Lumpy Virus: પશુઓમાં લમ્પી વાયરસે ફરી દેખા દીધી, ભાવનગરમાં ગાયમાં દેખાયા લક્ષણો
તળાજા તાલુકાના સાખડાસર ગામે લમ્પી વાયરસનો કેસ સામે આવ્યો છે. સાખડાસર ગામે એક ગાયને લમ્પી વાયરસના લક્ષણો દેખાયા હતા
Lumpy Virus: રાજ્યમાં ફરી એકવાર લમ્પી વાયરસે માથું ઉંચક્યુ હોય એવા કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરમાં લાંબા સમય બાદ લમ્પી વાયરસે દેખા દીધી છે, અહીં એક ગાયને લમ્પી વાયરસના લક્ષણો દેખાતા પશુપાલકોમાં ચિંતા પેઢી છે. ખરેખરમાં, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સાખડાસર ગામે લમ્પી વાયરસનો કેસ સામે આવ્યો છે. સાખડાસર ગામે એક ગાયને લમ્પી વાયરસના લક્ષણો દેખાયા હતા, આ પછી જીવદયાપ્રેમી અને ડૉક્ટરની ટીમ દોડતી થઇ ગઇ હતી, અને તાત્કાલિક ધોરણે ગાયને સારવાર માટે પુશપાલકોએ તજવીજ હાથ ધરી હતી. જોકે, ફરી એકવાર પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાતા પશુપાલકોમાં ચિંતા વધી ગઇ છે.
પશુપાલકોની વ્હારે ચડી સરકાર, લમ્પી વાયરસને લઈ ઘડ્યો પ્લાન
ગયા વર્ષે લમ્પી વાયરસે દેશમાં તબાહી મચાવી હતી. લાખો પ્રાણીઓ વાયરસથી સંક્રમિત થયા હતાં જ્યારે હજારો પ્રાણીઓ મૃત્યુ પામ્યા હતાં. લમ્પી વાયરસથી બચવા માટે કેન્દ્ર સરકારે રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું. જોકે, હવે દેશમાં એટલો ખતરો નથી. પરંતુ ભવિષ્યમાં લમ્પી જેવો વાઇરસ જાનવરોના મોત ન બને. કેન્દ્ર સરકાર આની તૈયારીમાં વ્યસ્ત છે. લમ્પી જેવા વાયરસથી બચવા માટે નવી સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં કરોડો રૂપિયાના ખર્ચથી કેન્દ્ર સરકાર પશુઓના સ્વાસ્થ્યની કાળજી લેશે.
વર્લ્ડ બેંકની મદદથી કામ થશે
દેશમાં સ્વાસ્થ્ય મિશનની શરૂઆત થઈ ચૂકી છે. હવે કેન્દ્ર સરકારે વન હેલ્થમાં પ્રાણીઓ અને પર્યાવરણના સ્વાસ્થ્યને સામેલ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય આ યોજના હેઠળ આગામી 5 વર્ષ સુધી પ્રાણીઓની આરોગ્ય સંભાળ પર કામ કરશે. આ માટે વિશ્વ બેંક સાથે એનિમલ હેલ્થ સપોર્ટ સિસ્ટમ (AHSSOH) પર કરાર કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટ 5 રાજ્યોમાં ચલાવવામાં આવશે
કેન્દ્ર સરકાર પ્રાણીઓના સ્વાસ્થ્ય વ્યવસ્થાપનને મજબૂત કરવા માંગે છે. આને ધ્યાનમાં રાખીને દેશના પાંચ રાજ્યોના 151 જિલ્લાઓમાં એનિમલ એપિડેમિક પ્રિપેર્ડનેસ ઇનિશિયેટિવ (APPI) પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા શુક્રવારે નવી દિલ્હીમાં ઈન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે તેનું ઉદ્ઘાટન કરશે. આ હેઠળ, એક બહેતર પશુ આરોગ્ય વ્યવસ્થાપન સિસ્ટમ બનાવવા માટે એક ઇકોસિસ્ટમ પણ બનાવવામાં આવશે.
યોજના પાછળ 1228 કરોડનો ખર્ચ થશે
આ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર ઝૂનોટિક રોગોના નિવારણ અંગે માહિતી આપવા માટે દેશના 6 લાખ પરિવારો સુધી પહોંચશે. યોજના હેઠળ 75 જિલ્લા અને પ્રાદેશિક પ્રયોગશાળાઓમાં વધુ સુધારો કરવામાં આવશે. 300 વેટરનરી હોસ્પિટલ, દવાખાનામાં વધુ સુધારો કરવામાં આવશે. 9000 પેરા વેટરનરી ડોકટરો અને ડાયગ્નોસ્ટિક પ્રોફેશનલ્સ અને 5500 પશુચિકિત્સકોને વ્યવસાયિક રીતે તાલીમ આપવામાં આવશે. આગામી 5 વર્ષમાં યોજનાના અમલીકરણ માટે 1228.70 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.
Join Our Official Telegram Channel: