શોધખોળ કરો

Aadhaar Card: આધાર કાર્ડને પ્રાદેશિક ભાષામાં પણ કરાવી શકાય છે અપડેટ, જાણો સરળ રીત

Aadhaar Card Update: જો તમે તમારા આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારની ભૂલને અપડેટ કરવા માંગો છો તો તેના માટે આધાર કાર્ડ જારી કરતી સંસ્થા UIDAIની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ પર ક્લિક કરો.

Aadhaar Card Update: છેલ્લા કેટલાક વર્ષોમાં આધાર કાર્ડની ઉપયોગિતા ખૂબ જ ઝડપથી વધી છે. આજકાલ આ કાર્ડનો ઉપયોગ લગભગ દરેક જગ્યાએ થઈ રહ્યો છે. આધાર કાર્ડનો ઉપયોગ બાળકના શાળામાં પ્રવેશથી લઈને કોલેજમાં પ્રવેશ સુધી, મુસાફરી દરમિયાન આઈડી પ્રૂફ તરીકે, બેંક ખાતું ખોલાવવા અથવા ડીમેટ ખાતું ખોલાવવા માટે થાય છે. કોરોના મહામારીથી બચવા માટે રસી મેળવતી વખતે પણ તેની જરૂર પડે છે. આની સાથે પ્રોપર્ટી ખરીદતી વખતે કે જ્વેલરી ખરીદતી વખતે પણ તમારે આધાર કાર્ડની જરૂર પડે છે.

 આવી સ્થિતિમાં, જો આધાર કાર્ડમાં કોઈ ભૂલ હોય તો તમારે તેને તાત્કાલિક અપડેટ કરવાની જરૂર છે. દેશમાં અંગ્રેજીના બદલે માત્ર સ્થાનિક ભાષા જ જાણતા હોય તેવા લોકોની મોટી સંખ્યા છે.  આવા લોકોની સુવિધા માટે UIDAI એ સ્થાનિક ભાષામાં પણ આધાર કાર્ડ અપડેટ કરવાની સુવિધા પૂરી પાડી છે. જો તમે પણ સ્થાનિક ભાષામાં આધાર કાર્ડ અપડેટ કરવા માંગો છો તો આ વિશે જાણો.

પ્રાદેશિક ભાષા આધારને કેવી રીતે અપડેટ કરવું-

  • જો તમે તમારા આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારની ભૂલને અપડેટ કરવા માંગો છો તો તેના માટે આધાર કાર્ડ જારી કરતી સંસ્થા UIDAIની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ પર ક્લિક કરો.
  •  આ વેબસાઈટ પર ક્લિક કરતાની સાથે જ તમારે આધાર સર્વિસ સેક્શન અપડેટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમને તમારા આધારનો 12 અંકનો અનન્ય નંબર પૂછવામાં આવશે.
  • જે ભર્યા પછી તમારે કેપ્ચા કોડ ભરવાનો રહેશે. આ પછી તમને કેટલીક વિગતો માટે પૂછવામાં આવશે.
  • આ પછી  તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે. જે નાંખ્યા પછી અપડેટ ડેટા બટન પર ક્લિક કરો.
  • હવે જો તમે તમારી પ્રાદેશિક ભાષામાં આધાર અપડેટ કરવા માંગતા હોવ તો આવી સ્થિતિમાં પ્રાદેશિક ભાષાનો વિકલ્પ પસંદ કરો.
  • તે પછી તમે વિગતો ભરો.વિગતો ભરતી વખતે ખાસ ધ્યાન રાખો કે બધી વિગતો સાચા ઉચ્ચારમાં હોય.
  • આ પછી ફરીથી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે, જે દાખલ કર્યા પછી Proceed વિકલ્પ પર ક્લિક કરો.
  • આગળ તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે. તમે નેટ બેંકિંગ વગેરે દ્વારા ફી ભરી શકો છો.
  • આ પછી, તમને 3 અઠવાડિયાની અંદર અપડેટેડ આધાર કાર્ડ મળી જશે.
  • તમે આ આધાર કાર્ડ ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય તમે PVC આધાર કાર્ડ પણ ઓર્ડર કરી શકો છો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
1 વર્ષમાં 70% તૂટ્યો આ શેર, હવે માલિકે વેંચ્યો હિસ્સો, રોકાણકારોને રાતા પાણીએ રડવાનો આવ્યો વારો
1 વર્ષમાં 70% તૂટ્યો આ શેર, હવે માલિકે વેંચ્યો હિસ્સો, રોકાણકારોને રાતા પાણીએ રડવાનો આવ્યો વારો
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ
Embed widget