Bhavnagar: નદીના પટમાં ઉભેલો યુવક પાણીમાં તણાયો, TDO અને SDRFની ટીમ ઘટના સ્થળે
ભાવનગર: જિલ્લાના કરદેજ ખાતે એક યુવક પાણીમાં તણાયો છે. કરદેજ ગામના નદીના પટમાં માલેશ્રી નદીનું પાણી આવતા યુવક તણાયો હતો. પાણીમાં તણાયેલા યુવકનું નામ ઘનશ્યામ આહીર છે.
ભાવનગર: જિલ્લાના કરદેજ ખાતે એક યુવક પાણીમાં તણાયો છે. કરદેજ ગામના નદીના પટમાં માલેશ્રી નદીનું પાણી આવતા યુવક તણાયો હતો. પાણીમાં તણાયેલા યુવકનું નામ ઘનશ્યામ આહીર છે. ઘટનાની જાણ થતા ફાયર તેમજ TDO કરદેજ ખાતે દોડી ગયા હતા. આ ઉપરાંત બચાવકાર્ય માટે SDRF ની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે. તણાયેલા યુવકની શોધખોળ કરવા તંત્રએ પ્રયાસ હાથ ધર્યા છે.
ભાવનગર શહેરમાં વરસાદના વિરામ બાદ તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે. માત્ર ચાર ઇંચ જેટલો વરસાદથી ભાવનગર રાજકોટ હાઇવે રોડ પર વાહનોની ગતિ થંભી ગઈ છે. સાથે રેસ્ટોરન્ટ પણ સંપૂર્ણ પણે પાણીમાં ગરકાવ થયું છે. કુદરતી વહેણ બંધ કરી દેતા હાઈવે રોડ પર પાણી ભરાય રહ્યું છે.
ભાવનગર જિલ્લામાં પ્રિ-મોન્સૂનના પોકળદાવા સામે આવ્યા
લાખો અને કરોડો રૂપિયા પાણીના નિકાલ પાછળ વાપરવામાં આવે છે આમ છતાં પણ નારી ચોકડી પાસે આવેલ ત્રણથી ચાર વિસ્તારમાં 24 કલાક વિતવા છતાં વરસાદના પાણી ઉતર્યા નથી. જેના કારણે વિસ્તારના તમામ રસ્તાઓ બંધ થયા છે. સરકારી વિભાગમાં સ્થાનિકો દ્વારા સતત ફરિયાદો કરવામાં આવી છતાં પણ કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. ખોડીયાર નગર, સવગુણ નગર, ગૌતમ બુદ્ધ અને સિદ્ધિવિનાયક સોસાયટીના રહીશોનો માર્ગ બંધ થયો છે.
આગામી 7 દિવસ સૌરાષ્ટ્રના આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં હજુ પણ આગામી 7દિવસ ભારે વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7દિવસ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગ રાજ્યમાં 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદનો અનુમાન છે. ભારે વરસાદની આગાહીને લઇને માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 7 દિવસની સુધી ગુજરાતમાં વરસાદની સ્થિતિ .યથાવત રહેશે, આગામી 2 દિવસ ભારે વરસાદ બાદ પણ અન્ય જિલ્લાામાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ યથાવત રહેશે. હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં હજુ પણ સાર્વત્રિક વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. છેલ્લા 7 દિવસથી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ શહેરમાં એક કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, રાજકોટ મધ્યમાં બપોરે 1 થી 2 વાગ્યા દરમિયાન એક કલાકમાં 2 ઇંચ વરસાદ પડતાં રસ્તા પાણી પાણી થઇ ગયા, ગત 24 કલાકમાં સૌથી વધુ વરસાદ રાજ્યના જૂનાગઢ જિલ્લામાં નોંધાયો છે. જેમાં માંગરોળ, માળિયા, જામજોધપુર, કેશોદમાં ભારે વરસાદ ખાબક્યો છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial