃવ્યાખ્યાયિત કરવામાં અમારી દ્રઢ પ્રતિબદ્ધતા દર્શાવતા આનંદ અનુભવીએ છીએ”.
આ ભાગીદારી પર ટિપ્પણી કરતા રેણુસ હોસ્પિટલના સિનીયર નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝીશિયન ડૉ. જીગર શ્રીમાળીએ જણાવ્યું હતુ કે, “અમારી સમગ્ર ટીમ નેફ્રોપ્લસ સાથે ભાગીદારી કરતા ખુશ છે, જે એશિયાની સૌથી મોટી ડાયાલિસીસ પ્રદાતા છે અને આ ભાગીદારી અમને ગુજરાતમાં અમારી પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે. આ ભાગીદારી અમારી વૃદ્ધિની સફર નિર્ણાયક ક્ષણે આવી છે કારણ કે અમે મા યોજના (આયુષ્માન ભારત) યોજના તરફ અમારી ઑફરનો વિસ્તાર કરવાની યોજના બનાવી રહ્યા છીએ, નેફ્રોપ્લસની વિશ્વ કક્ષાની ડાયાલિસિસ સેવા પૂરી પાડવાની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખતા, પ્રદેશમાં મોટા ડાયાલિસિસ દર્દીઓના જૂથને સેવા પૂરી પાડી શકીશું તેનો અમન ભારે વિશ્વાસ છે. નેફ્રોપ્લસએ અમારી સાથે હાથ મિલાવવાનું નક્કી કર્યું છે અને અમે તેમની ટીમ સાથે મળીને કામ કરવાનું અને ડાયાલિસિસ સારવારના ઉચ્ચતમ ધોરણોની જળવાય તે માટે ક્લિનિકલ પ્રોગ્રામની દેખરેખ રાખવાની ખાતરી આપીએ છીએ."
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )