શોધખોળ કરો
Advertisement
એશિયાની ચોથી સૌથી મોટી પેઇન્ટ્સ કંપનીએ હવે ફર્નિચર ક્ષેત્રમાં ઝંપલાવ્યું, જાણો વિગત
એશિયન પેઈન્ટ્સે તેમના ડેકોર સ્ટોર્સ, સર્વિસીસ અને વેબસાઈટ માટે મધ્યવર્તી ઓળખ તરીકે બ્યુટિફુલ હોમ્સની ઘોષણા પણ કરી છે.
અમદાવાદઃ એશિયાની ચોથી સૌથી મોટી પેઈન્ટ્સ કંપની એશિયન પેઈન્ટ્સ દ્વારા ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ફર્નિચર, ફર્નિશિંગ અને ડેકોરેટિવ લાઈટિંગની પોતાની શ્રેણી લઈને આવી છે. આ નવી શ્રેણી યોગ્ય કિંમતે ઉત્કૃષ્ટ ગુણવત્તા, તૈયાર અને ગ્રાહકલક્ષી ડિઝાઈન વિકલ્પોનું વચન આપે છે. આ પ્રોડક્ટો ત્રણ બ્રાન્ડ્સ- નિલય, રોયલ અને એડોર હેઠળ ડિઝાઈન અને ડેકોર નિવારોની નવી શ્રેણી તરીકે ઓફર કરવામાં આવશે. એશિયન પેઈન્ટ્સે તેમના ડેકોર સ્ટોર્સ, સર્વિસીસ અને વેબસાઈટ માટે મધ્યવર્તી ઓળખ તરીકે બ્યુટિફુલ હોમ્સની ઘોષણા પણ કરી છે. આ ઓફર થકી ડેકોરના પ્રવાહો અને ગ્રાહકો પર સંશોધનનાં વર્ષોના અનુભવને આધારે એશિયન પેઈન્ટ્સ હોમ ડેકોર સંબંધી બધા માટે વન-સ્ટોપ- સોર્સમાં આગેવાન બને છે.
એશિયન પેઈન્ટ્સ ડિઝાઈનર વોલપેપર, પેઈન્ટ્સ અને કિચન અને બાથ્સ પ્લેયરથી ઈન્ટીગ્રેટેડ હોમ ડેકોર પ્લાયર સુધી પાર નીકળવા પ્રયત્નશીલ છે. આ નવા લોન્ચ સાથે એશિયન પેઈન્ટ્સ સ્પર્ધાત્મક કિંમત શ્રેણીમાં દરેક ગ્રાહક માટે આકાંક્ષાત્મક અપગ્રેડ પૂરા પાડે છે. ત્રણ પ્રોડક્ટ શ્રેણીઓ હેઠળ એડોર બજેટ સતર્ક ગ્રાહકો માટે પહોંચક્ષમ આધુનિક અને સમકાલીન પ્રોડક્ટનું કલેકશન છે. રોયલ વિશિષ્ટ મજબૂત વૂડ ફર્નિચર, ગ્રાહકલક્ષી અપહોલ્સ્ટર્ડ સોફા અને ડેકોરેટિવ લાઈટ્સની આવી જ શ્રેણી સાથે પેઈન્ટ પ્રોડક્ટોની લક્ઝુરિયસ શ્રેણી તરીકે તેના દીર્ઘ વારસાની ઉજવણી કરે છે. નિલય સમકાલીન ડિઝાઈનના કલેકશન સાથે આખરી ખાસ ઓફર છે, જે મનોહરતા અને કળાત્મક અદભુતતાને નવી ઊંચાઈ આપે છે. આખરે આ દરેક ત્રણ બ્રાન્ડ ખાસ ફર્નિચર, ફર્નિશિંગ્સ અને લાઈટિંગ શ્રેણીની પોતાની રેખા ધરાવે છે.
નવા લોન્ચ વિશે બોલતાં એશિયન પેઈન્ટ્સ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ અમિત સિંગલે જણાવ્યું હતું કે ઘર લોકો માટે ભાવનાત્મક જોડાણની મોટી જગ્યા હોય છે અને એશિયન પેઈન્ટ્સ હંમેશાં આ ઘર નિર્માણ ભાવનાનો હિસ્સો રહી છે. એશિયન પેઈન્ટ્સ હંમેશાં દીવાલો વિશે રહી છે અને ઘરના અન્ય ભાગોમાં પ્રવેશ કરવા માટે તેની આસપાસ હંમેશાં કામ કરી રહી છે. અમે જોયું કે એવી કોઈ સંગઠિત હોમ ડેકોર ખેલાડી નથી જે વિશ્વસનીય અને ટેકનોલોજી પ્રેરિત પરિમાણ સાથે એક સ્થળે ફર્નિચર, ફર્નિશિંગ્સ અને લાઈટિંગ્સનું વ્યાપક આયામ પૂરું પાડવા માટે સક્ષમ છે. બીજું, ઘણા બધા ગ્રાહકો એવી બ્રાન્ડ્સ જોતા હોય છે જે તેમને મનોહર, કિફાયતી અને વ્યવહારુ ડેકોર પ્રેરિત પ્રોડક્ટો પ્રદાન કરીને તેમના ડેકોરમાં કાયાકલ્પ કરવામાં મદદરૂપ થઈ શકે.
એશિયન પેઈન્ટ્સ ભારતમાં અમુક સૌથી ક્રિયાત્મક ડિઝાઈન દ્વારા તૈયાર કરવામાં આવેલી હેન્ડ- પિક્ડ પ્રોડક્ટો ઓફર કરવાથી ગ્રાહકલક્ષી તત્ત્વો નિર્માણ કરવા સુધી વિવિધ નિવારણો રજૂ કરીને આ ક્ષેત્રમાં આગેવાન બનવા માગે છે. એશિયન પેઈન્ટ્સના ફર્નિચર, ફર્નિશિંગ્સ અને લાઈટિંગમાં પોતાનાં લેબલો ગ્રાહકોને સંતુલિત કિંમતની પ્રોડક્ટ ગુણવત્તા અને ગમતી ડિઝાઈનો સાથે તેમની અંગત જગ્યાઓ વધુ સુંદર બનાવવામાં મદદરૂપ થશે. આ સાથે અમે ગ્રાહકો સાથે તેમનાં સપનાંનાં ઘર નિર્માણ કરવા માટે ભાગીદારી કરવા ઓફરો અને સેવાઓની સંપૂર્ણ શ્રેણી હવે ધરાવે છે. એશિયન પેઈન્ટ્સ દ્વારા નવા લોન્ચ એપી હોમ સ્ટોર્સ મોજૂદ છે તે સર્વ 10 શહેર અને જ્યાં સુંદર ઘર સેવાઓ ઉપલબ્ધ છે તે નવ બજાર સાથે સેટેલાઈટ શહેરોમાં ઉપલબ્ધ કરાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement