(Source: ECI/ABP News/ABP Majha)
Bhavnagar: પાલીતાણાના નાની રાજસ્થળીમાં બે પરિવાર વચ્ચે મારામારી, એકનું મોત
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામે હત્યાનો બનાવ બન્યો છે. બે પરિવાર વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના હત્યામાં પરિણમી હતી.
ભાવનગર: ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામે હત્યાનો બનાવ બન્યો છે. બે પરિવાર વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના હત્યામાં પરિણમી હતી. લાભુભાઈ નરસિંહભાઈ બારૈયા નામના વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.
મૃતક વ્યક્તિને પી.એમ અર્થે પાલીતાણા માનસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હત્યારના બનાવને લઈ રૂરલ પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપીને પકડવી પાડવા માટે વધું કાર્યવાહી હાથ ધરી છે.
પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસે 5 નેતાઓને 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ
કોંગ્રેસના 5 આગેવાનોને પક્ષમાંથી 6 વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. જામનગર જિલ્લા લઘુમતિ સેલના પ્રમુખ ઈકબાલ સુમરા, સિક્કા નગરપાલિકાના પ્રમુખ જુસબ જાકુભાઈ, કારોબારી સમિતિના ચેરમેન અબ્દુલ કાદરબાપુ, નગરપાલિકાના સભ્ય વલીમામદ સિદિકભાઈ મલેક અને સદસ્ય હેમતસિંહ જેઠવાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પક્ષમાંથી છ વર્ષ માટે બરતરફ કરાયા છે.
સુરતમાં 60 ટન ગૌ-કાષ્ટ તૈયાર કરી પ્રગટાવવામાં આવશે વૈદિક હોળી
રાજ્યમાં હોળીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે હોલિકા દહન પર લોકો લાકડાની જગ્યાએ ખાસ પાંજરાપોળમાં તૈયાર થયેલી ગૌ- કાષ્ટનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે ,કારણ કે આ પર્યાવરણના લક્ષી છે અને બીજી બાજુ પાંજરાપોળની ગાયોને આનાથી લાભ પણ મળી જશે. પાંજરાપોળમાં રહેતી તરછોડાયેલી ગીર ગાય સહિત અન્ય 10 હજાર જેટલી ગાયોના છાણમાંથી 60 ટન એટલે 60000 કિલોગ્રામ જેટલી ગૌ-કાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે. દર વર્ષે હોળીકા દહનની ઉજવણી ધામધૂમથી લોકો કરતા હોય છે પરંતુ આ વખતે પર્યાવરણ લક્ષી અને વૈદિક હોળીની ઉજવણી મોટાપાયે કરવામાં આવશે.
કારણ કે આ વર્ષે સુરત પાંજરાપોળ દ્વારા 60 હજાર કિલો ગૌ-કાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે. ગૌ-કાષ્ટ ગાયના છાણાંનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. દર વર્ષે જોવા મળે છે કે હોલિકા દહન પર લોકો લાકડાનું ઉપયોગ કરતા હોય છે. જેના કારણે મોટી સંખ્યામાં આ વૃક્ષ નિકંદન પણ કરવામાં આવતું હોય છે પરંતુ આ વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગૌ-કાષ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવે છે.
સુરત પાંજરાપોળના મેનેજર અતુલ વોરાએ જણાવ્યું હતું કે, પાંજરાપોળ સહિત ચાર સંસ્થાઓ મળીને આ સ્ટીક તૈયાર કરી રહી છે આ માટે અદ્યતન મશીનનો ઉપયોગમાં લેવામાં આવી રહી છે આશરે ગીર ગાય સહિત તરછોડાયેલી કુલ 10500 ગાયના છાણમાંથી ગૌ-કાષ્ટ તૈયાર કરી રહ્યા છે. આ વર્ષે ડિમાન્ડ વધુ છે અને અમે આજ કારણ છે કે 60 ટન આ સ્ટીકર તૈયાર કરી રહ્યા છે જે માત્ર સુરત જ નહીં ગુજરાતના અન્ય શહેરોમાં પણ મોકલવામાં આવી રહી છે. જોવા જઈએ તો જ્યારે લાકડા ખરીદતા હોઈએ છીએ ત્યારે પ્રતિ કિલો અમે 50 રૂપિયા સુધીના ભાવ આપતા હોઈએ છીએ પરંતુ આ શુદ્ધ અને પર્યાવરણ લક્ષી સ્ટીકની કિંમત પ્રતિ કિલો માત્ર 20 રૂપિયા છે.