Bank Holidays August 2022: ફટાફટ પતાવી દેજો કામ, ઓગસ્ટમાં સળંગ 3 દિવસ સહિત કુલ 13 દિવસ બેંકો રહેશે બંધ, આ રહ્યું લિસ્ટ
Holidays in August 2022: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી રજાઓની યાદી અનુસાર આ મહિને દેશના વિવિધ રાજ્યોમાં બેંકો કુલ 13 દિવસ બંધ રહેશે.
Bank Holidays in August 2022: વર્ષ 2022 નો 8મો મહિનો ઓગસ્ટ શરૂ થવાનો છે. આવી સ્થિતિમાં જો તમારે આ મહિને બેંક સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવું હોય તો આ મહિનાની બેંક હોલિડે લિસ્ટ ચોક્કસપણે તપાસો. આ સાથે તમે તમારા મહત્વપૂર્ણ કાર્યને સમય પહેલા જ પતાવી દેજો. જેથી તમારે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી રજાઓની યાદી અનુસાર આ મહિને દેશના વિવિધ રાજ્યોમાં બેંકો કુલ 13 દિવસ બંધ રહેશે.
ઓગસ્ટ મહિનામાં 13 દિવસ બેંકો બંધ રહેશે
ઓગસ્ટ મહિનામાં દેશના વિવિધ ભાગોમાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. આમાં સ્વતંત્રતા દિવસ 2022, રક્ષાબંધન 2022, જન્માષ્ટમી 2022 જેવા તહેવારોનો સમાવેશ થાય છે. જો તમારે પણ આ મહિને બેંકને લગતા મહત્વના કામકાજ કરવાના હોય તો અમે તમને આ મહિનાની રજાઓની યાદી વિશે માહિતી આપી રહ્યા છીએ. શનિવાર અને રવિવાર સહિત આ મહિનામાં કુલ 13 દિવસ બેંકો બંધ રહેશે. જાણો ઓગસ્ટ મહિનામાં બેંકો કેટલા દિવસ બંધ રહેશે.
ઓગસ્ટ 2022 માં બેંક રજાઓની યાદી-
- 1 ઓગસ્ટ 2022 - દ્રુપકા શે-જી ઉત્સવ (ગંગટોક)
- 7 ઓગસ્ટ 2022 - પ્રથમ રવિવાર
- 8 ઓગસ્ટ 2022 - મોહરમ (જમ્મુ અને શ્રીનગર)
- 9 ઓગસ્ટ, 2022 - ચંદીગઢ, ગુવાહાટી, ઇમ્ફાલ, દેહરાદૂન, શિમલા, તિરુવનંતપુરમ, ભુવનેશ્વર, જમ્મુ, પણજી, શિલોંગ સિવાય સમગ્ર દેશમાં રજા રહેશે.
- 11 ઓગસ્ટ 2022 - રક્ષાબંધન (દેશભરમાં રજા)
- 13 ઓગસ્ટ 2022 - બીજો શનિવાર
- 14 ઓગસ્ટ 2022-રવિવાર
- 15 ઓગસ્ટ 2022 - સ્વતંત્રતા દિવસ
- 16 ઓગસ્ટ 2022 - પારસી નવું વર્ષ (મુંબઈ અને નાગપુરમાં રજા)
- 18 ઓગસ્ટ 2022 - જન્માષ્ટમી (દેશભરમાં રજા)
- 21 ઓગસ્ટ 2022-રવિવાર
- 28 ઓગસ્ટ 2022-રવિવાર
- 31 ઓગસ્ટ, 2022 - ગણેશ ચતુર્થી (ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં બેંકો બંધ રહેશે)