Dummy Scam Update: ચકચારી ડમીકાંડ પ્રકરણમાં વધુ એક આરોપીની ધરપકડ, હજુ 15 આરોપી પોલીસ પકડથી દૂર
Dummy Scam Update: ચકચારી ડમીકાંડ પ્રકરણમાં ભાવનગર પોલીસે વધું એક આરોપીને ઝડપી પાડ્યો છે. SOG પોલીસે ડમીકાંડમાં સામેલ ભાવેશ જેઠવાને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Dummy Scam Update: ચકચારી ડમીકાંડ પ્રકરણમાં ભાવનગર પોલીસે વધું એક આરોપીને ઝડપી પાડ્યો છે. SOG પોલીસે ડમીકાંડમાં સામેલ ભાવેશ જેઠવાને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભાવેશ જેઠવા મૂળ તળાજા તાલુકાના પીપરલા ગામનો રહેવાસી છે. ભાવેશ જેઠવા LCB નાં PI દ્વારા ભરત નગર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ 9 નુંબરનો આરોપી છે. ફરિયાદ પૈકી 36 માંથી કુલ 21 આરોપીઓ પકડાયા છે જ્યારે હજી પણ 15 પોલીસ પકડથી દૂર છે.
બોટાદમાં પોલીસ પાસે આઈડી કાર્ડ માગતા યુવકને મળ્યું મોત
: બોટાદના યુવાનનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત થયું છે. મુસ્લિમ સમાજના આગેવાનોનો આક્ષેપ કે, પોલીસ દ્રારા ઢોર માર મારતા સારવાર દરમ્યાન યુવાનનું મોત થયું છે. બોટાદ શહેરના યુવાનને પોલીસ કોન્સ્ટેબલ દ્વાર ઢોર માર મારતાં યુવાનનું સારવાર દરમ્યાન મોત થયુ હોવાની વાતને લઈને ચકચાર મચી છે. 14 એપ્રિલ 2023 ના રોજની આ ઘટનામાં યુવાનને પોલીસ કોન્સ્ટેબલ દ્વારા માર મરાયાના પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા. ઢોરમારથી યુવાનને બ્રેન હેમરેજ થયું.
20 એપ્રિલના અમદાવાદ સીવિલમાં ખસેડવામાં આવ્યો હતો
યુવાનને સારવાર અર્થે પ્રથમ બોટાદ પછી ભાવનગરમાં અને વધુ સારવાર અર્થે 20 એપ્રિલના અમદાવાદ સીવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જેમાં આ યુવાનનું આજરોજના સવારે 11 વાગે યુવાનનું અવસાન થયું છે. સિવિલ ડ્રેસમાં રહેલા પોલીસ પાસે આઈ ડી કાર્ડ માંગતા તે ગુસ્સે ભરાયો અને બાદમાં માર માર્યો હોવાનો પરિજનોએ આક્ષેપ કર્યો છે. દોષિત પોલીસ વિરુદ્ધ FIRની કાર્યવાહી નહિ થાય ત્યાં સુધી મૃતદેહ ન લેવાની પરિવારજનો ચિમકી આપી છે.
અત્યાચાર ગુજારનાર પોલીસ કર્મીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવો જોઈએ