'ભાજપમાં ડખો' - ભાવનગરના 20 કૉર્પોરેટરે શહેર ભાજપ પ્રમુખ વિરૂદ્ધ માંડ્યો મોરચો, સીએમ-રત્નાકરજી સમક્ષ વ્યક્ત કરી નારજગી
Bhavnagar BJP Crisis: લોકસભા ચૂંટણી પુરી થઇ ગઇ છે, ગુજરાતમાં હવે ધીમે ધીમે ભાજપમાં ઠેર ઠેર નારાજગીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે
Bhavnagar BJP Crisis: લોકસભા ચૂંટણી પુરી થઇ ગઇ છે, ગુજરાતમાં હવે ધીમે ધીમે ભાજપમાં ઠેર ઠેર નારાજગીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. ક્યાંક કાર્યકરો તો ક્યાંક નેતાઓ ખુદ પક્ષ અને કાર્યપદ્ધતિથી નારાજ દેખાઇ રહ્યાં છે. હાલમાં આવો જ એક ડખો ભાવનગરમાંથી સામે આવ્યો છે, અહીં શહેર ભાજપ પ્રમુખ વિરુદ્ધ પક્ષના ચૂંટાયેલા 20 જેટલા કૉર્પોરેટરોએ નારાજગી વ્યક્ત કરી છે. આ મુદ્દો હવે મુખ્યમંત્રી અને સંગઠન મંત્રી સુધી પણ પહોંચ્યો છે.
ગુજરાત ભાજપમાં એક પછી એક ડખા સામે આવી રહ્યાં છે. હાલમાં જ ભાવનગર શહેરમાં ભાજપના ચૂંટાયેલા કૉર્પોરેટરોએ ખુદ પાર્ટી પદાધિકારીઓ સામે મોરચો માંડ્યો છે. હાલમાં ભાવનગર શહેર ભાજપમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ પેદા થઇ છે. શહેર ભાજપ પ્રમુખથી 20 કૉર્પોરેટર નારાજ છે.
સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણની કાર્યપદ્ધતિથી આ 20 કૉર્પોરેટર નારાજ છે અને તેમની સામે અનેક સવાલો ઉઠાવ્યા છે. આમાં ભાવનગર પૂર્વ અને પશ્ચિમના 10-10 કૉર્પોરેટરો સામેલ છે, આ તમામે પોતાની નારાજગી સંગઠન મહામંત્રી રત્નાકરજી સમક્ષ પણ વ્યક્ત કરી છે. આ પહેલા ગઇકાલે આ 20 કૉર્પોરેટરો આ બાબતે મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા હતા, જ્યાં ભાવનગર શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ વિરૂદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી. જોકે, હાલમાં આ સમગ્ર અહેવાલોનો અભયસિંહ ચૌહાણે છેડ ઉડાવી દીધો છે.
રાજ્યસભામાં BJPની તાકાતમાં ઘટાડો, હવે કઈ રીતે પાસ કરાવશે બિલ
લોકસભામાં જ નહીં પરંતુ રાજ્યસભામાં પણ ભાજપની તાકાતમાં ઘટાડો થયો છે. રાજ્યસભામાં ભાજપના ચાર નામાંકિત સભ્યો શનિવારે નિવૃત થયા. આ સાથે ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ ઘટીને 86 અન એનડીએનું સંખ્યાબળ 101 થઈ ગયું છે. 19 બેઠકો ખાલી હોવાના કારણે રાજ્યસભામાં વર્તમાન સભ્યોની સંખ્યા 226 છે. હવે સવાલ એ છે કે શું રાજ્યસભામાં ભાજપની મુશ્કેલીમાં વધારો થશે. શું રાજ્યસભામાં એનડીએની સંખ્યા ઓછી થવાના કારણે નુકસાન થશે. ભાજપ હજુ પણ મજબૂત સ્થિતિમાં છે. તે હજુ પણ નંબર્સની રમતમાં આગળ છે. NDA પાસે હજુ પણ સાત બિન-રાજકીય નામાંકિત સભ્યો, 2 અપક્ષો અને AIADMK અને YSRCP જેવા મૈત્રીપૂર્ણ પક્ષોના સમર્થન સાથે આગામી બજેટ સત્રમાં મહત્વપૂર્ણ કાયદા પસાર કરવાની સંખ્યા છે. પરંતુ અન્યો પર નિર્ભરતા ઘટાડવા માટે નોમિનેટેડ કેટેગરી હેઠળની ખાલી જગ્યાઓ શક્ય તેટલી વહેલી તકે ભરવાનું મહત્વપૂર્ણ રહેશે.
કેટલા સભ્યો નોમિનેટ થાય છે ?
સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ 12 સભ્યોને રાજ્યસભા માટે નોમિનેટ કરે છે. વર્તમાન ગૃહમાં, તેમાંથી સાતે પોતાને બિન-રાજકીય (ભાજપનો ભાગ નથી) રાખ્યા, પરંતુ આવા સભ્યો હંમેશા કાયદો પસાર કરવામાં સરકારને ટેકો આપે છે.
કેટલી બેઠકો ખાલી છે
હાલમાં રાજ્યસભામાં 19 બેઠકો ખાલી છે. તેમાં જમ્મુ અને કાશ્મીરમાંથી ચાર અને નોમિનેટેડ કેટેગરી અને આઠ અલગ-અલગ રાજ્યો (આસામ, બિહાર અને મહારાષ્ટ્રમાંથી બે-બે અને હરિયાણા, તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ત્રિપુરામાંથી એક-એક)નો સમાવેશ થાય છે. લોકસભાની ચૂંટણીના કારણે આ 11માંથી 10 બેઠકો ગયા મહિને ખાલી પડી હતી. જ્યારે ભારત રાષ્ટ્ર સમિતિના સભ્ય કે કેશવ રાવના રાજીનામાને કારણે એક બેઠક ખાલી પડી હતી. કેશવ રાવ બાદમાં કોંગ્રેસમાં જોડાયા હતા.
NDA ને કેટલો ફાયદો?
આગામી મહિનાઓમાં આ 11 બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં સંભવતઃ આઠ બેઠકો એનડીએ અને ત્રણ બેઠકો ઈન્ડિયા ગઠબંધન પાસે જઈ શકે છે. કૉંગ્રેસને તેલંગાણામાંથી એક બેઠક મળશે, રાજ્યસભામાં પાર્ટીની સંખ્યા 27 થઈ જશે. રાજ્યસભામાં કોંગ્રેસને વિપક્ષનું સ્થાન જાળવી રાખવા માટે આ બે વધુ બેઠકોની જરૂર છે. તેથી રાજ્યસભામાં કોંગ્રેસનો અવાજ બુલંદ રહેશે. જો કે, રાજ્યસભામાં આગામી બજેટ સત્રમાં બિલ પાસ કરાવવામાં ભાજપ કે એનડીએને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.