શોધખોળ કરો

ભાવનગરમાં ડુંગળીની અંતિમ યાત્રા કાઢીને ખેડૂતોએ કર્યો વિરોધ, નિકાસ પર પ્રતિબંધથી ખેડૂતોનો આક્રોશ યથાવત

ખેડૂતોનું કહેવું છે કે ડુંગળી નિકાસબંધી પહેલા 700થી 800 રૂપિયે મણ વેચાતી હતી. પરંતુ તેના હવે 100 રૂપિયા પણ મળી રહ્યા નથી.

Protests Of Farmers: ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના સરકારના નિર્ણયથી ખેડૂતોમાં આક્રોશ હજુ પણ યથાવત છે. ભાવનગરમાં સિહોર તાલુકાના ખેડૂતોના વિરોધ બાદ આજે ઘોઘા તાલુકાના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ઘોઘા તાલુકાના નેસવડ, મામસા, ઉખરલા ગામના ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી સરકારે બરબાદ કરી નાખ્યાના આરોપ લગાવ્યો હતો. ભાવનગર જિલ્લામાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ મહુવા અને ભાવનગર યાર્ડમાં નિકાસબંધીની અસરથી ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

ડુંગળીની નિકાસ પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવાતા ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા તો બીજી બાજુ ગ્રાહકો લૂંટાઈ રહ્યા છે. ડુંગળીના ભાવ તળિયા આવી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ ગ્રાહકો બજારમાંથી મોંઘા ભાવે ડુંગળી ખરીદવા મજબૂર બન્યા છે. નિકાસબંધી બાદ ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ખેડૂતો એક કિલો ડુંગળી માત્ર પાંચ રૂપિયામાં વેંચી રહ્યા છે. પરંતુ તે જ ડુંગળી જ્યારે ખુલ્લા બજારમાં આવે છે. ત્યારે ગ્રાહકોને પ્રતિ કિલોએ 40 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. એટલે કે એક કિલો ડુંગળીમાં વેપારીઓના ખિસ્સામાં 35 રૂપિયા જાય છે.

ખેડૂતોનું કહેવું છે કે ડુંગળી નિકાસબંધી પહેલા 700થી 800 રૂપિયે મણ વેચાતી હતી. પરંતુ તેના હવે 100 રૂપિયા પણ મળી રહ્યા નથી. પરંતુ નફાખોરી કરીને છુટક બજારમાં વેપારીઓ ઉંચા બાવ લઈ રહ્યા છે. ખેડૂતોની માગ છે કે સરકાર નિકાબંધી ઉઠાવી લે અથવા તો રાજ્ય સરકાર પોષણક્ષમ ભાવ આપે.

રાજકોટ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની જંગી આવત થતા ભાવ તળિયે આવી ગયા છે. યાર્ડમાં ડુંગળીની 1.50 લાખ કટ્ટાની આવક નોંધાઈ હતી. યાર્ડમાં ડુંગળીની આવક થાય તે પહેલા યાર્ડ બહાર બંને બાજુ વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી કતારો જોવા મળી હતી. ડુંગળીની નિકાસબંધી અને આવક વધુ થતા હરાજીમાં ડુંગળીના ભાવમાં કડાકો બોલી જવા પામ્યો છે. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવમાં રૂપિયા 200નો ઘટાડો જોવા મળ્યો છે. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 100/- થી લઈને 300/- સુધીના બોલાયા છે. ડુંગળીના ગગડતા ભાવે જગતાતને રાતા પાણીએ રડાવ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના કારણે તેની જથ્થાબંધ કિંમતો સતત ઘટી રહી છે. જેના કારણે છૂટક બજારમાં પણ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. મહારાષ્ટ્રની લાસલગાંવ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)માં ગુરુવારે સતત ત્રીજા દિવસે ડુંગળીના સરેરાશ જથ્થાબંધ ભાવમાં ઘટાડો નોંધાયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુરુવારે આ બજારમાં ડુંગળીના જથ્થાબંધ ભાવમાં લગભગ 10 ટકાનો ઘટાડો નોંધાયો હતો. વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોમવારે જે ડુંગળી 2100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાઈ રહી હતી તે ગુરુવારે ઘટીને 1900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ડુંગળીના ભાવમાં ઘટાડાનો આ ટ્રેન્ડ આગળ પણ ચાલુ રહી શકે છે. જેના કારણે ડુંગળી ઉત્પાદક ખેડૂતોને યોગ્ય નફો મળી રહ્યો નથી. જ્યારે સામાન્ય જનતાને મોંઘવારીમાંથી ઘણી હદે રાહત મળી છે. તેમનું બગડેલું રસોડું બજેટ હવે ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Embed widget