શોધખોળ કરો

Gold-Silver Price Today: માત્ર 72 કલાકમાં રોકેટની ઝડપે વધ્યાં સોના-ચાંદીના ભાવ, જાણો લેેટેસ્ટ કિંમત

Gold-Silver Price Today: પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે, રોકાણકારોએ ફરી એકવાર સુરક્ષિત રોકાણ તરીકે સોના અને ચાંદીનો વિકલ્પ પસંદ કરી રહ્યાં છે. પરિણામે, ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પશ્ચિમ એશિયા તણાવે સોના-ચાંદીની માંગ વધારી, ભાવ ઉછળ્યા.
  • સોનું ત્રણ દિવસમાં ₹5,800 વધ્યું, ₹1.52 લાખે પહોંચ્યું.
  • ચાંદી ₹13,200 વધી, ₹2.55 લાખ પ્રતિ કિલો રેકોર્ડ.

Gold-Silver Price Today: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ફરી એકવાર રોકાણકારોમાં સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીની માંગ વધી છે. જેના કારણે બંને કિંમતી ધાતુઓના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે.

આજે સોનાના ભાવમાં ફરી વધારો

13 ઓગસ્ટ, 2026ના રોજ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. આજે 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹270નો વધારો થયો છે અને ભાવ વધીને ₹1,55,130 પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. જ્યારે ગઈકાલે તેનો ભાવ ₹1,54,860 પ્રતિ 10 ગ્રામ હતો.

22 અને 18 કેરેટ સોનાનો ભાવ કેટલો?

આજે 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹250નો વધારો થયો છે. આ સાથે તેનો ભાવ વધીને ₹1,42,200 પ્રતિ 10 ગ્રામ થયો છે.

બીજી તરફ, 18 કેરેટ સોનાના ભાવમાં આજે પ્રતિ 10 ગ્રામ ₹210નો વધારો થયો છે. હવે તેનો ભાવ ₹1,16,350 પ્રતિ 10 ગ્રામ નોંધાઈ રહ્યો છે.

સોનાના ભાવમાં સતત તેજી

છેલ્લા 72 કલાકમાં સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. માત્ર 3 દિવસમાં સોનું પ્રતિ 10 ગ્રામ ₹5,800 સુધી મોંઘું થયું છે.

વળી, છેલ્લા પાંચ દિવસમાં સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹8,444થી ₹8,644 સુધીનો વધારો થયો છે. આ જોરદાર તેજીના કારણે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો ભાવ ₹1.52 લાખ પ્રતિ 10 ગ્રામના ઐતિહાસિક સ્તરને પાર કરી ગયો છે.

ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉછાળો

સોનાની સરખામણીમાં ચાંદીના ભાવમાં વધુ જોરદાર તેજી જોવા મળી છે. છેલ્લા 72 કલાકમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલો ₹13,200નો વધારો થયો છે.છેલ્લા પાંચ દિવસમાં ચાંદીના ભાવમાં ₹14,268થી ₹15,435 સુધીનો વધારો થયો છે. જેના કારણે ચાંદીનો ભાવ ₹2.55 લાખ પ્રતિ કિલોના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે.

આજે ચાંદીનો ભાવ:

  • 1 ગ્રામ: ₹255
  • 8 ગ્રામ: ₹2,040
  • 10 ગ્રામ: ₹2,550
  • 100 ગ્રામ: ₹25,500
  • 1 કિલો: ₹2,55,000

જોકે, ગઈકાલની સરખામણીમાં આજે ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.

સોના-ચાંદીના ભાવ કેમ વધી રહ્યા છે?

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવને કારણે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાનો માહોલ છે. આવી સ્થિતિમાં રોકાણકારો શેરબજાર જેવા જોખમી વિકલ્પોમાંથી નાણાં કાઢીને સોનાને સુરક્ષિત રોકાણ તરીકે પસંદ કરી રહ્યા છે. જેના કારણે સોનાની માંગ અને ભાવ બંને વધી રહ્યા છે. આ  ઉપરાંત, અમેરિકામાં રોજગારના આંકડા અને સ્થિર મોંઘવારી વચ્ચે અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની શક્યતા વધી છે. સામાન્ય રીતે વ્યાજદર ઘટવાની સ્થિતિમાં સોનાના ભાવમાં તેજી જોવા મળે છે.

અત્યારે સોનું ખરીદવું યોગ્ય છે?

જો તમે સોનું વેચવા માંગતા હો, તો હાલનો સમય સારો સાબિત થઈ શકે છે. ઊંચા ભાવનો લાભ લઈને સારા પ્રમાણમાં નફો કમાઈ શકાય છે.

જોકે, જો તમે હાલમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા હો, તો થોડો સમય રાહ જોવો વધુ સમજદારીભર્યું હોઈ શકે છે. કારણ કે ભાવમાં આટલી ઝડપી તેજી બાદ બજારમાં કરેક્શન એટલે કે ભાવમાં ઘટાડો આવવાની શક્યતા રહે છે. આવી સ્થિતિમાં ટૂંકા ગાળામાં સોનામાં રોકાણ કરવું જોખમી સાબિત થઈ શકે છે. જોકે, લાંબા ગાળાના રોકાણ માટે સોના અંગે વિચાર કરી શકાય છે.

Advertisement

ટોપ સ્ટોરી

UPI Charges: બેંક અને એપ્સ વચ્ચે કેવી રીતે વહેંચાશે MDR ના નાણાં, કોને કેટલો મળશે હિસ્સો?
UPI Charges: બેંક અને એપ્સ વચ્ચે કેવી રીતે વહેંચાશે MDR ના નાણાં, કોને કેટલો મળશે હિસ્સો?
UPI કરવા પર તમારે ચાર્જ ચૂકવવો પડશે કે નહીં? જાણો તમામ સવાલના જવાબ
UPI કરવા પર તમારે ચાર્જ ચૂકવવો પડશે કે નહીં? જાણો તમામ સવાલના જવાબ
2000ની ઉપરના UPI પર ચાર્જ કેમ જરૂરી? RBIએ સમજાવ્યું સંપૂર્ણ ગણિત
2000ની ઉપરના UPI પર ચાર્જ કેમ જરૂરી? RBIએ સમજાવ્યું સંપૂર્ણ ગણિત
બેંક FD કે પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ? જાણો ક્યાં રોકાણ કરવાથી મળશે વધુ નફો અને સુરક્ષા
બેંક FD કે પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ? જાણો ક્યાં રોકાણ કરવાથી મળશે વધુ નફો અને સુરક્ષા
Advertisement

વિડિઓઝ

Vadodara news: બાથરૂમ સાફ ન કર્યું તો સાસુએ વહુ પર એસિડ ફેંક્યું! વડોદરાની ચોંકાવનારી ઘટના
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં બીમાર પાડતું ભોજન!
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં કકળાટ કેમ ?
Vadodara news: કરજણ અકસ્માતમાં જીવ ગુમાવનાર 2 યુવાનોનું નેત્રદાન, પરિવારે લીધો સરાહનીય નિર્ણય
Rajkot Hostel Controversy: રાજકોટમાં કાલાવડ રોડ પરની એમ.જી હોસ્ટેલ વિવાદમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેરગામ તાલુકામાં ચાલુ સિઝનનો 120.60 ઈંચ વરસાદ, હજુ પણ 16 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ
ખેરગામ તાલુકામાં ચાલુ સિઝનનો 120.60 ઈંચ વરસાદ, હજુ પણ 16 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ
મક્કામાં પહેલી વાર વાગી ખતરાની ઘંટડી! મુસ્લિમોના સૌથી પવિત્ર શહેરમાં ડ્રોન કોણે મોકલ્યું?
મક્કામાં પહેલી વાર વાગી ખતરાની ઘંટડી! મુસ્લિમોના સૌથી પવિત્ર શહેરમાં ડ્રોન કોણે મોકલ્યું?
2000ની ઉપરના UPI પર ચાર્જ કેમ જરૂરી? RBIએ સમજાવ્યું સંપૂર્ણ ગણિત
2000ની ઉપરના UPI પર ચાર્જ કેમ જરૂરી? RBIએ સમજાવ્યું સંપૂર્ણ ગણિત
મહીસાગરમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત,2 મહિલાઓના મોત,નડિયાદમાં ST બસ નીચે આવી જતાં યુવકનું મોત
મહીસાગરમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત,2 મહિલાઓના મોત,નડિયાદમાં ST બસ નીચે આવી જતાં યુવકનું મોત
UPI Charges: બેંક અને એપ્સ વચ્ચે કેવી રીતે વહેંચાશે MDR ના નાણાં, કોને કેટલો મળશે હિસ્સો?
UPI Charges: બેંક અને એપ્સ વચ્ચે કેવી રીતે વહેંચાશે MDR ના નાણાં, કોને કેટલો મળશે હિસ્સો?
UPI કરવા પર તમારે ચાર્જ ચૂકવવો પડશે કે નહીં? જાણો તમામ સવાલના જવાબ
UPI કરવા પર તમારે ચાર્જ ચૂકવવો પડશે કે નહીં? જાણો તમામ સવાલના જવાબ
ટી-20 મેચમાં ઈગ્લેન્ડે ફટકાર્યા 254 રન, હેરી બ્રુકની તોફાની સદીએ રચ્યો ઈતિહાસ
ટી-20 મેચમાં ઈગ્લેન્ડે ફટકાર્યા 254 રન, હેરી બ્રુકની તોફાની સદીએ રચ્યો ઈતિહાસ
UPI પેમેન્ટ હવેથી ફ્રી નથી: પેટ્રોલ, વીજળી અને પાણીના બિલ પેમેન્ટ પર લાગશે ₹5 ચાર્જ; જાણો નવા નિયમો
UPI પેમેન્ટ હવેથી ફ્રી નથી: પેટ્રોલ, વીજળી અને પાણીના બિલ પેમેન્ટ પર લાગશે ₹5 ચાર્જ; જાણો નવા નિયમો
Embed widget