(Source: ECI/ABP News/ABP Majha)
BHAVNAGAR: ભાવનગરમાં રખડતા ઢોરના કારણે વધુ એક વ્યક્તિનું મોત, નાગરિકોની સુંરક્ષા હવે ભગવાન ભરોશે
BHAVNAGAR: ભાવનગરમાં હવે તો રખડતા ઢોરથી ભગવાન જ બચાવી શકશે. કારણ કે વધુ એક નિર્દોષનું મોત નિપજતાં શહેરીજનોની સલામતી સામે પ્રશ્નો ઊભા થયા છે.
BHAVNAGAR: ભાવનગરમાં હવે તો રખડતા ઢોરથી ભગવાન જ બચાવી શકશે. કારણ કે વધુ એક નિર્દોષનું મોત નિપજતાં શહેરીજનોની સલામતી સામે પ્રશ્નો ઊભા થયા છે. શહેરના કુંભારવાડા વિસ્તારમાં નિવૃત્ત રેલવે કર્મચારીનું રખડતા પશુના અડફેટે આવતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. શહેરીજનોની સલામતીના દાવા કરતી મનપા સામે ઢોર નિયંત્રણની કામગીરી પર કાળી ટીલી બેસી ગઈ છે.
ભાવનગર શહેરમાં રખડતા ઢોરને લઈને વધુ એક વ્યક્તિનું મોત થતા તંત્રના ઢોર પકડતા હોવાનો દાવો સામે પ્રશ્નો ઉભા થયા છે. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા સર્કલ પાસે રહેતા દેવેન્દ્રભાઈ મૂળજીભાઈ પરમાર ઉંમર 63 જેવો રેલવેમાં નિવૃત કર્મચારી હતા જ્યારે તેઓ તેમની દીકરીના ઘરે જઈ રહ્યા હતા. તે સમયે ગોકુળનગરમાં એક ગાય ને હડકવો થતા તે ગાય રોડ ઉપરથી પસાર થતા લોકોને મારવા દોડતી હતી જ્યારે દેવેન્દ્રભાઈ ને હડફેટે લેતા દેવેન્દ્રભાઈ ને માથાના ભાગે ઇજા થતાં તેમને તાત્કાલિક 108 દ્વારા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે તેમને માથાના ભાગે વાગી જતા તેમને ખાનગી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવને લઈને પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર શહેરમાં ભૂતકાળમાં અનેક લોકોએ રખડતા ઢોરના કારણે જીવ ગુમાવ્યા છે. સંખ્યાની વાત કરવામાં આવે તો કુલ સાતથી વધુ લોકોએ રખડતા પશુના કારણે મોતને ભેટી ચુક્યા છે. જેમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. ભાવનગર મહાનગરપાલિકા રખડતા ઢોર પકડવા પાછળ દર મહિને 40થી 50 લાખ રૂપિયા જેવો ખર્ચ કરે છે. પરંતુ સ્થિતિ યથાવત જ જોવા મળી રહી છે. હજી પણ ભાવનગર શહેરના રોડ રસ્તાઓ ઉપર ઠેક ઠેકાણે રખડતા ઢોર જોવા મળી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે વર્ષોથી ભાજપનું શાસન હોવા છતાં ઢોર નિયંત્રણ લાવવા માટેના વારંવાર દાવા કરી રહ્યા છે. પરંતુ કામગીરી કરી રહ્યા નથી. ભાવનગરની સલામતી અને રખડતા ઢોર પર નિયંત્રણ લાવવામાં ભાવનગર મહાનગરપાલિકા સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે.
પતંગરસિયા માટે મહત્વના સમાચાર
Gujarat Weather Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. 2 થી 6 ડિગ્રી તાપમાન ઘટશે. ઉત્તરાયણે સારો પવન રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું, આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડી રહેશે. આગામી 2 દિવસ ઠંડી વધવાની શક્યતા છે. આવતીકાલે રાજ્યમાં 2 થી 6 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. ઉત્તરાયણ પર પવન સારો રહેશે. પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. આવતીકાલે ઉતર પૂર્વ દિશા તરફથી પવન રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં રાજ્યમાં ઠંડી જામશે. સવારે અને સાંજે તાપમાનમાં થોડો ફેરફાર જોવા મળશે, બપોરના સમયે પવનની ગતિ થોડી ઓછી થઈ શકે છે.