Dummy scam: તોડકાંડ મામલે યુવરાજસિંહ સહિત 3ને કરાયા જેલહવાલે, કહ્યું- 'આ તો શરુઆત છે અંત બાકી'
ભાવનગર તોડકાંડ મામલે યુવરાજસિંહને જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ સાથે જ તેમના સાળા કાનભા ગોહિલને અને અલ્ફાઝ ઉર્ફે રાજુને પણ જેલ હવાલે કરવામાં આવ્યા છે.
ભાવનગર: ભાવનગર તોડકાંડ મામલે યુવરાજસિંહને જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ સાથે જ તેમના સાળા કાનભા ગોહિલને અને અલ્ફાઝ ઉર્ફે રાજુને પણ જેલ હવાલે કરવામાં આવ્યા છે. ભાવનગર કોર્ટ દ્વારા આ હુકમ કરવામાં આવ્યો છે. 1 કરોડ રૂપિયાના તોડકાંડ મામલે યુવરાજ સિંહની 9 દિવસ બાદ જેલ એન્ટ્રી થઈ છે. ભાવનગર ડમીકાંડ મામલે આજે રિમાન્ડ પૂરા થતા યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જો કે, પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા કોર્ટે યુવરાજસિંહ જાડેજાને જેલ હવાલે કરવામાં આવ્યા છે. આજે તેમના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટ પહોંચતા પહેલા યુવરાજ સિંહ જાડેજાએ કહ્યું કે આ તો શરુઆત છે અંત બાકી છે.
21 એપ્રિલે યુવરાજસિંહ પોલીસ સમક્ષ હાજર થયા
યુવરાજસિંહ 12 વાગ્યે પોલીસ સમક્ષ હાજર થયા હતાં. પોલીસના જણાવ્યા મુજબ તે દિવસે તેમની ઘણાં મુદ્દા પર પૂછપરછ કરવામાં આવી હતી. SOGની ટીમે અને SITની ટીમે તેમને જે મુદ્દાઓ પર પૂછપરછ કરી જેમાં સૌ પ્રથમ તો તેમને સમય આપવામાં આવ્યો હતો. પોલીસ નિવેદન મુજબ ત્યારબાદ તેમને જણાવવામાં આવ્યું કે તમારી પાસે ડમી કાંડ મામલે કેટલીક માહિતી છે જે બાબતે તેમણે બે જેટલા કાગળ આપ્યા હતાં. જેમાં ડમીકાંડ મામલે કેટલાક નામો પણ હતાં જે નામો ડમીકાંડમાં સામેલ હોવની શક્યતા છે.
19 એપ્રિલે હાજર થવા પોલીસે સમન્સ પાઠવ્યું
ડમીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને ભાવનગર પોલીસે 19 એપ્રિલે 12 વાગ્યે પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું જે બાદ યુવરાજસિંહે તબિયત નાદુરસ્ત હોય સમય માગ્યો હતો. જે મામલે યુવરાજસિંહ જાડેજાના પત્નીએ ટ્વિટમાં કરી જણાવ્યું હતું કે, 'યુવરાજસિંહના સતત વધતા જતા ઉજાગરા, પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશનને કારણે તબિયત અચાનક લથડી હતી. ત્યારે તેઓએ SOG સમક્ષ તપાસમાં સહયોગ કરવા અને જવાબ રજૂ કરવા માટે ભાવનગર SOGને મેઈલ કરીને લેખિતમાં સમય માંગ્યો. જે બાદ પોલીસ સમય આપી ફરીથી 21 તારીખનો સમન્સ પાઠવ્યો હતો.
અમરેલી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ
અમરેલી જિલ્લામાં સતત છઠ્ઠા જિવસે કમોસમી વરસાદ ખાબકતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છ. જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં કમોસમી વરસાદ છે. વડલી, ટીંબી, મોટા માણસા, ચિત્રાસર, ભાડા, શેલાણા સહિત આસપાસના ગામોમાં કમોસમી વરસાદ છે. ભર ઉનાળે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અષાઢી માહોલ સર્જાયો છે. સતત કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. સાવરકુંડલાના નાના ભમોદ્રા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ છે. ધારી શહેરમાં એક કલાક થી ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગીર પંથકના ધારી શહેરના આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ધારી શહેરમાં કમોસમી વરસાદને કારણે રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેતા થયા છે, રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા. ધોધમાર વરસાદ પડતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કેસર કેરીનો ગઢ ગણાતા ધારી પંથકમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતિત બન્યા છે.