શોધખોળ કરો

Bhavnagar : ડમી ઉમેદવાર કાંડમાં ફરિયાદના 18 દિવસ છતા આરોપી પોલીસ પકડથી દૂર

ફરિયાદમાં ભાવનગર ના બગદાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું પણ ડમી ઉમેદવારમાં આરોપીમાં નામ હતું.

ભાવનગર:  ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં ફરિયાદ નોંધાઈ તેના 18 દિવસ પસાર થયા છતા આરોપી  પોલીસ પકડથી દૂર છે.  ફરિયાદમાં ભાવનગર ના બગદાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું પણ ડમી ઉમેદવારમાં આરોપીમાં નામ હતું. બગદાણા પોલીસ મથકમાં ફરજ બજાવતો દિનેશ બટુકભાઈ પંડ્યાએ પોતાના ભાઈ ભદ્રેશ પંડ્યાની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. 

ફરિયાદ નોંધાઈ તેના 5 દિવસ પહેલાથી એટલે કે 11 તારીખ આસપાસથી બગદાણા પોલીસ મથકનો કોન્સ્ટબલ  ફરાર થયો છે.  ડમી ઉમેદવાર કાંડની ફરિયાદને 18 દિવસ વીતી ગયા બાદ હજુ પણ બગદાણા પોલીસ મથકનો કોન્સ્ટેબલ પોલીસ પકડથી દૂર છે.  પોલીસ કોન્સ્ટેબલને શોધવા પોલીસ તપાસ કરી રહી હોવાના દાવાઓ કરી રહી છે. 

Navsari: યુવકની હત્યાથી ચકચાર, પરિવારે મૃતદેહ સ્વીકાર ન કરતા પોલીસ દોડતી થઈ, બે આરોપી ઝડપાયા

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વિનય પટેલ નામના યુવકની હત્યાના પ્રકરણે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ કારણે જિલ્લાની પોલીસ દોડતી થઈ છે.  પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવાની ના પડાતા જિલ્લા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બે આરોપીને રાઉન્ડ કરવામાં આવ્યા છે. 

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ગતરાત્રિ  દરમિયાન વિનય પટેલ નામના યુવકની 3 ઈસમો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી.  હત્યા બાદ ગામમાં ભારે રોષ જોવા મળ્યો હતો.  રાત્રિ સમયે પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને મૃતદેહને ચીખલી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

આજે સવારે પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારજનો દ્વારા મૃતદેહનો સ્વીકાર ન કરાતા પોલીસ દોડતી થઈ હતી. સમગ્ર પ્રકરણમાં જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી પરિવારના લોકો મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી.  સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વિવિધ ટીમોની રચના કરવામાં આવી હતી.  જેમાં નવસારી એલસીબી પોલીસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.  જેમાં પોલીસે હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. 

સમગ્ર ઘટનાને લઈને ત્રીજા આરોપીને પણ પોલીસ ગણતરીની કલાકોમાં દબોચી લેવામાં આવશે.  હાલ પરિવારે આ મૃતદેહ સ્વીકાર્યો નથી પરંતુ સાંજ સુધી તમામ આરોપીઓને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી પૂર્ણ કરાશે. આ ઘટનાને લઈને ગણદેવી અને ચીખલીના ધારાસભ્ય દ્વારા પણ પરિવારની મુલાકાત લઇ અને સાંત્વના આપવામાં આવી છે. આરોપીઓ પર કડક કાર્યવાહી કરવાની એમણે ખાતરી અપાવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
Embed widget