શોધખોળ કરો

આધારકાર્ડમાં જન્મતારીખ ખોટી લખાય ગઈ હોય તો આ રીતે બદલો, જાણો સરળ રીત 

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા આપવામાં આવતા આધાર કાર્ડમાં  તમારી માહિતી હોય છે. જેમાં તમારું નામ, જન્મ તારીખ, સરનામું અને બાયોમેટ્રિક વિગતો સામેલ છે.

આધાર કાર્ડ(Aadhaar Card)ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે. સિમ કાર્ડ મેળવવું હોય, બેંકમાં ખાતું ખોલાવવું હોય, લોન લેવી હોય, રેશન કાર્ડ બનાવવું હોય કે પીએફના પૈસા ઉપાડવા હોય આવા કોઈપણ કામ માટે આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા આપવામાં આવતા આધાર કાર્ડમાં  તમારી માહિતી હોય છે. જેમાં તમારું નામ, જન્મ તારીખ, સરનામું અને બાયોમેટ્રિક વિગતો સામેલ છે.

લોકો ઘણીવાર આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ચિંતિત રહે છે કારણ કે તેમની પાસે સાચી માહિતી નથી હોતી. આપણે જોયું છે કે ઘણીવાર ઘણા લોકોના આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ કે સરનામું ખોટું હોય છે. આવી સ્થિતિમાં, જો તમારા આધારમાં આવી કોઈ ભૂલ છે, તો તેને વહેલી તકે સુધારી લો. અન્યથા તમે ઘણી સરકારી યોજનાઓનો લાભ લઈ શકશો નહીં. અહીં અમે તમને જણાવીશું કે જો તમારા આધારમાં જન્મ તારીખ (Aadhaar card date of birth change) ખોટી છે, તો તમે તેને કેવી રીતે સુધારી શકો છો. 

જો તમારા આધાર કાર્ડમાં જન્મતારીખ ખોટી રીતે છપાયેલી હોય તો જાણો UIDAIના નિયમો આ માટે શું કહે છે. નિયમો અનુસાર, તમે માત્ર એક જ વાર આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારી શકો છો.

જો તમારા આધાર કાર્ડમાં જન્મ તારીખ ખોટી છે તો તેને સુધારવા માટે તમારે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે. જો તમે ઇચ્છો તો, તમે કોઈપણ દસ્તાવેજ જેમ કે પાન કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, બેંક પાસબુક, યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતા પ્રમાણપત્રનો ઉપયોગ કરી શકો છો.

તમે તમામ જરૂરી દસ્તાવેજો સાથે તમારા નજીકના આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને આધારમાં થયેલી ભૂલોને સુધારી શકો છો. તો ચાલો જાણીએ કે આધાર કાર્ડમાં જન્મતારીખ સુધારવાની સરળ પ્રક્રિયા શું છે ? 

  • આ માટે તમારે તમારા નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે.
  • અહીં ગયા પછી તમારે કાઉન્ટર પરથી કરેક્શન ફોર્મ ભરવાનું રહેશે.
  • આમાં તમારે તમારું નામ, આધાર નંબર અને માહિતી આપવી પડશે જે તમે સુધારવા માંગો છો.
  • ઉદાહરણ તરીકે, જો તમે જન્મ તારીખ બદલવા માંગતા હો, તો વિગતો ભરો અને ફોર્મ સબમિટ કરો.
  • હવે આધાર કેન્દ્ર પર હાજર અધિકારીઓ તમારી બાયોમેટ્રિક વિગતો લેશે અને તેનું વેરિફિકેશન કરશે.
  • જેમાં તમારી ફિંગર પ્રિન્ટથી લઈને આઈ સ્કેન સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે.
  • આ સાથે તમારું ફોર્મ ચેક કરવામાં આવશે અને તમારી પાસેથી માહિતી કન્ફર્મ કરવામાં આવશે.
  • આ પછી, જો તમારા દસ્તાવેજો સાચા જણાય છે, તો તમારી જન્મ તારીખ અપડેટ કરવામાં આવે છે.
  • આધારમાં જન્મ તારીખ બદલવા માટે તમારે 50 રૂપિયા ફી ચૂકવવા પડશે.
  • થોડા દિવસોમાં આધાર કાર્ડમાં નવી જન્મતારીખ અપડેટ થઈ જશે.
  • તમને આધાર કેન્દ્ર પર URN સ્લિપ આપવામાં આવે છે. જેનો ઉપયોગ કરીને તમે તમારી આધાર અપડેટ વિનંતીનું સ્ટેટસ ઓનલાઈન ટ્રેક કરી શકો છો.
    આ પછી, જો તમે ઇચ્છો તો, તમે UIDAI સાઇટ પર જઈને અપડેટ કરેલ આધાર ડાઉનલોડ કરી શકો છો.

તમને જણાવી દઈએ કે આધારમાં સુધારા માટે કેટલાક નિયમો ખૂબ જ કડક છે. ઘણી વખત એવી ફરિયાદો મળે છે કે લોકો તેમના આધારને એક વખત સુધારી લે છે, પરંતુ ભૂલો હજુ પણ રહે છે અને ફરીથી સુધારવું ખૂબ મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને જો જન્મતારીખમાં ભૂલ હોય, તો તમને તેને માત્ર એક જ વાર સુધારવાની તક મળે છે. જો કે, તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને એ પણ જણાવી રહ્યા છીએ કે આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ.

આ માટે, તમારે તમારા જન્મતારીખના પ્રમાણપત્ર સાથે આધાર કેન્દ્ર પર જવું પડશે અને અપવાદરૂપ અપડેટ માટે અરજી કરવી પડશે. જો UIDAI ને લાગે છે કે તમારી આધાર અપડેટ વિનંતી સાચી છે તો તેને સુધારી લેવામાં આવશે, અન્યથા તમારી વિનંતી રદ પણ થઈ શકે છે.  

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: લેવલ-10 કર્મીઓને મળશે ₹34 લાખનો વધારો? સમજો ગણિત
8મું પગાર પંચ: લેવલ-10 કર્મીઓને મળશે ₹34 લાખનો વધારો? સમજો ગણિત
8મું પગાર પંચ: મુંબઈમાં મળશે મહત્વની બેઠક, પગાર-પેન્શન પર શું થશે મોટો નિર્ણય?
8મું પગાર પંચ: મુંબઈમાં મળશે મહત્વની બેઠક, પગાર-પેન્શન પર શું થશે મોટો નિર્ણય?
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
વરિષ્ઠ નાગરિકો માટે રોકાણની સુવર્ણ તક: આ 5 સરકારી બેંકો FD પર આપી રહી છે 7.25% સુધી વ્યાજ!
વરિષ્ઠ નાગરિકો માટે રોકાણની સુવર્ણ તક: આ 5 સરકારી બેંકો FD પર આપી રહી છે 7.25% સુધી વ્યાજ!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
Embed widget