5G Service Launch: દેશભરમાં કેટલા વર્ષમાં 5G સર્વિસ થશે ઉપલબ્ધ ? જાણો IT મંત્રીએ શું કહ્યું
5G Service Launch: દેશમાં બે વર્ષમાં 5G ઉપલબ્ધ થશે તેમ કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે એક ઈવેન્ટમાં જણાવ્યું.
5G Service Launch: દેશમાં બે વર્ષમાં 5G ઉપલબ્ધ થશે તેમ કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે એક ઈવેન્ટમાં જણાવ્યું. તેમણે કહ્યું ભારતમાં 5G ટેલિકોમ સેવાઓ ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થશે અને સરકાર 2 વર્ષની અંદર સમગ્ર દેશને આવરી લેવાનું લક્ષ્ય ધરાવે છે. અશ્વિની વૈષ્ણવે અગાઉ કહ્યું હતું કે ભારત ઓક્ટોબર સુધીમાં 5G સેવાઓ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.
સરકારે ઓગસ્ટમાં ટેલિકોમ સર્વિસ કંપનીઓને સ્પેક્ટ્રમ ફાળવણી પત્રો જારી કર્યા હતા. આ પછી સરકારે તેમને 5G સેવાઓના રોલઆઉટ માટે તૈયારી કરવા કહ્યું. આ સ્પેક્ટ્રમ ફાળવણી સાથે, ભારત હાઇ-સ્પીડ 5G ટેલિકોમ સેવાઓ શરૂ કરવાના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.
Very soon 5G services will be launched & our target will be to, practically cover the entire country with 5G services within 2 years. Investment of around 35 billion USD for 5G. Digital health initiatives will be available to all: Union IT Minister Ashwini Vaishnaw, in Delhi pic.twitter.com/YuHMcmBKMk
— ANI (@ANI) September 25, 2022
રિલાયન્સ જિયોએ પહેલેથી જ જાહેરાત કરી છે કે તે આ વર્ષે દિવાળી સુધીમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ જેવા ઘણા મોટા શહેરોમાં હાઈ-સ્પીડ 5G ટેલિકોમ સેવાઓ શરૂ કરશે. આ પછી, તેનું 5G નેટવર્ક ડિસેમ્બર 2023 સુધીમાં દેશભરના દરેક શહેર, તાલુકા અને નગરોમાં વિસ્તરણ કરવામાં આવશે.
5G શું છે અને તે 3G અને 4G સેવાઓથી કેવી રીતે અલગ છે?
5G એ પાંચમી પેઢીનું મોબાઇલ નેટવર્ક છે જે ખૂબ જ ઊંચી ઝડપે ડેટાના મોટા સેટને ટ્રાન્સમિટ કરે છે. 3G અને 4G ની તુલનામાં, 5G ખૂબ ઓછો સમય લે છે. 5G રોલઆઉટથી માઇનિંગ, વેરહાઉસિંગ, ટેલિમેડિસિન અને ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં રિમોટ ડેટા મોનિટરિંગમાં વધુ વિકાસ થવાની અપેક્ષા છે.
હરાજીમાં ભાગ લેનારી કંપનીઓ
સ્પેક્ટ્રમની હરાજીમાં ચાર મુખ્ય સહભાગીઓ રિલાયન્સ જિયો, અદાણી ગ્રુપ, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા હતા.
હરાજીથી સરકારને કેટલી આવક થઈ?
તાજેતરમાં પૂર્ણ થયેલી હરાજીમાંથી DoTને કુલ રૂ. 1.50 લાખ કરોડની બિડ મળી હતી. હરાજીમાંથી આવક શરૂઆતમાં રૂ. 80,000-90,000 કરોડ હોવાનો અંદાજ હતો. 5G સેવાઓ 4G કરતાં લગભગ 10 ગણી ઝડપી હોવાની અપેક્ષા છે.
આ પણ વાંચોઃ
5G India Launch Date: ભારતમાં આ તારીખે લોન્ચ થશે 5G, PM મોદી કરશે લોન્ચ