બોટાદના બરવાળા લઠ્ઠાકાંડ LIVE: દેશી અને ઈંગ્લીશ દારૂનો ધંધો કોણ કરશે તે ભાજપ નક્કી કરે છેઃ જગદીશ ઠાકોર
બરવાળાના નભોઇમાં ઝેરી દારૂના કારણે 27થી વધુ લોકોના મોત થયા છે. મોતનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા જોવાઇ રહી છે. તો આ મામલે 15થી વધુ લોકોની ઘરપકડ કરાઇ છે.
LIVE
Background
બોટાદના બરવાળાના નભોઇમાં ઝેરી દારૂ પીવાના કારણે 31 લોકોના મોત થયા છે. મોતનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા જોવાઇ રહી છે. તો આ મામલે 15થી વધુ લોકોની ઘરપકડ કરાઇ છે.
બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 15ખી વધુ લોકોની ઘરપકડ કરાઇ છે. ઝેરી દારૂના કારણે બરવાળા અને ધંધુકામાં મોતનો માતમ,. બરવાળાના લઠ્ઠાકાડના કારણે આકરૂ,ઇચડી, અણિયારી, સહિતના આસપાસના ગામમાં મોતનું મામત છવાયું છે. ઝેરી દારૂની અસરથી ચંદરવામાં 2 અને દેવગણામાં 2 લોકોના મોત થયા છે.
ઝેરી દારૂ પીનાર લોકોની હાલત એટલી ગંભીર છે કે હજુ પણ મોતનો આંકડો વધી શકે છે. અસરગ્રસ્તોની અમદાવાદ, ભાવનગર,બોટાદ, ધંધુકાની હોસ્પિટલમાં સારવાર થઇ રહી છે. આ સમગ્ર ઘટનામાં મિથેનોલનો સપ્લાય કરનાર બે શખ્સની પણ પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદના લાંભા પાસેથી રાજુ નામના શખ્સની એટીએસએ ધરપકડ કરી છે તો પીપળજથી જયેશ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા તમામ શખ્સોની સઘન પૂછપરછ થઇ રહી છે. પૂછપરછમાં બરવાળાના ચોકડી ગામના સખ્સને રાજુએ કેમિકલ આપ્યોનો ખુલાસો થયો છે.
રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ શું કહ્યું
લઠ્ઠાકાંડને લઈને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રેસ કોંફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું તપાસ માટે ખાસ ટીમની રચના કરાશે. તમામ આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે . જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પણ લેવાશે. અમદાવાદ ગ્રામ્ય અને બોટાદ જીલ્લામાં કેમિકલ પોઇસિંગ અંગે

બરવાળા લઠ્ઠાકાંડ પર પ્રતિક્રિયા આપતા કોગ્રેંસ પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે ભાજપ પર સાધ્યુ નિશાન
જગદીશ ઠાકોરે કહ્યું, લઠ્ઠાકાંડમાં જેના મૃત્યુ થયા તેમના પરિવારને સાંત્વના પાઠવું છું. વારંવાર ગુજરાતમાં લઠ્ઠાકાંડ કેમ થાય છે તે સવાલ ઊભા થાય છે. પોલીસ તંત્ર અને ભાજપ સરકારે આ લઠ્ઠાકાંડને દબાવી રાખ્યું છે. પોલીસ અને ભાજપના લોકો દારૂના ધંધામાં 30 ટકાના ભાગીદાર છે, આ મારો આક્ષેપ નથી સાબિત કરી શકું છું. ગૃહમંત્રી મારી સાથે આવે તો સાબિત કરી શકું છું કે ગુજરાતમાં કન્ટેનરમાં દારૂ આવે છે. કન્ટેનર આવે ત્યારે 100 ગાડીઓ તેનું કટિંગ કરીને લઈ જાય છે. દારૂનું કટિંગ થાય ત્યારે કોણ હોલસેલર બનશે તેની સિન્ડિકેટ ગુજરાતમાં ચાલે છે. પોલીસ 30 ટકા , ભાજપના લોકો 30 ટકા અને બાકી બુટલેગર એમ ત્રણ લોકોની ભાગીદારી થી ગુજરાતમાં દારૂ વેચાય છે .
લઠ્ઠાકાંડને લઈ કેજરીવાલે આપ્યું નિવેદન
Gujarat | We pay our condolences to those who died in the hooch tragedy, we also pray for the speedy recovery of those who are currently under treatment in the hospital: Delhi CM Arvind Kejriwal on hooch tragedy in Dhandhuka, Ahmedabad pic.twitter.com/LZD8zDsxqC
— ANI (@ANI) July 26, 2022