શોધખોળ કરો

Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખથી ભારે વરસાદનો રાઉન્ડ થશે શરૂ, જાણો લેટેસ્ટ વેધર અપડેટ્સ

Gujarat Rain Forecast: રાજ્યમાં છેલ્લા 2 સપ્તાહથી વરસાદે લગભગ વિરામ લીધો હતો. ફરી આજથી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. જાણીએ આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન

Gujarat Rain Forecast:  રાજયમાં છેલ્લા કેટલાક સમયથી મોનસૂન પર બ્રક લાગી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ વર્તાઇ રહી છે. જેથી ખેડૂતો ચિંતિત છે. પરંતુ રાહતની વાત એ છે કે, 16 ઓગસ્ટથી ફરી સારા વરસાદનું અનુમાન છે.

અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. જેની અસરથી ગુજરાતમાં ફરી વરસાદનું આગમન થયું છે. ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ  વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ એકિટવ થવા જઇ રહી છે. જેની અસરથી ગુજરાતમાં 16 ઓગસ્ટ બાદ સારો વરસાદ વરસશે, હવામાન વિભાગની આગાહી મુજબ આ રાઉન્ડમાં 16 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં  સારો વરસાદ વરસી શકે છે. ટૂંકમાં કહીએ તો ઓગસ્ટના મધ્યમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.

આગામી 24 કલાકમાં રાજ્યમાં કયાં વરસશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં છૂટછવાયો હળવાથી મધ્યમ વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગના આંકલન મુજબ 12 ઓગસ્ટથી ગુજરાતમાં ધીરે ધીરે વરસાદનું જોર વધશે.

રાજ્યના કયા જિલ્લામાં વરસાદનું એલર્ટ

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે જ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ શરૂ થઇ ગયો છે.  દક્ષિણ ગુજરાતના  જિલ્લામાં આજે ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે બંને જિલ્લા નવસારી, વલસાડ,  સુરત અને તાપી, નર્મદા, ભરૂચ, ડાંગમાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. દમણ અને દાદરાનગરમાં પણ આજે ભારે વરસાદનું અનુમાન છે. આ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે અમરેલીઅને ભાવનગરમાં  યેલો એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં ફરી એકવાર મોનસૂન એક્ટિવ થતાં આગામી દિવસમો પણ સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. 16 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી ગુજરાતના મોટાભાગને આવરી લેતી મેઘમલ્હાર જોવા મળે તેવા સંકેત છે.  હવામાન વિભાગના અનુમાન મુજબ 12થી 14 ઓગસ્ટ સુધી ભારે પવનની સાથે વરસાદની શક્યતાને જોતા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shrawan 2026 : પવિત્ર શ્રાવણ માસમાં ચંદનનો આ ઉપાય કરશે બેડોપાર, મળશે મહાદેવની અસીમ કૃપા
Shrawan 2026 : પવિત્ર શ્રાવણ માસમાં ચંદનનો આ ઉપાય કરશે બેડોપાર, મળશે મહાદેવની અસીમ કૃપા
Shrawan 2026: પાવન શ્રાવણમાં આ મંત્રનો કરો જાપ, ધનલાભ સાથે થશે સઘળી મનોકામના પૂર્ણ
Shrawan 2026: પાવન શ્રાવણમાં આ મંત્રનો કરો જાપ, ધનલાભ સાથે થશે સઘળી મનોકામના પૂર્ણ
સાપ્તાહિક રાશિફળ: 17થી 23 ઓગસ્ટ 2026નું સપ્તાહ મેષથી મીન રાશિ માટે કેવું રહેશે? જાણો સાપ્તાહિક રાશિફળ
સાપ્તાહિક રાશિફળ: 17થી 23 ઓગસ્ટ 2026નું સપ્તાહ મેષથી મીન રાશિ માટે કેવું રહેશે? જાણો સાપ્તાહિક રાશિફળ
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી
1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી
Embed widget