Gujarat: કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના આ શહેરમાં બે દિવસ રહેશે વીજકાપ
ગ્રામ્ય વિસ્તારોમાં PGVCLની કામગીરીને લઈ જુદા-જુદા ફીડરોમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં છ કલાક માટે વીજ પુરવઠો ખોરવાશે.
ભાવનગરઃ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમી વચ્ચે ભાવનગરમાં આજે અને આવતીકાલે વીજકાપ કરાશે. ગ્રામ્ય વિસ્તારોમાં PGVCLની કામગીરીને લઈ જુદા-જુદા ફીડરોમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં છ કલાક માટે વીજ પુરવઠો ખોરવાશે.
આજે સવારે 7થી 12 વાગ્યા સુધી 66-કે.વી હડદડમાં આવતા ગ્રામ્ય વિસ્તારમાં તેમજ સિહોર પંથકમાં આવતા ધાંધળી-૩માં આવતા ગામોમાં અને સીટી નજીક આવેલ સિદસર સબ સ્ટેશન હેઠળ આવતા ગામોમાં વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે.
તો આવતીકાલે સવારે 7થી 12 વાગ્યા સુધી રતનપર સબ સ્ટેશનમાં આવતા ગામડામાં વીજકાપ રહેશે. એક તરફ ઉનાળામાં આકરી ગરમી પડી રહી છે જેના કારણે 42 ડિગ્રી સુધી તાપમાન રહેતું હોય છે ત્યારે આવા સમયે વીજ કાપ કરવામાં આવતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થશે. .બે દિવસ માટે વીજ કાપ જાહેર કરતા ગ્રામ્ય પંથકમાં 50 હજારથી વધુ ઘરોમાં અસર થશે.
Gujarat: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, આ શહેરોમાં કરાઇ હિટવેવની આગાહી
ગાંધીનગરઃ રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે. ગુરુવારે રાજ્યના 12 શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થયો હતો. 44 ડિગ્રી સાથે અમરેલી, કેશોદ, સુરેંદ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. સુરેંદ્રનગરમાં 44.3 ડિગ્રી, કેશોદમાં 44.1 ડિગ્રી, અમરેલીમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં ૪૩.૭ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો થયો હતો તો વડોદરામાં 43.8, રાજકોટમાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હજુ આગામી બે દિવસ કાળઝાળ ગરમી પડશે. આણંદ, સુરત, બોટાદ, પોરબંદર, સુરેન્દ્રનગર, કચ્છમાં બે દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી છે.
હજુ બે દિવસ ગરમી ઘટવાની શક્યતા નહીંવત છે. ગુરુવારે બોપલમાં 42.9 ડિગ્રી, ચાંદખેડામાં 42.9 ડિગ્રી, પિરાણામાં 42.8 ડિગ્રી, સેટેલાઈટમાં 42.8, નવરંગપુરામાં 42.7, એયરપોર્ટ વિસ્તારમાં 42.5 અને રાયખડમાં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો અમદાવાદમાં હજુ આગામી 10 દિવસ ૪૨થી ૪૫ ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન રહી શકે છે.
Cyclone Biparjay: આવી રહ્યું છે વધુ એક ઘાતક વાવાઝોડુ, અરબ સાગરમાં સર્જાશે 'Biparjay'
Cyclone Biparjay: દેશમાં એક પછી એક વાવાઝોડાનો ખતરો દેખાઇ રહ્યો છે, અત્યારે એક વાવાઝોડાનો ખતરો ટળ્યો નથી ત્યાં તો બીજા એક અન્ય વાવાઝોડાએ રૂપ લેવાનું શરૂ કરી દીધુ છે. રિપોર્ટ છે કે, અરબ સાગરમાં વધુ એક ઘાતક વાવાઝોડું આકાર લઇ રહ્યું છે, અને તે ગમે તે સમયે ઝાટકી શકે છે