શોધખોળ કરો

Nikki Murder case: નિક્કી હત્યા કેસમાં મોટો ખુલાસો, સાથે આત્મહત્યા કરવાનો ઘડ્યો હતો પ્લાન પરંતુ...

દેશની રાજધાની દિલ્હીમાં શ્રદ્ધા વોકર મર્ડર કેસ જેવી વધુ એક ઘટના સામે આવી છે. યુવકે તેની પ્રેમિકાની હત્યા કરી લાશ તેના ઢાબાના ફ્રીજમાં મૂકી દીધી હતી.

દેશની રાજધાની દિલ્હીમાં શ્રદ્ધા વોકર મર્ડર કેસ જેવી વધુ એક ઘટના સામે આવી છે. યુવકે તેની પ્રેમિકાની હત્યા કરી લાશ તેના ઢાબાના ફ્રીજમાં મૂકી દીધી હતી. દિલ્હીના નજફગઢના મિત્રાઓન ગામમાં સ્થિત ઢાબાના ફ્રીજમાંથી પોલીસે એક મહિલાની લાશ મળી આવી છે. આરોપી યુવકનું ઘર ઢાબાથી થોડે દૂર છે. આ પછી આરોપીએ 10 ફેબ્રુઆરીએ ઝજ્જરના મંડોથી ગામમાં બીજા લગ્ન કર્યા. આરોપી સાહિલ ગેહલોત (24) તેની પ્રેમિકાના મૃતદેહનો નિકાલ કરે તે પહેલા જ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે મિત્રૌ ગામમાંથી તેની ધરપકડ કરી હતી. આ કેસમાં યુવતીના પરિવારજનો અને અન્ય કોઈએ ફરિયાદ નોંધાવી ન હતી. સાહિલ અને મૃતક યુવતી નિક્કી યાદવ છેલ્લા બે વર્ષથી લિવ-ઈનમાં રહેતા હતા. આ મામલે એક સનસનીખેજ ખુલાસો થયો છે.

ક્રાઈમ બ્રાંચના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે 9 ફેબ્રુઆરીની રાત્રે જ્યારે નિક્કીને ખબર પડી કે સાહિલની સગાઈ થઈ ગઈ છે ત્યારે તેણે તેને ફોન કરવાનું શરૂ કર્યું. આ પછી બંને રાત્રે એક વાગે મળ્યા હતા. બંને ગોવા ભાગી જવા માંગતા હતા. નિક્કીની ગોવાની ફ્લાઈટની ટિકિટ થઈ ગઈ હતી, પણ સાહિલને ટિકિટ ન મળી.

આવી સ્થિતિમાં બંનેએ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જવાનો પ્લાન બનાવ્યો હતો. બંને કાર દ્વારા આનંદ વિહાર બસ સ્ટેન્ડ પર પહોંચ્યા, પરંતુ અહીં ખબર પડી કે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ માટેની બસો ISBT, કાશ્મીરી ગેટથી ઉપડે છે. આ પછી બંને કાશ્મીરી ગેટ પહોંચ્યા. દરમિયાન સાહિલના પરિવારજનોના ફોન આવવા લાગ્યા.

સંબંધીઓએ સાહિલને તાત્કાલિક ઘરે આવવા દબાણ કરવાનું શરૂ કર્યું. જ્યારે સાહિલ ઘરે જવા લાગ્યો ત્યારે નિક્કી તેની સાથે ઝઘડો કરવા લાગી. નિક્કી સાહિલને સાથે મળીને આત્મહત્યા કરવા કહે છે, પરંતુ સાહિલ તેના માટે તૈયાર ન થયો. જ્યારે ઝઘડો વધી ગયો, ત્યારે સાહિલે સવારે લગભગ 4 વાગ્યે ISBT ખાતે કારમાં ડેટા કેબલ વડે નિકીની ગળું દબાવી હત્યા કરી.

આ પછી આરોપી સાહિલ નિક્કીની ડેડ બોડીને કારમાં લઈને 40 કિમી દૂર તેના ગામ મિત્રૌ લઈ ગયો. રસ્તામાં તેની ક્યાંય તપાસ કરવામાં આવી ન હતી. સાહિલે લગ્ન પછી નિક્કીના મૃતદેહનો નિકાલ કરવાની યોજના બનાવી હતી. પોલીસને શંકા છે કે તેણે શ્રાદ્ધની જેમ લાશનો નિકાલ કર્યો હશે.

ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ પોલીસ કમિશનર રવિન્દ્ર સિંહ યાદવના જણાવ્યા અનુસાર, બ્રાન્ચના વેસ્ટર્ન રેન્જ-1ના એસીપી રાજકુમારને 10 ફેબ્રુઆરીના રોજ માહિતી મળી હતી કે, મિત્રૌ ગામના રહેવાસી સાહિલ ગેહલોતે તેની મહિલા મિત્ર નિક્કી યાદવની હત્યા કરી છે. માહિતી બાદ એસીપી રાજકુમારની દેખરેખ હેઠળ ઈન્સ્પેક્ટર સતીશ કુમાર, એએસઆઈ કૃષ્ણા, સંજય, સુરેશ અને હવાલદાર રોહતાશની ટીમ બનાવવામાં આવી હતી.

જ્યારે પોલીસ ટીમે સંબંધિત પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ અને એફઆઈઆર તપાસી તો કોઈ ફરિયાદ મળી ન હતી. પોલીસને આરોપીનો મોબાઈલ નંબર સ્વીચ ઓફ જોવા મળ્યો હતો. સંપૂર્ણ તપાસ બાદ એસીપી રાજકુમારની ટીમે મંગળવારે સવારે આરોપી સાહિલ ગેહલોતની મિત્રાઉ ગામમાં તેના ઘર નજીકથી ધરપકડ કરી હતી. આરોપી સમૃદ્ધ  પરિવારનો છે. તેની માતા સરકારી શિક્ષિકા છે. નિક્કીના પિતાનું ગુરુગ્રામમાં મોટું ગેરેજ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક

વિડિઓઝ

Yogesh Patel: વડોદરાના MLA યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
Gujarat Weather Update | રાજ્યમાં નવા વર્ષના પ્રારંભે જ કાતિલ ઠંડીનો થશે અહેસાસ
Surendranagar news: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં હજુ થઈ શકે મોટા ખુલાસા
Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
Surendranagar land scam: તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલે મંજૂર કરેલી ફાઈલોની કરાઈ તપાસ, હજુ થઈ શકે મોટા ખુલાસા
Surendranagar land scam: તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલે મંજૂર કરેલી ફાઈલોની કરાઈ તપાસ, હજુ થઈ શકે મોટા ખુલાસા
Embed widget