Air India Urination Row: એર ઈન્ડિયા પર 30 લાખનો દંડ, 3 મહિના માટે પાઈલટનું લાઇસન્સ સસ્પેન્ડ, પેશાબ કૌભાંડમાં DGCAની મોટી કાર્યવાહી
એરક્રાફ્ટ રૂલ્સ 1937 ના નિયમ 141 અને લાગુ DGCA ના નાગરિક ઉડ્ડયન નિયમો હેઠળ તેની ફરજ નિભાવવામાં નિષ્ફળતા માટે પાઇલટ પર આ કાર્યવાહી કરવામાં આવી છે.
Air India Urination Row: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પેશાબ કરવાની ઘટનાને લઈને શુક્રવારે એરલાઈન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. DGCA નાગરિક ઉડ્ડયન નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એર ઈન્ડિયાને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત પાઈલટ-ઈન-કમાન્ડનું લાઇસન્સ પણ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. એરક્રાફ્ટ રૂલ્સ 1937 ના નિયમ 141 અને લાગુ DGCA ના નાગરિક ઉડ્ડયન નિયમો હેઠળ તેની ફરજ નિભાવવામાં નિષ્ફળતા માટે પાઇલટ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સિવાય એર ઈન્ડિયાની ફ્લાઈટ સર્વિસમાં ડાયરેક્ટર પર ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
કેસમાં પીડિત મહિલાએ એર ઈન્ડિયા પર સમયસર પગલાં ન લેવાનો અને સમાધાન કરવાનો આરોપ લગાવ્યો હતો, જેના પછી DGCAએ એર ઈન્ડિયાને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. આ પછી ડીજીસીએએ એર ઈન્ડિયાને પૂછ્યું છે કે શા માટે તમારી સામે કાર્યવાહી ન કરવામાં આવે. તમે તમારી જવાબદારી યોગ્ય રીતે પૂર્ણ કરી નથી, પરંતુ તેમ છતાં ન્યાયિક પ્રક્રિયાને ધ્યાનમાં લેતા, તમને જવાબ આપવા માટે બે અઠવાડિયાનો સમય આપવામાં આવશે. તેના આધારે જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
મહિલા પેસેન્જરે પોતાની ફરિયાદમાં લખ્યું છે કે, “હું ફ્લાઇટ AI102માં મારા બિઝનેસ ક્લાસની મુસાફરી દરમિયાન બનેલી ભયાનક ઘટના અંગે મારી ઊંડી નિરાશા વ્યક્ત કરવા લખી રહી છું. આ હું અત્યાર સુધીની સૌથી પીડાદાયક ફ્લાઇટ રહી છે. ફ્લાઇટ દરમિયાન, લંચના થોડા સમય પછી, લાઇટ બંધ થઈ ગઈ. જ્યારે હું સૂવા માટે તૈયાર થઈ રહી હતી ત્યારે એક નશામાં ધૂત પેસેન્જર તેની સીટ પર આવ્યો અને પેશાબ કર્યો. અન્ય મુસાફરોએ તેને મનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સંમત ન થયો. તેણે AI કેબિન ક્રૂને આ ઘટના પ્રત્યે અસંવેદનશીલ ગણાવ્યું. તેણે કહ્યું કે ક્રૂએ તેને બદલવા માટે માત્ર પાયજામા અને ચપ્પલની જોડી આપી હતી, પરંતુ આ કૃત્ય બદલ પુરુષ મુસાફર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
Air India (AI) passenger urinating case of Nov 26 |
— ANI (@ANI) January 20, 2023
DGCA imposes a fine of Rs 30 lakhs on Air India for violation of rules, suspends the license of Pilot-In-Command of the flight for 3 months for failing to discharge his duties&Rs 3 lakhs fine on AI's Director-in-flight services
26 નવેમ્બરે ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં બેઠેલી 70 વર્ષની મહિલા પેસેન્જર પર નશામાં શંકર મિશ્રાએ પેશાબ કર્યો હતો. આ કેસમાં પોલીસે આરોપીની 7 જાન્યુઆરીએ બેંગલુરુથી ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ ઘટનાના 42 દિવસ બાદ તેની ધરપકડ થઈ છે. મુંબઈનો રહેવાસી શંકર સતત ફરાર હતો, ત્યારબાદ તેની સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી. બાદમાં પોલીસે તેના મોબાઈલ લોકેશનના આધારે આરોપીની ધરપકડ કરી હતી.પોલીસે તેની સામે IPC 354,294,509,510 હેઠળ ગુનો નોંધ્યો છે.