Bharat Jodo Yatra: ભારત જોડો યાત્રાનો પંજાબમાં પ્રવેશ, સ્વર્ણ મંદિરમાં દર્શન કરશે રાહુલ ગાંધી
Congress: સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા બાદ રાહુલ ગાંધી સાંજે 4 વાગે અંબાલા પરત ફરશે. ત્યારબાદ 11 જાન્યુઆરીની સવારે તેમની ભારત જોડો યાત્રા દિલ્હી-અમૃતસર NH-1 પર શંભુ બોર્ડરથી પંજાબમાં પ્રવેશ કરશે.
Congress: સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા બાદ રાહુલ ગાંધી સાંજે 4 વાગે અંબાલા પરત ફરશે. ત્યારબાદ 11 જાન્યુઆરીની સવારે તેમની ભારત જોડો યાત્રા દિલ્હી-અમૃતસર NH-1 પર શંભુ બોર્ડરથી પંજાબમાં પ્રવેશ કરશે.
Rahul Gandhi Bharat Jodo Yatra In Punjab: રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. હરિયાણા બાદ રાહુલ ગાંધી પોતાની યાત્રા લઈને પંજાબમાં જશે. ત્યાં સૌ પ્રથમ તેઓ સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા બાદ પદયાત્રાનો પ્રારંભ કરશે. તેઓ આજે હરિયાણાના અંબાલામાં તેઓની યાત્રા પૂર્ણ કરશે. આ પછી રાહુલ સવારે 11.15 વાગ્યે વિશેષ વિમાન દ્વારા અમૃતસર જશે. ત્યાં તેઓ 12 વાગ્યા પછી સુવર્ણ મંદિરમાં દર્શન કરશે.
સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા બાદ રાહુલ સાંજે 4 વાગ્યા સુધીમાં અંબાલા પરત ફરશે. ત્યારબાદ 11 જાન્યુઆરીની સવારે તેમની ભારત જોડો યાત્રા દિલ્હી-અમૃતસર NH-1 પર શંભુ બોર્ડરથી પંજાબમાં પ્રવેશ કરશે. રાહુલ પ્રથમ રાત સરહિંદમાં રોકાણ કરશે. કદાચ રાહુલની યાત્રામાં અમૃતસરનો કોઈ રૂટ ન હોવાથી આવું કરવું પડ્યું છે.
પઠાણકોટ બાજુથી યાત્રા જમ્મુમાં પ્રવેશ કરશે:
કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક નેતાઓ સાથે રાહુલ ગાંધીની યાત્રા જમ્મુ-કાશ્મીરમાં જલંધરથી આદમપુર થઈ પઠાણકોટ થઈને પ્રવેશ કરશે. તમને જણાવી દઈએ કે, પંજાબમાં કોઈપણ રાજકીય યાત્રા સુવર્ણ મંદિરની મુલાકાત લીધા વિના પૂર્ણ થતી નથી, તેથી રાહુલ ગાંધીએ પણ પંજાબમાં તેમની યાત્રા શરૂ કરતા પહેલા સુવર્ણ મંદિરની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે.
આ યાત્રા રવિવારે કરનાલથી કુરુક્ષેત્ર પહોંચી હતી:
આ પહેલા રાહુલ ગાંધીની યાત્રા રવિવારે કરનાલથી કુરુક્ષેત્ર જિલ્લામાં પ્રવેશી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સોમવારે, યાત્રા ખાનપુર કોલિયાનથી સવારે નીકળી હતી અને સાંજે અંબાલા પહોંચી હતી, જ્યાં યાત્રાળુઓ રાત રોકાયા હતા. અંબાલામાં એક શેરી સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે,સોમવારની પદયાત્રા મહિલાઓને સમર્પિત છે. કુરુક્ષેત્રના શાહબાદના ત્યોડા ગામમાં 50 મહિલાઓ દ્વારા યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસના હરિયાણા એકમે મીડિયાને જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી કેન્દ્રના ત્રણ કૃષિ કાયદા સામે વિરોધ દરમિયાન મૃત્યુ પામેલા કેટલાક ખેડૂતોના પરિવારના સભ્યોને મળ્યા હતા. ત્યાર પછી જ આ કાયદાઓને પાછા લઇ લેવામાં આવ્યા હતા.