ગુજરાતને વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ: ભાવનગર-સુરત વચ્ચે ટૂંક સમયમાં શરૂ થશે વંદે ભારત ટ્રેન સેવા, મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત
મંત્રી અશ્વિની વૈષ્ણવ ભાવનગર-અયોધ્યા ટ્રેનને લીલી ઝંડી આપવા માટે ભાવનગર રેલવે ટર્મિનસ સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Bhavnagar Surat Vande Bharat train: ગુજરાતના રેલવે પ્રવાસીઓ (Railway Passengers) માટે ખુશીના સમાચાર છે. કેન્દ્રીય રેલવે મંત્રી (Union Railway Minister) અશ્વિની વૈષ્ણવે ભાવનગરની મુલાકાત દરમિયાન મોટી જાહેરાત કરી છે. તેમણે સંકેત આપ્યો છે કે આવનારા દિવસોમાં ભાવનગર અને સુરત વચ્ચે વંદે ભારત ટ્રેન (Vande Bharat Train) દોડાવવામાં આવશે. આ જાહેરાતથી સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાત (South Gujarat) વચ્ચેની કનેક્ટિવિટી (connectivity)માં મોટો સુધારો થશે. જોકે, સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) પર ચાલી રહેલા કામકાજને કારણે હાલમાં આ સેવા શરૂ થઈ શકશે નહીં, પરંતુ કામગીરી પૂરી થતાં જ ટ્રેન ફાળવવામાં આવશે. આ ઉપરાંત, તેમણે અન્ય રેલવે પ્રોજેક્ટ્સ (Railway Projects)ની પણ જાહેરાત કરી હતી, જેમાં ભાવનગર-અયોધ્યા ટ્રેન (Bhavnagar-Ayodhya Train)ને લીલી ઝંડી આપવાનો સમાવેશ થાય છે.
વિકસિત ભારત કાર્યક્રમમાં જાહેરાત
મંત્રી અશ્વિની વૈષ્ણવ ભાવનગર-અયોધ્યા ટ્રેનને લીલી ઝંડી આપવા માટે ભાવનગર રેલવે ટર્મિનસ સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન, તેમણે સૌરાષ્ટ્રના લોકોની લાંબા સમયથી ચાલી આવતી માંગણી પૂરી કરતા ભાવનગર-સુરત વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવવાની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણીયા દ્વારા પણ આ માટે રજૂઆત કરવામાં આવી હતી. જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે સુરત રેલવે સ્ટેશન પર હાલમાં ચાલી રહેલા કામકાજના કારણે આ સેવા તત્કાળ શરૂ થઈ શકશે નહીં, પરંતુ કામગીરી પૂરી થતા જ વંદે ભારત ટ્રેન ફાળવવામાં આવશે.
અન્ય મહત્વપૂર્ણ જાહેરાતો:
આ પ્રસંગે વૈષ્ણવે માત્ર વંદે ભારત ટ્રેનની જ નહીં, પરંતુ અન્ય અનેક રેલવે પ્રોજેક્ટ્સની પણ જાહેરાત કરી હતી.
ભાવનગર અયોધ્યા, પુણે-રીવા, અને રાયપુર-જબલપુર એમ ત્રણ ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપવામાં આવી.
ભાવનગર સ્ટેશનના નિર્માણ માટે ભાવનગરવાસીઓ દ્વારા ડિઝાઇન બનાવવાની જાહેરાત.
નવા પોર્ટના વિકાસ માટે નવું ટર્મિનલ બનશે.
પોરબંદર વાંસજાળીયા-જેતલસર વચ્ચે નવી ટ્રેન શરૂ થશે.
રાણાવાવ સ્ટેશન ખાતે ₹135 કરોડ ના ખર્ચે કોચ મેન્ટેનન્સ સેવા શરૂ કરવામાં આવશે.
પોરબંદરના ભદ્રકાલી મંદિર ખાતે ફ્લાયઓવર બનાવવામાં આવશે.
સારડિયા-વાંસજાળીયા વચ્ચે નવી લાઇન નાખવામાં આવશે.
2014 પહેલા રેલવેનું બજેટ ₹589 કરોડ હતું, જે હવે ₹17000 કરોડ થી વધુ થઈ ગયું છે.





















