શોધખોળ કરો

Bhavnagar: તળાજાના પીંગળી ગામે દંપતિની હત્યાથી ખળભળાટ, પોલીસે સ્થળ પર પહોંચી શરુ કરી તપાસ

તળાજા તાલુકાના પીંગળી ગામે દંપતિની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. પીંગળી ગામમાં ડબલ મર્ડરની ઘટના બનતી ચકચાર મચી ગઈ છે.

ભાવનગર : તળાજા તાલુકાના પીંગળી ગામે દંપતિની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. પીંગળી ગામમાં ડબલ મર્ડરની ઘટના બનતી ચકચાર મચી ગઈ છે.  ચોરીના ઈરાદે આવેલા શખ્સોએ બેવડી હત્યા કરી હોવાનું અનુમાન છે.  પીંગળી ગામે રહેતા રાઠોડ શિવાભાઈ મોતીભાઈ અને તેમના પત્ની વસંતબેન રાઠોડની હત્યા કરવામાં આવી હતી. 

Bhavnagar: તળાજાના પીંગળી ગામે દંપતિની હત્યાથી ખળભળાટ, પોલીસે સ્થળ પર પહોંચી શરુ કરી તપાસ

બે દિવસ પહેલા પીંગળી ગામે ચોરીના ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો.  એ સમયે હત્યા કરી હોવાનું પોલીસનું અનુમાન છે.  હાલ ડબલ મર્ડરને લઇ તળાજા પોલીસ અને ભાવનગર LCB સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. 

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી ગામે રહેતા શિવાભાઈ મોતીભાઈ રાઠોડ ઉ.વ.52 તથા તેમના પત્ની વસંતબેન શિવાભાઈ રાઠોડ ઉ.વ.48ની તેમના ઘરે ગતરાત્રે અજાણ્યા શખ્સોએ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી પતિ-પત્નીની હત્યા કરી હતી. આ બનાવ લૂંટના ઈરાદે થયો હોવાની પણ આશંકા  છે. જો કે પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે અને તપાસ શરુ કરી છે.   

Accident: રાજ્યમાં અકસ્માતની બે ઘટનામાં ત્રણ લોકોના મોત, 10 ઘાયલ

રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે બનેલી બે ઘટનામાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રાજકોટ-અમદાવાદ હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ગુંદા ગામના પાટિયા પાસે મોટર સાયકલ અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટર સાયકલ સવાર પ્રકાશભાઈ નામના 25 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મૃતક યુવાન થોરાળા વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. કુવાડવા પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાર-એસટી વચ્ચે અકસ્માત

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડીયાદ પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા.અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડીયાદ પાસે કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે 11 લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાં બે લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. કસ્માત ની જાણ થતાં જ 108ની નડીયાદ, આણંદ, ઉત્તરસંડાની પાંચ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને સારવાર શરૂ કરી હતી. એસયુવી કાર અચાનક રોંગ સાઇડ પર આવી જતા અકસ્માત સર્જાયો હતો. તમામ ઈજાગ્રસ્તોનેને સારવાર માટે નડીયાદ સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. 

જામનગરમાં ટ્રક અડફેટે બાઇક સવાર બે લોકોનાં મોત

જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો. ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટમાં લઈ લેતાં બાઈક ચાલક યુવાનનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા તરુણને પણ ગંભીર ઇજા થયા પછી જી.જી. હોસ્પિટલમાં તેણે સારવાર દરમિયાન દમ તોડયો હતો. જામનગર તાલુકાના મૂળ સૂર્યપરા ગામનો વતની અને હાલ જામનગરમાં મયુર ટાઉનશીપની પાછળ ખોડીયાર નગરમાં રહેતો પિયુષ જમનભાઈ મૂંગરા નામનો 33 વર્ષનો યુવાન પોતાના બાઈકમાં પ્રિન્સ અશ્વિનભાઈ નામના 16 વર્ષના તરુણને પાછળ બેસાડીને લાલપુર બાયપાસ પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન પૂરપાટ વેગે આવી રહેલા ટ્રકના ચાલકે બાઈકને હડફેટમાં લઈ લતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકના ચાલક પિયુષ જમનભાઈ મુંગરાનું સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત બાઈકની પાછળ બેઠેલા પ્રિન્સને પણ ગંભીર ઇજા થઈ હતી અને 108  એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું પણ મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માતમાં એક સાથે બંનેના મૃત્યુને લઈને ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોતAhmedabad Accident : અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે 9 વર્ષીય બાળકીનું મોતRajkot Murder Case : યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વીંછીયા સજ્જડ બંધ, લાશ સ્વીકારવા ઇનકારBhavnagar Crime : ભાવનગરમાં અકસ્માત બાદ કાર ચાલકને માર મારી કરાયું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
Gold Rate Today: વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો 10 ગ્રામનો ભાવ 
Embed widget