શોધખોળ કરો
Advertisement
ભારતીય સ્ટેટ બેન્કે NEFT અને RTGS ટ્રાજેક્શન પર ચાર્જ ખત્મ કર્યો
બેન્ક દ્ધારા એક નિવેદનમાં જણાવ્યુ હતું કે, એક જૂલાઇ 2019થી યોનો એપ, ઇન્ટરનેટ બેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગ મારફતે આરટીજીએસ અને એનઇએફટી ટ્રાજેક્શન પર કોઇ ચાર્જ નહી લાગે
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક દ્ધારા NEFT અને RTGS ટ્રાજેક્શન પર લાગનાર ચાર્જ ખત્મ કરવાની જાહેરાત બાદ દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કે જાહેરાત કરી હતી કે તેણે આ સેવાઓ પર લાગનાર ચાર્જને સમાપ્ત કરી દીધો છે. બેન્ક દ્ધારા એક નિવેદનમાં જણાવ્યુ હતું કે, એક જૂલાઇ 2019થી યોનો એપ, ઇન્ટરનેટ બેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગ મારફતે આરટીજીએસ અને એનઇએફટી ટ્રાજેક્શન પર કોઇ ચાર્જ નહી લાગે. ત્યારબાદ એક ઓગસ્ટ 2019થી બેન્ક આઇએમપીએસ પર લાગનાર ચાર્જ પર ખત્મ કરી દેશે.
એસબીઆઇના એમડી (રિટેલ અને ડિઝિટલ બેન્કિંગ) પી. કે ગુપ્તાએ કહ્યું કે, ગ્રાહકોને સુવિધાઓ આપવી અને તેમને ફંડ ટ્રાન્સફર માટે ડિઝિટલ રૂટ અપનાવવા પ્રોત્સાહિત કરવા અમારી રણનીતિનો હિસ્સો છે. પોતાની રણનીતિ અને કેન્દ્ર સરકારના ડિઝિટલ ઇકોનોમીનું નિર્માણના સપનાને સાકાર કરવા માટે એસબીઆઇએ કોઇ પણ ખર્ચ વિના યોનો, ઇન્ટરનેટ બેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગ મારફતે એનઇએફટી અને આરટીજીએસ ટ્રાજેક્શન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે અનેક પગલા ઉઠાવ્યા છે.
એસબીઆઇની બેન્ક બ્રાન્ચ મારફતે ટ્રાજેક્શન કરનારા ગ્રાહકો માટે એનઇએફટી અને આરટીજીએસ ટ્રાજેક્શન પર ચાર્જમાં 20 ટકાનો ઘટાડો કર્યો છે. જ્યાં સુધી આઇએમપીએસની વાત છે તો બેન્ક બ્રાન્ચ મારફતે 1000 રૂપિયા સુધીના ફંડ ટ્રાન્સફર કરવાનારા ગ્રાહકોને કોઇ ચાર્જ આપવો પડશે નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement