શોધખોળ કરો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપતા કહ્યું, લવ જેહાદનું ષડયંત્ર રચનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે

ભાવનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી કે  વિધર્મીઓ પોતાના નામ બદલી  દીકરીઓને ફસાવી રહ્યા છે.

ભાવનગરમાં: ભાવનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી કે  વિધર્મીઓ પોતાના નામ બદલી  દીકરીઓને ફસાવી રહ્યા છે.  લવ જેહાદનું ષડયંત્ર રચનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે. ભાવનગર યુનિવર્સિટી ખાતે આયોજિત માવતર ઑલમ્પિંકના કાર્યક્રમમાં હર્ષ સંધવીએ આ નિવેદન આપ્યું છે. અહીં ગૃહ રાજ્યમંત્રીએ પાલિતાણામાં બનેલી લવ જેહાદની ઘટનાનો ઉલ્લેખ કરી કહ્યું કે પ્રેમ કરવો ગુનો નથી  પણ વિધર્મીઓ પોતાની ઓળખ છૂપાવી ખોટા કાગળ બનાવી યુવતીઓને ભોળવે છે તે બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. 

મહત્વનું છે કે, ગત મહિને પાલિતાણામાં એક જ અઠવાડિયામાં લવ જેહાદના 2 કેસ નોંધાયા હતા.  પોલીસે કુલ 4 આરોપીને દબોચી લીધા હતા.  લવ જેહાદની ઘટનાના વિરોધમાં ગત મહિને પાલિતાણાના વેપારીઓએ સજ્જડ બંધ પાળી રેલી કાઢી હતી. આમ તો, લવ જેહાદને લઈ ગુજરાતમાં કાયદો તો બનાવાયો છે પણ અનેક કિસ્સા સામે આવતા ગૃહ રાજ્યમંત્રીએ આ ચેતવણી આપી છે. ગૃહ રાજ્યમંત્રી પાલીતાણામાં પીડિત પરિવારને મળવા પણ પહોંચ્યા હતા.

ભાવનગર આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે  માતા-પિતા પોતાની દીકરીઓનું ખાસ ધ્યાન રાખે. જો કોઈ ફસાવવાનો પ્રયાસ કરતું હોય તો કોઈપણ ડર વગર પોલીસની સામે આવે. દીકરીની ઓળખ છતી ના થાય તેનું ધ્યાન રાખી ગુજરાત પોલીસ કાર્યવાહી કરશે.

દેશના આ રાજ્યમાં કડક પ્રતિબંધો લાગૂ

પશ્ચિમ બંગાળમાં ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે ખતરો વધી ગયો છે. રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને લઈ સરકારે નવા કોરોના પ્રતિબંધો લાગૂ કર્યા છે. પશ્ચિમ બંગાળ સરકારે (West Bengal Government) તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ રાજ્ય સરકારે નિવેદન જાહેર કરી કહ્યું કે કાર્યાલયોમાં 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. 10 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી માત્ર જરુરિયાતની સેવાઓને જ મંજૂરી આપવામાં આવી છે.

પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ એચ કે દ્રિવેદીના  (West Bengal Chief Secretary H K Dwivedi) મુજબ રાજ્યમાં લોકલ ટ્રેન  (Kokata Local) સોમવારથી  50 ટકા ક્ષમતા સાથે સાંજે સાત વાગ્યા સુધી ચાલશે. જિમ પણ બંધ (Gym Parlor closed) રહેશે. કાલથી તમામ સ્કૂલ કૉલેજ, યુનિવર્સિટી, સ્પા, સલુન, બ્યૂટી પાર્લર, ચિડિયાઘર અને મનોરંજન પાર્કને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળ (West Bengal) માં એક જાન્યુઆરીએ ઓમિક્રોનના બે કેસ સામે આવ્યા છે. ત્યારબાદ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 16 થઈ ગઈ છે. અધિકારીએ જણાવ્યુંકે એક સંક્રમિત ઓરિસ્સાથી આવ્યો હતો, જ્યારે એક અન્ય વ્યક્તિ પ્રદેશના ઉત્તર 24 પરગના જિલ્લાના પેટ્રોપોલમાં ભારત-બાંગ્લાદેશ અંતરરાષ્ટ્રીય સરહદ પર ઓમિક્રોન સંક્રમિત મળી આવ્યો હતો.અધિકારીએ જણાવ્યું કે બંને સંક્રમિતોની સારવાર કોલકાતામાં ચાલી રહી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget