શોધખોળ કરો

Bhavnagar: માવો લઇ આપવાના બહાને પાંચ વર્ષની બાળકીને પાડોશી શખ્સે પીંખી નાંખી, માતાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

ઘટનાની વિગતો એવી છે કે, ભાવનગર શહેરમાં એક શખ્સે પોતાના બાજુમાં રહેતી પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ છે

Bhavnagar News: ભાવનગરમાંથી આજે એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. શહેરમાં એક પાંચ વર્ષની બાળકીને પાડોશી યુવકે પીંખી નાંખી હોવાની ઘટના ઘટી છે. આ અંગે બાળકીની માતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, બાદમાં પોલીસે આ આરોપી શખ્સને ઝડપી પાડ્યો હતો. 

ઘટનાની વિગતો એવી છે કે, ભાવનગર શહેરમાં એક શખ્સે પોતાના બાજુમાં રહેતી પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ છે. આરોપી યુવક જેનું નામ મનીષ ઉર્ફે ગોળીયો સુરેશભાઇ ભીલ છે, તેને બાજુમાંથી એક પાંચ વર્ષની બાળકીને માવો લઇ આપવાનું કહ્યું હતુ, આ બહાનાની તક લઇને ગોળીયાએ પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતુ. જોકે, હવસખોર આરોપીની આ કરતૂતની જાણ બાળકીની માતાને થઇ જતાં, પીડિત બાળકીની માતાએ સ્થાનિક ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હવસખોર શખ્સને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લઈને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.  

2 વર્ષની માસૂમ બાળકીની માત્ર આ કારણે પિતાએ જમીન પર પટકાવીને કરી દીધી હત્યા, જાણો શું છે મામલો

દ્વારકામાં હૃદયને હચમચાવી દેતી ઘટના બની છે. અહીં પિતાએ  બે વર્ષની દીકરીની હત્યાની હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ છે. બાળકી ખૂબ રડતી હોવાથી ઉશ્કેરાયેલા પિતાએ એવું ઘાતકી પગલું ભર્યું કે માસૂમે જિંદગી ગુમાવી, જાણીએ શું છે મામલો..

દ્રારકામાં પિતા પર 2 વર્ષની માસૂમની હત્યા કર્યાનો આરોપ છે.  મળતી માહિતી મુજબ બાળકી ખૂબજ રડતી હોવાથી ગુસ્સે થયેલા પિતાએ તેમને ક્રૂરતાથી જમીન પર પટકી પટકીને મારી નાખી. સમગ્ર ઘટના દ્રારકાના રાવડા તળાવ નજીકની છે. બાળકી ખૂબ જ રડતી હોવાથી  પિતાએ આવુ રાક્ષસી પગલુ ભર્યાની માહિતી મળી છે. ઘટનાની જાણ થતાં પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે.

અમદાવાદમાં પિતાએ બાળકીની કરી હત્યા

અમદાવાદમાં પણ 2 દિવસ પહેલા આવી જ ઘટના બની હતી, જેમાં પિતાએ પુત્રીની હત્યા કરી દીધી હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો અમદાવાદના શાહેર કોટડા વિસ્તારમાં પિતાએ  5 માસની માસૂમ  દીકરીનું  ગળું અને મોં દાબીને હત્યા કરી દીધી હતી. આ સમગ્ર ઘટનાને લઇને માતાએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, આ મામલે પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

વોન્ટેડ આરોપીની 20 વર્ષ બાદ UPથી ધરપકડ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં મહિલાની હત્યા કરી માથું ધડથી છૂટું કરી દેનાર વોન્ટેડ આરોપીની 20 વર્ષ બાદ ઉત્તરપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેરના કાપોદ્રામાં વર્ષ 2004માં થયેલા ચકચારી મર્ડર કેસના વોન્ટેડ આરોપી અંગે પોલીસને બાતમી મળી હતી. પોલીસે આ મામલે વર્કઆઉટ કરી યુપીમાં અયોધ્યા જિલ્લાના બદનપુર ખાતેથી વિજય બહાદુર ઉર્ફે પપ્પુ રામકુમાર ચૌહાણને પકડી પાડ્યો હતો. 

પોલીસના જણાવ્યા પ્રમાણે વર્ષ 2004માં આરોપી વિજય તેના દૂરના મામા રામસજીવન ચૌહાણ અને તેમની પત્ની રામવતી સાથે પુણાગામમાં વલ્લભનગરમાં ભાડેથી રહેતો હતો. તે સમયે મામા રામસજીવનને તેમની પત્ની રામવતીના ચારિત્ર્ય પર શંકા ઉપજી હતી. જેથી રામસજીવને ભાડુઆત અને દૂરના ભાણેજ સાથે મળી હત્યાનો કારસો ઘડ્યો હતો. 

રામસજીવન તેની પત્નીને બહાર ફરવા લઇ જવાના બહાને પુણા નહેર પાસે એક ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં પહેલેથી જ વિજય અને રત્નાકર સંતોષ હાજર હતા. બંનેએ રામવતીના હાથ- પગ પકડી રાખ્યા હતા. રત્નકારે ચપ્પુ વડે રામવતીનું ગળું કાપી નાંખી તેનું માથું ધડથી અલગ કરી દીધું હતું. ત્યારબાદ તેણીના શરીર પરના કપડાં કાઢી નાંખી માથું કપડામાં વીંટાળી તેઓ ચાલ્યા ગયા હતા. લાશની ઓળખાય ન થાય એ માટે વિજયે માથું પુણા નહેરમાં ફેંકી દીધું હતું. હત્યા બાદ એ વતન ભાગી ગયો હતો. ક્રાઈમ બ્રાંચને 20 વર્ષે વિજયને પકડવામાં સફળતા મળી છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: વાપીના વાતાવરણમાં પલટો,કંડલા અને વેરાવળ બંદર પર લાગ્યું 1 નંબરનું સિગ્નલ
Gujarat Weather: વાપીના વાતાવરણમાં પલટો,કંડલા અને વેરાવળ બંદર પર લાગ્યું 1 નંબરનું સિગ્નલ
જમ્મુ અને કાશ્મીર થયેલી રાજ્યસભા ચૂંટણીના પરિણામો જાહેર,જાણો કઈ પાર્ટીએ મારી બાજી
જમ્મુ અને કાશ્મીર થયેલી રાજ્યસભા ચૂંટણીના પરિણામો જાહેર,જાણો કઈ પાર્ટીએ મારી બાજી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Auto News: 50 લાખના બજેટમાં કઈ કાર છે બેસ્ટ ચોઈસ? એક ક્લિકમાં જાણો તમામ ડિટેલ્સ
Auto News: 50 લાખના બજેટમાં કઈ કાર છે બેસ્ટ ચોઈસ? એક ક્લિકમાં જાણો તમામ ડિટેલ્સ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish :  હું તો બોલીશ : પોલીસે કરવી પડી કાર્યવાહી
Hun To Bolish :  હું તો બોલીશ : આમની ચરબી ઉતારવી પડશે!
Hun To Bolish :  હું તો બોલીશ : ઉજવણી આવી રીતે તો ન જ હોય
Arabian sea depression today : અરબ સાગરમાં ડિપ્રેશન સક્રીય , ગુજરાતનો દરિયો બનશે તોફાની!
Sabarkantha News : રૂપાલ ગામેથી નવજાત બાળકી મળી આવી, નિષ્ઠુર માતા ફરાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: વાપીના વાતાવરણમાં પલટો,કંડલા અને વેરાવળ બંદર પર લાગ્યું 1 નંબરનું સિગ્નલ
Gujarat Weather: વાપીના વાતાવરણમાં પલટો,કંડલા અને વેરાવળ બંદર પર લાગ્યું 1 નંબરનું સિગ્નલ
જમ્મુ અને કાશ્મીર થયેલી રાજ્યસભા ચૂંટણીના પરિણામો જાહેર,જાણો કઈ પાર્ટીએ મારી બાજી
જમ્મુ અને કાશ્મીર થયેલી રાજ્યસભા ચૂંટણીના પરિણામો જાહેર,જાણો કઈ પાર્ટીએ મારી બાજી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Auto News: 50 લાખના બજેટમાં કઈ કાર છે બેસ્ટ ચોઈસ? એક ક્લિકમાં જાણો તમામ ડિટેલ્સ
Auto News: 50 લાખના બજેટમાં કઈ કાર છે બેસ્ટ ચોઈસ? એક ક્લિકમાં જાણો તમામ ડિટેલ્સ
Yuvraj Singh: ખુલી ગયું યુવરાજ સિંહના 6 છગ્ગાનું સૌથી મોટું રહસ્ય, એન્ડ્રુ ફ્લિન્ટોફે કરી દીધો ખુલાસો
Yuvraj Singh: ખુલી ગયું યુવરાજ સિંહના 6 છગ્ગાનું સૌથી મોટું રહસ્ય, એન્ડ્રુ ફ્લિન્ટોફે કરી દીધો ખુલાસો
શું સિડની વનડે બાદ નિવૃત્તિ લઈ લેશે વિરાટ કોહલી? જાણો કેમ થઈ રહી છે ગુડબાયની ચર્ચા
શું સિડની વનડે બાદ નિવૃત્તિ લઈ લેશે વિરાટ કોહલી? જાણો કેમ થઈ રહી છે ગુડબાયની ચર્ચા
આ શેરે શેરબજારમાં મચાવ્યો હંગામો,આપ્યું 2650 ટકાનું જબરદસ્ત રિટર્ન, 1 લાખના બનાવી દીધા 27 લાખ
આ શેરે શેરબજારમાં મચાવ્યો હંગામો,આપ્યું 2650 ટકાનું જબરદસ્ત રિટર્ન, 1 લાખના બનાવી દીધા 27 લાખ
દિલ્લીમાં મોટા આતંકી હુમલાનું પ્લાનિંગ નિષ્ફળ, આત્મઘાતી હુમલાની ચાલુ હતી ટ્રેનિંગ,2 આતંકી ઝડપાયા
દિલ્લીમાં મોટા આતંકી હુમલાનું પ્લાનિંગ નિષ્ફળ, આત્મઘાતી હુમલાની ચાલુ હતી ટ્રેનિંગ,2 આતંકી ઝડપાયા
Embed widget