Anand News: આણંદમાં હિટ એન્ડ રનની ઘટનામાં 23 વર્ષીય યુવતીનું મોત
Anand News: આણંદમાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવતીનું મોત થયું છે. આણંદ રેલ્વે સ્ટેશન સામે કારએ યુવતીને કચડી નાખી હતી. પુરપાટ ઝડપે જતી કારએ 23 વર્ષીય યુવતીનો ભોગ લેતા ચકચાર મચી જવા પામી છે.
Anand News: આણંદમાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવતીનું મોત થયું છે. આણંદ રેલ્વે સ્ટેશન સામે કારએ યુવતીને કચડી નાખી હતી. પુરપાટ ઝડપે જતી કારએ 23 વર્ષીય યુવતીનો ભોગ લેતા ચકચાર મચી જવા પામી છે. યુવતીને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોતને ભેટી હતી. ઘટનાની જાણ થતા આણંદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે. હાલમાં યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
બારડોલીમાં કાર અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત
સુરતના બારડોલીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બારડોલી તાલુકાના બમરોલી ગામની સીમમાં અકસ્માતની ઘટના બની છે. ડમ્પર ચાલકે સ્વીફ્ટ કારને અડફેટે લેતા 6 લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા છે. તરસાડી ગામે લગ્ન પતાવી પરિવાર પરત માંડવી જઈ રહ્યો હતો. 3 મહિલા 1 બાળકી 1 પુરુષ અને 1 બાળક મળી કુલ 6 લોકોના મોત થયા છે. બારડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે.
ભાણવડ ખાતે પુલ પરથી છકડો રિક્ષા નીચે ખાબકતા 3ના મોત, 8 લોકો ઈજાગ્રસ્ત
ભાણવડના રોજીવાળા પાસે પુલ પરથી છકડો રિક્ષા નીચે ખાબકતા અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી પ્રમાણે આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે જ્યારે આઠ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલ લોકોને ખંભાળીયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા ઇન્ચાર્જ એસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે.
મૃતક
- ગીતાબેન ભરતભાઈ નનેરા
- હુશેનભાઈ શાહમામદભાઈ
- મુક્તાબેન ધનજી ભાઈ નનેરા
23 વર્ષના યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી
ડીસાના ધુળિયાકોટ વિસ્તારમાં આત્મહત્યાની ઘટના સામે આવી છે. 23 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું અનુમાન છે. સાગર ઠાકોર નામના યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. હાલમાં ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ સામે આવશે કે યુવકે શા માટે આત્મહત્યા કરી. યુવકના મોતના પગલે પરિવારમાં માતમ છવાયો છે.
ખેડા ખાતે કેનાલમાંથી બે અજાણ્યા બાળકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ
ખેડા: ગળતેશ્વર મુખ્ય મહી કેનાલમાંથી બે બાળકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. સ્થાનિકો દ્વારા બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ગામના ખેડૂતોએ મૃતદેહો તરતા જોતાં પોલીસને જાણ કરી હતી. સેવાલિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસ દ્વારા બાળકોની ઓળખ કરી વાલી વારસોની શોધ કરવા સહિતની તપાસ હાથ ધરાઈ છે.