Bhavnagar: મહુવાના કાટકડા ગામે શાળાએથી પરત ફરતા 3 વિદ્યાર્થીઓને કરંટ લાગતા મોત
ભાવનગરના મહુવા તાલુકાના કાટકડા ગામે શાળાએથી પરત ફરી રહેલા ત્રણ બાળકોના મૃત્યુ થયા છે. ત્રણેય વિદ્યાર્થીઓને કરંટ લાગતા મોત થયું છે.
ભાવનગર: ભાવનગરના મહુવા તાલુકાના કાટકડા ગામે શાળાએથી પરત ફરી રહેલા ત્રણ બાળકોના મૃત્યુ થયા છે. ત્રણેય વિદ્યાર્થીઓને કરંટ લાગતા મોત થયું છે. પ્રિયંકા જાંબુચા, નૈતિક જાંબુચા અને કોમલ ચૌહાણ નામની વિદ્યાર્થીના મોત થયા છે. કાટકડા ગામની પ્રાથમિક શાળામાં ધૂળેટી નિમિતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યાંથી શાળાના વિદ્યાર્થીઓ પરત ઘરે ફરી રહ્યા હતાં આ સમયે વીજશોક લાગવાની ઘટના બની હતી. વીજશોક લાગતા બે વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થીનું મૃત્યું થયું છે. દાઠા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Surat: સુરત પોલીસે રેડ કરી ઓનલાઇન સટ્ટો રમાડતા 11 આરોપીની ધરપકડ કરી, લાખો રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરતના મોટા વરાછા ખાતે આવેલા તુલસી આર્કડમાં ઉતરાણ પોલીસે રેડ કરી ઓનલાઇન સટ્ટો રમી રૂપિયા ટ્રાન્સફર કરતા હોવાનું કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે. ઉતરાણ પોલીસે સટ્ટા રેકેટ ચલાવતા 11 આરોપીની ધરપકડ કરી લાખોનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસને તપાસ દરમિયાન 700 કરોડ જેટલા વ્યવહાર મળી આવ્યા છે. સુરતમાં અગાઉ પણ ઇકો સેલ પોલીસે ભારતનું સૌથી મોટું 7800 કરોડનું સટ્ટાકાંડ ઝડપી પાડ્યું હતું. પકડાયેલા આરોપીમાંથી 9 આરોપીઓ યુવાન જ્યારે 2 આરોપી બાળ ગુનેગાર હોવાનુ સામે આવ્યું છે. ઓનલાઇન ગેમિંગ સેન્ટરની આડમાં સટ્ટાકાંડ ચાલતું હતું. 15 જેટલી એપ્લિકશન્સ ગેમની આડમાં સટ્ટાકાંડ ચાલતું હતું.
સુરત શહેરના મોટા વરાછા ખાતે આવેલા તુલસી આર્કેડ પાસે ઉતરાણ પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન રાત્રિના 4 વાગ્યે આજુ બાજુ એક ઓફિસ ચાલુ દેખાઈ હતી અને ત્યાં કંઈ ચાલી રહી હોય તેવી શંકા જતા પોલીસે ઓફિસમાં પ્રવેશી તપાસ હાથ ધરી હતી. જ્યાં કેટલાક યુવકો લેપટોપ અને કોમ્પ્યુટરમાં ઑનલાઇન સટ્ટા રેકેટ ચલાવતા હોય તેવું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. પોલીસને વધુ શંકા જતા ઉતરાણ પોલીસે સુરત સાયબર પોલીસની પણ મદદ લીધી હતી વધુ તપાસ હાથ ધરી હતી.
સાયબર ક્રાઇમ પોલીસ પણ આ તપાસ માં જોડાઈ હતી. જ્યાં આ તમામ યુવકો 15 જેટલી એપ્લિકશન્સની માધ્યમથી સટ્ટો રમતા હોય અને રમાડતા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જ્યાં આ તમામ આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં શટ્ટો રમાડવા માટે પોલીસે 15 જેટલા લેપટોપ કોમ્પ્યુટર મોબાઈલ પણ કબ્જે લીધા છે ત્યારે પોલીસએ હાલ તો 11 જેટલા તમામ આરોપીને ઝડપી પાડી મુખ્ય આરોપી દિલ્હીના અજયની શોધ ખોળ કરી રહી છે. ઓનલાઇન રૂપિયા આવતા હતા તે કોના ખાતામાં જતાં હતા તે તમામ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરતમાં આ પહેલા પણ ઓનલાઈન સટ્ટાકાંડ ઝડપાય ચૂક્યું છે. જેનો આંકડો પણ 7800 કરોડને પાર પહોંચ્યો હતો. આ સાથે જ આ સત્તાકાંડના રૂપિયા વિદેશમાં પણ જતાં હોવાની આશંકા વ્યકત કરાઇ રહી છે. આ પ્રકારના બેનામી અને કાળા કારોબારના રૂપિયા અંડર વર્લ્ડમાં પણ વાપરતા હોવાની આશંકા વ્યકત કરાઈ રહી છે.