Air India: એર ઈન્ડિયાના પાઈલટ અને કેબિન ક્રૂના પગારમાં થયો વધારો, કંપનીએ પગાર માળખામાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય કર્યો!
Air India News: ફેબ્રુઆરી 2023માં, એર ઈન્ડિયાએ 4200 કેબિન ક્રૂ તાલીમાર્થીઓ અને 900 પાઈલટની ભરતી કરવાની જાહેરાત કરી.
Air India Update: એર ઈન્ડિયાએ તેના પાઈલટ અને કેબિન-ક્રુ મેમ્બર્સના પગારમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. 5 વર્ષના ટ્રાન્સફોર્મેશન પ્લાન હેઠળ, એર ઈન્ડિયા તેના 2700 પાઈલટોના પગારમાં વધારો કરશે, જેમાં એર એશિયા ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસના પાઈલટનો સમાવેશ થાય છે. આ સિવાય 5600 કેબિન ક્રૂના પગારમાં પણ વધારો કરવામાં આવશે. ટાટા ગ્રુપની એર ઈન્ડિયાએ પાઈલટ્સ અને કેબિન ક્રૂ મેમ્બર્સના વળતરના માળખામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.પાઈલટ્સના કલાકદીઠ ફ્લાઈંગ રેટમાં પણ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એર ઈન્ડિયા ગેરંટીવાળા ફ્લાઈંગ એલાઉન્સ ઘટકને 20 કલાકથી 40 કલાક કરવા જઈ રહી છે. આ સિવાય ટ્રેનિંગ માટે જતા પાઇલટ્સના વધારાના ભથ્થામાં પણ વધારો કરવામાં આવશે. એર ઈન્ડિયા કલાકદીઠ ફ્લાઈંગ રેટ અને પાઈલટોના ફ્લાઈંગ એલાઉન્સમાં પણ વધારો કરશે.
એર ઈન્ડિયા તેના તાલીમાર્થી સ્ટાફનું સ્ટાઈપેન્ડ બમણું કરશે, તેમજ લાંબા સમય સુધી સેવા આપતા સ્ટાફને વધારાના ઈનામો આપશે. ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટ ધરાવતા 800 પાઇલોટ્સ કે જેમનો કોન્ટ્રાક્ટ 5 વર્ષ માટે રિન્યુ કરવામાં આવ્યો હતો તે પાઇલટ્સની ઉંમર 58 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી લંબાવવામાં આવશે. એર ઈન્ડિયા પાસે 4700 ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટ કેબિન ક્રૂ સભ્યો છે જ્યારે 100 કાયમી કેબિન ક્રૂ હાજર છે. આ સિવાય એર ઈન્ડિયા જુનિયર ફર્સ્ટ ઓફિસર અને સિનિયર કમાન્ડર લેવલની બે પોસ્ટ શરૂ કરશે.
એર ઈન્ડિયાએ નિર્ણય લીધો છે કે 4 કે તેથી વધુ વર્ષ સુધી કમાન્ડર તરીકે ઉડાન ભરી ચૂકેલા પાઈલટોને વરિષ્ઠ કમાન્ડરના પદ પર પ્રમોશન આપવામાં આવશે. તેમને મેનેજમેન્ટ કેડરમાં સમાવેશ કરવા સાથે એક્ઝિક્યુટિવ ડ્યુટી માટે અલગ ભથ્થું આપવામાં આવશે.
કેબિન ક્રૂ ઓર્ગેનાઈઝેશનની રચના કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. પરમેનન્ટ અને ફિક્સ્ડ ટર્મ કોન્ટ્રાક્ટ કેબિન ક્રૂને ચાર સેગમેન્ટમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં ટ્રેઇની કેબિન ક્રૂ, કેબિન ક્રૂ, કેબિન સિનિયર અને કેબિન એક્ઝિક્યુટિવનો સમાવેશ થાય છે. ફેબ્રુઆરીમાં, એર ઈન્ડિયાએ 4200 કેબિન ક્રૂ તાલીમાર્થીઓ અને 900 પાઈલટની ભરતીની જાહેરાત કરી હતી.