શોધખોળ કરો

Bhavnagar: લીંબુના ઉત્પાદનમાં ઘટાડો, ઉનાળાની શરુઆત પહેલા  80 રૂપિયા કિલો વહેંચાઈ રહ્યા છે

ભાવનગર જિલ્લામાં લીંબુએ સામાન્ય માણસના દાંત ખાટા કર્યા છે.  દર વર્ષની સરેરાશમાં આ વર્ષે પણ લીંબુની માત્ર 30 ટકા આવક માર્કેટિંગ યાર્ડમાં થઈ રહી છે જેના કારણે લીંબુના ભાવ સતત ઊંચકાઈ રહ્યા છે.

ભાવનગર:  ભાવનગર જિલ્લામાં લીંબુએ સામાન્ય માણસના દાંત ખાટા કર્યા છે.  દર વર્ષની સરેરાશમાં આ વર્ષે પણ લીંબુની માત્ર 30 ટકા આવક માર્કેટિંગ યાર્ડમાં થઈ રહી છે જેના કારણે લીંબુના ભાવ સતત ઊંચકાઈ રહ્યા છે.  જિલ્લામાં તાઉતે વાવાઝોડાની અસર હજી પણ જોવા મળી રહી છે.  જેના કારણે 70 ટકા લીંબુનું ઉત્પાદન ઘટી ગયું છે. હજુ તો ઉનાળાની શરૂઆત થાય તે પહેલા જ બજાર ભાવમાં લીંબુ 80 રૂપિયાના કિલો વહેંચાઈ રહ્યા છે.

ભાવનગર જિલ્લામાં લીંબુની પુષ્કળ પ્રમાણમાં આવક થતી હોય છે પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી તાઉતે વાવાઝોડા બાદ જે રીતે વિનાશ થયો હતો  તેમાં લીંબુના ઉત્પાદનને સૌથી વધુ અસર પહોંચી છે.  જેની અસર આજે પણ વર્તાઈ રહી છે.  હાલ જિલ્લામાં નહીંવત કહી શકાય તેવી બજારની સ્થિતિ જોવા મળી રહી છે.  માર્કેટિંગ યાર્ડમાં માત્ર 30 ટકા લીંબુની આવક એટલે કે દરરોજ પાંચ ટન જેટલા જ લીંબુ હરાજીમાં આવી રહ્યા છે.  માર્કેટિંગ યાર્ડમાં એક અઠવાડિયા પહેલા કિલોના ભાવ ₹40 હતા.  જે આજે વધીને 70 થી 80 રૂપિયા પહોંચી ગયા છે.  આમ દિવસેને દિવસે લીંબુનું ઉત્પાદન ઘટી રહ્યું છે જેના કારણે લીંબુના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. 

ભાવનગરના સિહોર, ઘોઘા, પાલીતાણા સહિતના તાલુકામાં લીંબુનું ઉત્પાદન થતું હોય છે. સરેરાશ વાત કરીએ તો હજી તો આકરા તાપ પડવાની શરૂઆત જ થઈ છે ત્યાં લીંબુના ભાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે.  યાર્ડના વેપારીઓનું માનવું છે કે આવનારા બે મહિનામાં લીંબુ ના ભાવ 150 ને પાર થશે. 

Gujarat Weather Update: ગુજરાતમાં આગામી 5 દિવસને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી ?

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઇ આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે ઉત્તર ગુજરાતના તાપમાનમાં વધારો થશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 2 ડિગ્રી જેટલો વધારો થઇ શકે છે, ઉત્તર ગુજરાતમાં 37 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. અમદાવાદમાં આજે 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. લઘુતમ તાપમાનમાં પણ વધારો થશે. લઘુત્તમ તાપમાન વધતાં ગરમીમાં વધારો થશે.

આગામી પાંચ દિવસમા ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં સામાન્ય કરતા ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારે જોવા મળશે  તેમ ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે. છેલ્લા કેટલાક દિવસમાં દેશના કેટલાક વિસ્તારોમાં ગરમી માર્ચના પ્રથમ સપ્તાહ જેટલી પડી રહી છે. જે ચાલુ વર્ષના ઉનાળામાં ભીષણ ગરમી પડવાના સંકેતો આપી રહ્યાં છે.

માર્ચના શરૂઆતના 15 દિવસમાં જ ઉત્તરપશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાન વધીને 40 ડિગ્રીએ પહોંચી જવાની શક્યતા છે. દિલ્હીમાં સોમવારે 33.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. જે 1969 પછીનો ફેબ્રુઆરીનો ત્રીજો સૌથી ગરમ દિવસ હતો. આ અગાઉ 26 ફેબ્રુઆરી, 2006ના રોજ 34.1 અને 17 ફેબ્રુઆરી, 1993ના રોજ 33.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.

ભૂજમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ

ગુજરાતના ભૂજમાં 16 ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં આવનારા દિવસોમાં ગરમી ઝડપથી વધશે. પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશની સાથે બિહાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ફેબ્રુઆરી 100 ટકા સુકુ રહ્યું છે જેના કારણે તાપમાન ઝડપથી વધી રહ્યું છે. ઓડિશાના હવામાન વિભાગ મુજબ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ભુવનેશ્વરનું મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. મહિનો પૂર્ણ થતા જ પહેલા આ રેકોર્ડ તૂટી ગયો છે. આગામી સાત દિવસમાં વરસાદ નહીં પડે તો ઓડિશાના અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચી જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget