શોધખોળ કરો
Advertisement
ગુજરાત સહિત દેશમાં શાખાઓ ધરાવતી આ બેંકના ખાતાધારકો દિવસમાં 1000 રૂપિયા જ ઉપાડી શકશે, જાણો વિગત
આરબીઆઈની આ કાર્રવાઈની અસર ખાતાધારકો પર પણ થશે. જે અંતર્ગત હવે કોઈપણ જમાકર્તા પોતાના બચત ખાતા, ચાલુ ખાતા કે કોઈપણ અન્ય ખાતામાંથી 1,000 રૂપિયાથી વધારે રકમ ઉપાડી નહીં શકે.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર સહકારી બેંક લિમિટેડ (પીએમસી બેંક) પર છ મહિનાનો પ્રતિબંધ લગાવ્યો છે. રિઝર્વ બેંકે અનિયમિતતાના આરોપમાં પીએમસી બેંક પર આ કાર્રવાઈ કરી છે. તેની સાથે જ પીએમસી બેંકની તમામ લેવડ દેવડ પર નજર રાખવા માટે વિશેષ દિશા નિર્દેશ જારી કર્યા છે. આરબીઆઈની આ કાર્રવાઈની અસર ખાતાધારકો પર પણ થશે. જે અંતર્ગત હવે કોઈપણ જમાકર્તા પોતાના બચત ખાતા, ચાલુ ખાતા કે કોઈપણ અન્ય ખાતામાંથી 1,000 રૂપિયાથી વધારે રકમ ઉપાડી નહીં શકે.
આરબીઆઈના નોટીફિકેશન અનુસાર હવે પીએમસી બેંકે બેન્કિંગ સંબંધિત કોઈપણ લેવડ દેવડ કરતાં પહેલા આરબીઆઈની લેખીતમાં મંજૂરી લેવી પડશે. એટલે કે આરબીઆઈના મંજૂરી વગર કોઈપણ લોન આપવી કે આગળ વધારી નહીં શકાય. ઉપરાંત બેંક પોતાની મરજી અનુસાર કોઈપણ જગ્યાએ રોકાણ નહીં કરી શકે. જોકે કર્મચારીઓને પગાર આપવા જેવી ખૂબ જ જરૂરી વસ્તુઓમાં બેંકને કેટલીક છૂટછાટ આપવામાં આવી છે.
આરબીઆઈના આ દિશા નિર્દેશ આગામી છ મહિના સુધી લાગુ રહેશે. આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે બેંકનું લાઈસન્સ રદ્દ કરવામાં નથી આવ્યું અને બેંક આગામી નિર્દેશ સુધી બેન્કિંગ વ્યવસાય ચાલુ રાખશે. આગાળની પરિસ્થિતિને આધારે આરબીઆઈ નિર્ણય કરશે.
નોંધનીય છે કે, માર્ચ 2019 સુધીમાં પીએમસી બેંકમાં 11,500 કરોડ રૂપિયાથી વધારે રકમ જમા કરવામાં આવી છે. આ બેંકની મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, ગોવા, ગુજરાત, આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં અંદાજે 137 શાખાઓ છે.
વડોદરામાં આગામી મહિને રમાશે આંતરરાષ્ટ્રીય વન ડે મેચ, જાણો કઈ બે ટીમ વચ્ચે થશે ટક્કર
અમદાવાદમાં વરસાદ બાદ બિસ્માર થઈ ગયેલા રોડ રસ્તાને રિપેર કરવામાં તંત્ર લાગ્યુ કામે, જાણો દરેક ઝોનમાં કેટલું કર્યું કામ
કોંગ્રેસમાં જોડાવાને લઈ હરિયાણી સિંગર સપના ચૌધરીએ કર્યો મોટો ખુલાસો, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement
gujarati.abplive.com
Opinion