ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક, જૂની અદાવતમાં ત્રણ મકાનમાં લગાવી આગ
ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા. જૂની અદાવતમાં ત્રણ મકાનમાં આગ લગાવવામાં આવી હતી

ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા. જૂની અદાવતમાં ત્રણ મકાનમાં આગ લગાવવામાં આવી હતી. આગના કારણે ત્રણ ઘર મળીને ખાખ થયા હતા. સમગ્ર વિસ્તારમાં ગોઠવાયો કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે અસામાજિક તત્વોની શોધખોળ શરૂ કરી હતી.
ભાવનગરમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર જ રહ્યો નથી. ત્રણ દિવસ પહેલા થયેલી હત્યાની અદાવતમાં ફરિયાદી પક્ષ તરફથી આરોપીના ઘર પર જ્વલનશીલ પ્રવાહીની બોટલો ફેંકી ત્રણ ઘરમાં આગ ચંપી કરવામાં આવી હતી. રૂવાપરી મહાકાળી વસાહતમાં રાત્રીના બનેલી ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. મોડી રાત્રીના ઘટનાને લઈ જિલ્લા પોલીસવડા, ડીવાયએસપી સહિતના પોલીસનના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રૂવાપરી મહાકાળી વસાહતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસે હાલ સીસીટીવી ફૂટેજના આધારે તોફાનીઓની શોધખોળ શરૂ કરી છે.
જૂની અદાવતમાં થયેલ ઝઘડા બાદ વળતો પ્રહાર કરવામાં આવ્યો જેમાં રૂવાપરી મહાકાળી વસાહત વિસ્તારમાં ત્રણ મકાનોને જ્વલનશીલ પ્રવાહીની બોટલ બનાવીને ઘા કરવામાં આવ્યો અને ઘરમાં આગ ચાપી દેવામાં આવી હોવાની ઘટના બની છે. હાલ સમગ્ર ઘટનાને લઇ સ્થાનિક પોલીસ દ્ધારા વિસ્તારને કોર્ડન કરીને ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘટનાને લઇ ફાયર વિભાગની ટીમ તેમજ સીટી Dysp, LCB, બી. ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર તૈનાત કરવામાં આવ્યો છે.
અગાઉ ભાવનગર જિલ્લામાં આવેલા સિહોરમાં જૈન દૈરાસર પર અજાણ્યા શખ્સો દ્વારા રાત્રિના સમયે અચાનક પથ્થરમારો કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. પથ્થરમારો કેમ થયો તેનું કારણ સામે આવ્યુ નથી. જોકે, પોલીસે પણ હજુ સુધી કોઇ સત્તાવાર રીતે ફરિયાદ નોંધી નથી. આ ઘટનાને લઇને સમગ્ર જૈન સમાજમાં અને અગ્રણીઓમાં રોષ ફેલાયો છે.
ભાવનગર જિલ્લામાં આવેલા સિહોરમાં આ પથ્થરમારાની ઘટનાને લઈ ચકચાર મચી ગઈ છે. ગઇ મોડી રાત્રિના સમયે શહેરના મોટા ચોક વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં અજાણ્યા શખ્સો દ્વારા પથ્થમારો કરાયો હતો. આ તરફ ઘટનાને લઈ જૈન સમાજના આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા. આ સાથે જૈન સમાજના આગેવાનોએ દેરાસર પર પથ્થરમારાની ઘટનાને વખોડી કાઢી છે. ઘટનાની જાણ થતાં પોલીસ દેરાસર પહોંચી અને દેરાસરને નુકસાન કરવાના પ્રયાસ મામલે હજુ કોઈ ફરિયાદ નોંધાઇ નથી. જોકે જૈન દેરાસરમાં પથ્થરમારાની ઘટનાને લઈ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.





















