Biparjoy live Update: ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડુ, આ રાજ્યને થશે સૌથી વધુ અસર, જાણો વધુ અપડેટ
Biparjoy Latest Update: બિપરજોય સાયક્લોનને હવે દિશા બદલી છે. હવે આ ચક્રવાત દિશા બદલીને વાવાઝોડું જખૌ તરફ ફંટાયું છે. 9 કિ.મી પ્રતિ કલાકની ઝડપે દરિયામાં આગળ વધી રહ્યું છે.

Background
Biparjoy Latest Update: બિપરજોય ઝડપી ગતિએ વધી રહ્યો છે અને તેની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગે 'અત્યંત ગંભીર' ચક્રવાતી તોફાન બિપરજોયને લઈને ચેતવણી આપી છે.
ચક્રવાતી તોફાન 'બિપરજોય' આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. તોફાન ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે અરબી સમુદ્ર કિનારે વલસાડના તિથલ બીચ પર ઉંચા મોજા ઉછળી રહ્યા છે જેના કારણે તિથલ બીચને 14 જૂન સુધી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડશે
IMD અનુસાર, આજે પૂર્વોત્તર ભારતના મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ થઈ શકે છે. આસામ અને મેઘાલયમાં સોમવાર અને મંગળવારે ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ભારતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન કેરળ, કોસ્ટલ કર્ણાટક અને લક્ષદ્વીપમાં ભારે વરસાદની શક્યતા છે. સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં રવિવારથી મંગળવાર સુધી ભારે વરસાદની અપેક્ષા છે.
CISFના જવાનો દ્વારા સુરતના સુવાલી દરિયા કિનારે પેટ્રોલીંગ શરૂ કરાયું
સુરતમાં સંભવિત બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. CISFના જવાનો દ્વારા સુવાલી દરિયા કિનારે પેટ્રોલીંગ શરૂ કરાયું છે. પવન સાથે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સાવચેતીના ભાગ રૂપે સુરતનો ડુમસ અને સુંવાળી બીચ પર્યટકો માટે બંધ કરવામાં આવ્યો છે. સંભવિત વાવાઝોડાના પગલે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને બીચ પર નહીં જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
માંગરોળમાં તંત્ર દ્વારા લાઉડ સ્પીકરથી લોકોને કરાયા સાવચેત
માંગરોળમાં વાવઝોડાની અસર પૂર્વે સાવચેતીના પગલાં રૂપે લોકોને સાવચેત કરવામાં આવ્યા. તંત્ર દ્વારા લાઉડ સ્પીકર દ્વારા જાહેરાત કરવામાં આવી. લોકોને સાવચેતી રાખવા અપીલ. અફવા પર ધ્યાન ન આપવા અપાઈ સૂચના. માંગરોળનાં દરિયામાં કરંટ જોવા મળ્યો. માંગરોળ બંદર ઉપર બે નંબરનું સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે.





















