શોધખોળ કરો
Advertisement
Bihar Election 2020 Dates: આજે બિહાર ચૂંટણીની તારીખ થશે જાહેર, બપોરે 12.30 વાગ્યે ચૂંટણીપંચની પત્રકાર પરીષદ
ચૂંટણીપંચ આજે બપોરે 12.30 વાગ્યે દિલ્લી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે પત્રકાર પરીષદ કરીને 243 સીટોવાળી વિધાનસભાની ચૂંટમીની તારીખની જાહેરાત કરશે.
નવી દિલ્લીઃ આજે બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થશે. ચૂંટણીપંચ આજે બપોરે 12.30 વાગ્યે દિલ્લી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે પત્રકાર પરીષદ કરીને 243 સીટોવાળી વિધાનસભાની ચૂંટમીની તારીખની જાહેરાત કરશે. બિહાર વિધાનસભાનો કાર્યકાળ 29 નવેમ્બર 2020એ પૂરો થઈ રહ્યો છે. આથી નવી સરકાર વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા બની જાય તે જરૂરી છે.
મળતી જાણકારી પ્રમાણે, આ વખતે ત્રણથી ચાર ચરણમાં બિહાર વિધાનસભાની ચૂંટણી થઈ શકે છે. જોકે, 205માં વિધાનસભાની ચૂંટણી પાંચ ચરણમાં યોજાઇ હતી. આ વખતે ઓછા ચરણમાં ચૂંટણી કરાવવાનું કારણ એ પણ છે કે, 2015માં બિહાર ચૂંટણીમાં 72 હજાર પોલિંગ બૂથ હતા. પરંતુ આ વખતે ચૂંટણી પંચ લગભગ 1.6 લાખ પોલિંગ બૂથ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. કોરોના કાળ ચાલી રહ્યો છે, આવામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવા માટે પણ આમ કરાયું છે.
એટલું જ નહીં, ચૂંટણી દરમિયાન 1.80 લાખથી વધુ કર્મચારીઓ તૈનાત કરાશે, જે ગત ચૂંટણીની તુલનામાં ઘણા વધું હશે. આ સાતે એક પોલિંગ સ્ટેશન પર મત દેવા માટે પહોંચનારા લોકોની સંખ્યા પણ સિમિત કરાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
રાજકોટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion