શોધખોળ કરો
Advertisement
આકાશ-શ્લોકા પ્રી-વેડિંગ: ફાલ્ગુની પાઠકે અંબાણી પરીવારને ડોલાવ્યા, આવો હતો અંદરનો માહોલ
મુંબઈ: મુકેશ અને નીતા અંબાણીના આંગણે ફરીવાર અવસર આવ્યો છે. ઈશા અંબાણીના રોયલ વેડિંગ બાદ પુત્ર આકાશના લગ્નના રંગમાં અંબાણી પરિવાર રંગાયો છે.
9 માર્ચે આકાશ બાળપણની મિત્ર શ્લોકા સાથે લગ્નગ્રંથીથી જોડાશે. વહુ લાવવા થનગની રહેલા અંબાણી પરિવારમાં પ્રી-વેડિંગ ફંક્શન્સની શરૂઆત થઈ ગઈ છે. મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયામાં મંગળવારે જાણીતા ગુજરાતી ગાયિકા ફાલ્ગુની પાઠકના પર્ફોર્મંસથી પ્રી-વેડિંગ ફંક્શનનો પ્રારંભ કરવામાં થયો હતો.
ફાલ્ગુની પાઠકના કંઠે ગવાયેલા ગીતોએ અંબાણી પરિવારને જલસો કરાવી દીધો હતો. મહેમાનો અને અંબાણી પરિવાર ફાલ્ગુની પાઠક અને તુષાર ત્રિવેદીના તાલે ડાંડિયા રમતાં જોવા મળ્યા હતાં.
મુકેશ અને નીતા અંબાણીએ મહેમાનોને આકાશ-શ્લોકાના લગ્નની કંકોત્રી પણ વહેંચી દીધી છે. આકાશ-શ્લોકાના લગ્નના ફંક્શન 3 દિવસ સુધી ચાલશે.
સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, મુંબઈમાં જ આકાશ-શ્લોકાના લગ્ન યોજાશે. આકાશ અને શ્લોકા બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા જિયો વર્લ્ડ સેન્ટરમાં સપ્તપદીના વચનો લેશે.
અંબાણી અને મહેતા પરિવારે સ્વિત્ઝરલેન્ડના St Moritzમાં ત્રણ દિવસ માટે પ્રી-વેડિંગ ફંક્શનનોનું આયોજન કર્યું છે. 23-25 ફેબ્રુઆરી વચ્ચે યોજાનારા આ કાર્યક્રમોમાં 500 જેટલા મહેમાનો સામેલ થશે.
અંબાણી પરીવારની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement