શોધખોળ કરો

Bhavnagar Rain: ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો,  સિહોર અને પાલીતાણા તાલુકામાં ધોધમાર વરસાદ 

હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે  ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.

ભાવનગર : હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે  ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણ પલટાયુ હતુ.  પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે.  સિહોર તાલુકાના રાજપરા, કરદેજ, નવા ગામ, ખાખરીયા જાળીયા, ભડલી, ધ્રૂપકા સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 

Bhavnagar Rain: ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો,  સિહોર અને પાલીતાણા તાલુકામાં ધોધમાર વરસાદ 

અનરાધાર વરસાદને લઈ રોડ પર પાણી વહેતા થયા છે.  ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.  વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જામ્યો છે. અસહ્ય બફારા અને ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવતા થંડક પ્રસરી છે.  શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.  જીવાપુર, ડુંગરપુર, વિરપુર, લુવારવાવ, ઘેટી, આદપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.  વરસાદી માહોલ જામતા લોકોને ગરમીથી રાહત મળી છે.  

રાજકોટ શહેરના કાલાવડ રોડ, જામનગર રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ, હોસ્પિટલ ચોક, રેસકોર્સ સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.  રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. 

રાજકોટ જિલ્લાના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.  

સુરત શહેરમાં વરસાદ

સુરત શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટુ પડ્યું છે.  શહેરના વેસુ, પીપલોદ, ડુમસ રોડ, પાલ, અડાજણ, અઠવા, ઉધના, લિંબાયત, વરાછા, કતારગામ સહિતના વિસ્તારમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.  ભારે ઉકળાટથી લોકોને રાહત મળી છે. સમગ્ર શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. 

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી

નૈઋત્યનું ચોમાસું  વલસાડ, નવસારી સુધી પહોંચ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય છે. 15 થી 19 જૂન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  15 જૂને દાહોદ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં વરસાદ વરસી શકે છે.

રાજ્યના અનેક જિલ્લાઓમાં  આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  ગાંધીનગર અને અમદાવાદમાં  41 ડિગ્રી તાપમાન રહેશે. હજુ સુધી ચોમાસુ વલસાડ નવસારી સુધી પોહચ્યું છે. 

આજે બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં હળવાથી મધ્યમ  વરસાદની આગાહી કરવામાં આવી છે.  

15 જૂને દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.  

16 જૂને ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર અને બોટાદમાં  વરસાદની આગાહી કરાઈ છે.  

17 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.  

18 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.   

19 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ડાંગ, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
Embed widget