શોધખોળ કરો
Advertisement
ગુજરાતનાં આ જિલ્લામાં આગામી 10 દિવસ સુધી પ્રશાસનને જાણ કર્યા વગર કોઈપણ કાર્યક્રમનું આયોજન નહીં થઈ શકે
રાજ્યમાં કોરોનાનો પ્રકોપ વધતા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાજ્ય સરકારે રાતના 9થી સવારના 6 સુધી કર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે.
ભાવનગરઃ કોરોનાનો પ્રકોપ વધતા હવે ભાવનગર જિલ્લામાં લોકો પોલીસની મંજૂરી વગર કોઈપણ કાર્યક્રમનું આયોજન નહીં કરી શકે. આ માટે ભાવનગરના જિલ્લા કલેક્ટરે 10 દિવસ માટેનું એક જાહેરનામું બહાર પાડ્યું છે.
જાહેરનામા અનુસાર, આગામી 10 દિવસ સુધી જિલ્લામાં પ્રશાસનને જાણ કર્યા વગર કોઈપણ પ્રસંગ કે કાર્યક્રમ નહીં કરી શકાય. જેમાં સામાજીક, શાક્ષણિક, રમતગમત, ધાર્મિક કાર્યક્રમનો સમાવેશ થાય છે. જો આ જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્રવાઈ કરવામાં આવશે.
નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાનો પ્રકોપ વધતા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાજ્ય સરકારે રાતના 9થી સવારના 6 સુધી કર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ અમદાવદામાં તો શનિવાર અને રવિવારે પૂર્ણ કર્ફ્યુ લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નીતિન પટેલે પ્રેસ કોંફ્રેસમાં કહ્યું હતું કે, એક સપ્તાહ સુધી કોરોના સંક્રમણ વધવાની શક્યતા પહેલેથી જ હતી. સોશિયલ મીડિયામાં હોસ્પિટલોમાં બેડ ભરાઈ ગયા હોવાના મેસેજ સંપૂર્ણ ખોટા છે. નીતિન પટલે કહ્યું કે, સિવિલ હોસ્પિટલમાં 60 icu બેડ ખાલી છે. સિવિલ હોસ્પિટલમાં કુલ 1200 બેડ છે . નવી 60 icu અને 60 ઓક્સિજન પથારી તૈયાર થઈ રહી છે. સોલા સિવિલમાં 270 સામાન્ય અને 97 ઓક્સિજન અને બાયપેપની સારવાર લઈ રહ્યા છે, કેન્સર હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 228 બેડની વ્યવસ્થા કરાઈ છે. Icuની તમામ પથરીઓ કેન્સર હોસ્પિટલમાં ખાલી છે. MACની SVP હોસ્પિટલમાં અમદાવાદી શહેરના લોકોને પ્રાથમિકતા અપાય છે. વલ્લભ વિદ્યાનગર અને નડિયાદ મેડિકલ હોસ્પિટલમાં કોરોનાના બેડ ઉભા કરાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement