Ahmedabad News:બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ચરમસીમા પર, સ્થાનિકો રાત્રે જ દોડી ગયા પોલીસ સ્ટેશન
Ahmedabad News: બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકથી સ્થાનિક લોકોની તકલીફ વધી છે. તેમની સુરક્ષાને લઇને અનેક સવાલ ઉઠી રહ્યાં છે.

Ahmedabad News:અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વો કહેર મચાવી રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી વાહનના તોડફોડ સહિતની ઘટનાથી બાપુનગરના રહેવાસી પરેશાન છે. છાશવારે સતત બનતી આ ઘટનાથી હવે કાયદો અને વ્યવસ્થા પર પણ સવાલ ઉઠી રહ્યાં છે. બાપુનગર હરદાસ નગર પાસે આવેલા જોરકા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક મચી રહ્યા છે. સ્થાનિકોના કહેવા મુજબ અહીં
ચપ્પા અને છરીનો લઈને ખુલ્લેઆમ અસામાજિક તત્વો રહીશોને હેરાન કરી રહ્યાં છે. અહીંના લોકોના વાહનોની તોડફોડ પણ આ તત્વો કરે છે. આખરે અસામાજિક તત્વોના ત્રાસથી કંટાળેલા સ્થાનિકો લોકોએ રાત્રે જ પોલીસ સ્ટેસનને દોડી ગયા હતા અને આ ઘટનાને લઇને રોષ વ્યક્ત કર્યું હતો. ઉશકેરાયેલા સ્થાનિક લોકોએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે. સ્થાનિકોએ ગત રાત્રે પોલીસ સ્ટેશનમાં પહોંતીને અસામાજિક તત્વોને ડામવા માટે ઉગ્ર પગલા લેવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. ઉલ્લેખનિય છે કે, સ્થાનિક કોર્પોરેટર શંકર સોલંકીએ પણ લુખ્ખા તત્વો વિરુદ્ધ પોલીસને રજૂઆત કરી હતી. તેમની ફરિયાદ મુજબ કેટલાક યુવાનો દિવસ રાત જાહેરમાં છરી ચપ્પા લઈને લોકોને ડરાવે છે.આ સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થયા છે.
રાજકોટમાં મધરાતે ખેલાયો ખૂની ખેલ, છરીના ઘા મારી બે સગા ભાઇની કરાઇ હત્યા
રાજકોટમાં મધરાતે ખૂની ખેલ ખેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટના સંતકબીર રોડ પર બે સગા ભાઈની હત્યા કરવામાં આવી હતી. બે સગા ભાઈની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઇ હતી. કોઈ બાબતે ઝઘડો થતા વિકી જૈન, અમિત જૈન નામના બે યુવકને રૂમ મેટ છોટુ નામના શખ્સે જ હત્યા કર્યાનો ખુલાસો થયો હતો. જેમાં વિકી જૈનનું ઘટનાસ્થળે તો અમિત જૈનનું સારવાર દરમિયાન મોત થયું હતું. બી ડિવીઝન પોલીસે છોટુની શોધખોળ શરૂ કરી છે. આરોપી પકડાયા બાદ હત્યાનું સાચુ કારણ સ્પષ્ટ થશે.
રાજકોટના ડબલ મર્ડર કેસમાં મૃતકના પરિવારે ગંભીર આરોપ લગાવ્યા હતા. પરિવારે પોલીસ, તબીબ અને 108 પર આરોપ લગાવ્યા હતા. સારવાર પહેલા તબીબોએ આધારકાર્ડ માંગ્યાનો પણ તેઓએ આરોપ લગાવ્યો હતો. 108 એમબ્યુલન્સ પણ સમયસર ન આવ્યાનો મૃતકના પરિવારે આરોપ લગાવ્યો હતો. પરિવારે કહ્યું કે પોલીસની હપ્તાખોરી સિસ્ટમના કારણે હત્યા થઇ છે. આરોપીઓ પોલીસને હપ્તા આપી દેશી દારૂનો વેપાર કરતા હતા. મૃતક ભાઈ અને પિતાએ ગંભીર આરોપ લગાવ્યા હતા.
વિકી જૈનને છરીનો ઘા ઝીંકતા ઘટના સ્થળે મોત નિપજ્યું તો અમિત જૈનનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. એક જ રૂમમાં રહેતા અન્ય છોટુ નામના શખ્સે કોઈ કારણોસર હત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા બી ડિવિઝન સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
સુરતમાં યુવક પર હુમલો
સુરતના ડીંડોલી વિસ્તારમાં યુવક પર જીવલેણ હુમલો થયો હતો. શગુન સોસાયટીના પ્રમુખ પર હુમલાનો આરોપ લાગ્યો હતો. વીજ સપ્લાય અંગે પૂછપરછ કરતા હુમલો કરાયાનો યુવકે આરોપ લગાવ્યો હતો. સોસાયટીના પ્રમુખ અને તેના પુત્ર પર હુમલાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. પોલીસે ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે હાથ ધરી તપાસ હાથ ધરી હ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
