શોધખોળ કરો

Atiq-Ahsraf SHot Dead: અતીક –અશરફના હત્યારાને કોર્ટમાં કરાયા રજૂ, 7 દિવસના રિમાન્ડની માંગણી

પોલીસે અતીક-અશરફની હત્યાના ત્રણેય આરોપીઓના રિમાન્ડની માંગણી કરી છે. કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

Atiq-Ahsraf SHot Dead: પોલીસે અતીક-અશરફની હત્યાના ત્રણેય આરોપીઓના રિમાન્ડની માંગણી કરી છે. કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

અતીક અને અશરફની હત્યાના આરોપી ત્રણ શૂટરોના પોલીસ કસ્ટડી રિમાન્ડ પર પ્રયાગરાજની સીજેએમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ કોર્ટમાં કેસ સાથે જોડાયેલા વકીલો સિવાય અન્ય કેસના વકીલોને પણ એન્ટ્રી આપવામાં આવી રહી નથી. પોલીસે ત્રણેય આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માંગણી કોર્ટમાં કરી છે. CJMએ ચુકાદો અનામત રાખ્યો છે. ચુકાદો ટાઈપ થયા બાદ ચુકાદો સંભળાવવામાં આવશે. ત્રણેય આરોપી લવલેશ, અરુણ અને સનીને કોર્ટમાંથી બહાર કાઢીને રિઝર્વ પોલીસ લાઇનમાં લાવવામાં આવ્યા હતા.

અતીકના હત્યારાઓને ઝડપી લેવા કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. CJM કોર્ટને છાવણીમાં ફેરવતા કોર્ટ પરિસરમાં ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. યુપી પોલીસ પ્રથમ બે સ્તરોમાં છે અને તેની અંદર આરએએફ તૈનાત કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય આરોપીઓ પર હુમલાની માહિતી ઈન્ટેલિજન્સ પાસે છે. કોર્ટમાં આરોપીઓ પર હુમલો થઈ શકે છે.અતીક અને અશરફની સુરક્ષામાં ક્ષતિ બાદ પોલીસ કોઈ પણ પ્રકારની ઢીલ રાખવા માંગતી નથી. હાલમાં મીડિયાને પણ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.

કેમેરા સામે અતીક-અશરફની હત્યા કરવામાં આવી હતી

ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની 15 એપ્રિલની રાત્રે પ્રયાગરાજમાં કોલવિન હોસ્પિટલની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બંને ભાઈઓ ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસ કસ્ટડીમાં હતા અને તેમને ચેકઅપ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યારે અતીક અને અશરફ હોસ્પિટલની બહાર મીડિયા સાથે અનૌપચારિક વાતચીત કરી રહ્યા હતા ત્યારે પત્રકારોના વેશમાં આવેલા હુમલાખોરોએ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં લાઈવ રેકોર્ડ થઈ ગઈ હતી.

પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ હુમલાખોરોની ધરપકડ કરી હતી. તેમની ઓળખ લવલેશ તિવારી, અરુણ મૌર્ય અને સની તરીકે થઈ હતી.

મહેસાણા-અમદાવાદ હાઇવે પર લક્ઝરી બસ પલટી, બે મુસાફરોના મોત

મહેસાણાઃ  મહેસાણા-અમદાવાદ હાઈવે પર રાજપુર પાટીયા પાસે પેસેન્જર ભરેલ લક્ઝરી બસ પલટી ખાઇ હતી. પૂરપાટ ઝડપે આવી રહેલ લક્ઝરી બસ પલટતા બે મુસાફરોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે ૨૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. લક્ઝરી બસ સુરતથી જોધપુર જઈ રહી હતી ત્યારે વહેલી સવારે સવા ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. રોડ પર અક્સ્માત થતાં સ્થાનિક લોકો ઘાયલોની મદદે આવ્યાં હતા. ચાર ક્રેઇનની મદદથી લક્ઝરી બસને ઉચકી ઘાયલોને બહાર નીકળવામાં આવ્યા હતા. સાથે જ ટ્રાફિક પણ દૂર કરવામાં આવ્યો હતો.

Gir somnath: તાલાલા ગીર ખાતે કેસર કેરીની હરાજી, પ્રથમ દિવસે 7 હજાર કેરીના બોક્સની આવક થઈ

ગીર સોમનાથ:  કેસર કેરીના ગઢ ગણાતા તાલાલા ગીર ખાતે આજથી કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયો છે.  ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠીયાએ કેસર કેરીની હરાજીના પ્રારંભે ગાયોના ફાળા માટે 21 હજાર રૂપિયામાં કેસર કેરીનું બોક્સ ખરીદ્યું હતું. વાતાવરણની વિષમતા વચ્ચે પણ આ વર્ષે કેરીનું સારા પ્રમાણમાં ઉત્પાદન થયું છે.  આજે પ્રથમ દિવસે મેંગો માર્કેટમાં 7 હજાર કેરીના બોક્સની આવક થઈ હતી. જે ગત વર્ષની સરખામણીએ બમણાં છે. 

કેરીનું પ્રથમ બોક્સ 21 હજાર રૂપિયામાં વેચાયું હતું.  આ રકમ પરંપરાગત ગૌશાળામાં આપવામાં આવી હતી.  ત્યારબાદ કેરીના બોક્સ દીઠ ખેડૂતને વધુમાં વધુ 1200 તો ઓછામાં ઓછા 400 રૂપિયા મળ્યા હતાં.  આ વખતે 15 જૂન સુધી કેરીની સિઝન ચાલે તેવી શક્યતા છે.  આજે હરાજીના પ્રથમ દિવસે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો.  ખેડૂતોનો દાવો છે કે કેરીના બોક્સના 400થી 600 રૂપિયા ખેડૂતોને મળે છે જે પરવડે તેમ નથી.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget