શોધખોળ કરો

દૂધમાં મોંઘવારીનો ઊભરો, આજથી અમૂલ દુધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો તોતિંગ વધારો

બીજી તરફ દૂધ સહકારી મંડળીઓમાં દૂધ ભરતા પશુપાલકો, ખેડૂતોને ચૂકવવામાં આવતી કિલોફેટ દિઠ કિંમતમાં 45થી 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની અમૂલ બ્રાંડના દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો આજથી અમલમાં આવશે. અમદાવાદ, સૌરાષ્ટ્ર અને દિલ્લી એનસીઆરમાં વેચાતા અમૂલના દૂધને આ ભાવ વધારો લાગુ પડશે. આ વિસ્તારના દૂધના કુલ માર્કેટિંગમાં અમૂલનો હિસ્સો સૌથી વધુ છે.

આ પ્રકારના દરેક વિસ્તારમાં આ ભાવ વધારો લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમૂલના એમડી આર.એસ. સોઢીના જણાવ્યા અનુસાર એક વર્ષ અને પાંચ મહિના બાદ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. મહત્તમ છુટક વેચાણ કિંમતમાં ચાર ટકા સુધીનો વધારો દર્શાવે છે.

રાજ્યમાં સુરત, મહેસાણા, વડોદરા અને આણંદ સહિતના અન્ય વિસ્તારોમાં દૂધના ભાવમાં  અગાઉથી જ વધારો કરી દેવામાં આવ્યો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ગુજરાત, રાજસ્તાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી રોજના 250 લાખ લિટર દૂધ એકત્રિત કરે છે. આ દૂધને પેશ્ચ્યુરાઈડ કરીને પેકિંગ કરીને દેશના સંખ્યાબંધ વિસ્તારોમાં મોકલી આપે છે.

બીજી તરફ દૂધ સહકારી મંડળીઓમાં દૂધ ભરતા પશુપાલકો, ખેડૂતોને ચૂકવવામાં આવતી કિલોફેટ દિઠ કિંમતમાં 45થી 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેની અગાઉ આપવામાં આવતી કિલો ફેટદીઠ કિંમત કરતા આ વધારો છ ટકા ઉંચો છે.

આ નવો ભાવ વધારો આજથી લાગૂ થશે. આ ભાવ વધારા બાદ અમદાવાદ માર્કેટમાં અમૂલ ગોલ્ડના 500 ml પાઉચનો નવો ભાવ રૂપિયા 29 થયો છે અને અમૂલ તાજા 500 ml પાઉચનો ભાવ રૂપિયા 23 થયો છે.  તો અમૂલ શક્તિ 500 ml પાઉચનો ભાવ રૂપિયા 26 થયો છે.

અમુલ ડેરી બાદ બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. બરોડા ડેરીએ ગોલ્ડમાં ચાર રૂપિયા જ્યારે શક્તિમાં લિટર દીઠ બે રૂપિયાનો વધારો કર્યો છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધતા ટ્રાંસપોર્ટેશન સહિતનો ખર્ચ વધતા ભાવ વધારો કરવામાં આવ્યો છે. જો કે અન્ય ચીજવસ્તુઓમાં કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પણ કેમ પગાર ઓછો મળશે? જુઓ DA નું ગણિત
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પણ કેમ પગાર ઓછો મળશે? જુઓ DA નું ગણિત
સોના-ચાંદીના ભાવમાં રોકેટ ગતિ: એક જ દિવસમાં ચાંદી ₹8,500 ઉછળી, સોનું 2 સપ્તાહની ટોચે!
સોના-ચાંદીના ભાવમાં રોકેટ ગતિ: એક જ દિવસમાં ચાંદી ₹8,500 ઉછળી, સોનું 2 સપ્તાહની ટોચે!
ખાનગી કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન ₹1000 થી વધીને ₹7500 થશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ
ખાનગી કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન ₹1000 થી વધીને ₹7500 થશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ
8th Pay Commission: 2.0 ફિટમેન્ટ ફેક્ટર રાખે તો કર્મચારીઓનો બેઝિક પગાર ડબલ થશે? જાણો ડિટેલ 
8th Pay Commission: 2.0 ફિટમેન્ટ ફેક્ટર રાખે તો કર્મચારીઓનો બેઝિક પગાર ડબલ થશે? જાણો ડિટેલ 

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
Embed widget