Lockdown in India: શું મે મહિનામાં ફરીથી લોકડાઉન લાગશે? કોરોનાના વધતા કેસ વચ્ચે જાણો આ સમાચારનું સત્ય
ડેઈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ નામની યુ ટ્યુબ ચેનલ જેમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે તેના 2.63 મિલિયન સબસ્ક્રાઈબર્સ છે.
PIB Fact Check: દેશમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે, જેના કારણે ચિંતા વધી ગઈ છે. આ દરમિયાન લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું દેશમાં ફરી એકવાર લોકડાઉન (Corona Lockdown) લાગુ કરવામાં આવશે. આ અંગે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અફવાઓ પણ ફેલાવવામાં આવી રહી છે. ઘણી YouTube ચેનલો પર લોકડાઉનના સમાચાર ચાલી રહ્યા છે, જેના વિશે PIBએ ટ્વિટ કર્યું છે.
પીઆઈબી ફેક્ટ ચેકે (PIB Fact Check) તેની ટ્વિટર વોલ પર લખ્યું છે કે 'ડેઈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ' નામની યુ ટ્યુબ ચેનલના એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોના વાયરસના સંક્રમણમાં વધારો થવાને કારણે મે મહિનામાં ભારતમાં લોકડાઉન રહેશે. PIB ફેક્ટ ચેકમાં આ દાવો નકલી હોવાનું જાણવા મળ્યું છે. મહેરબાની કરીને ફેક ન્યૂઝથી સાવધ રહો અને આવા સમાચાર આગળ શેર કરશો નહીં.
ડેઈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ નામની યુ ટ્યુબ ચેનલ જેમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે તેના 2.63 મિલિયન સબસ્ક્રાઈબર્સ છે. એટલે કે આ ફેક ન્યૂઝ લોકોમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે. આ જ કારણ છે કે તમને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. એટલે કે, તમારે આવા સમાચારો પર ધ્યાન આપવું જોઈએ નહીં અને સોશિયલ મીડિયા પર આવા સમાચાર આગળ શેર કરવા જોઈએ નહીં.
'Daily Trending News' नामक #YouTube चैनल के एक वीडियो में दावा किया जा रहा है कि #कोरोनावायरस संक्रमण के बढ़ने के कारण मई में भारत में लगेगा लॉकडाउन#PIBFactCheck
▶️ यह दावा #फ़र्ज़ी है
▶️ कृपया फ़र्ज़ी खबरों से सावधान/सतर्क रहे एवं ऐसी खबरों को आगे साझा न करें pic.twitter.com/tjIUmtmsaW — PIB Fact Check (@PIBFactCheck) April 17, 2023
જો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવે છે અને તમે તેની સત્યતા જાણવા માગો છો તો આ રીત સરળ છે. તમે PIB દ્વારા હકીકતની (PIB Fact Check) તપાસ કરાવી શકો છો. આ માટે તમારે સત્તાવાર લિંક https://factcheck.pib.gov.in/ પર જવાની જરૂર છે. આ સિવાય તમે વોટ્સએપ નંબર +918799711259 અથવા ઈમેલ: pibfactcheck@gmail.com પર પણ વીડિયો મોકલી શકો છો.