Bank Alert: આ તારીખ પહેલા કામ પતાવી લેજો! પછી સતત 4 દિવસ બેંકો રહેશે બંધ, જાણો કારણ
Bank Strike News: ગ્રાહકો માટે એલર્ટ: શનિ-રવિ અને પ્રજાસત્તાક દિવસની રજા બાદ મંગળવારે યુનિયનની હડતાળ; '5-ડે બેંકિંગ'ની માંગ સાથે કર્મચારીઓ મેદાનમાં, જાણો કઈ તારીખોએ કામકાજ થશે ઠપ્પ.

Bank Strike News: દેશભરના બેંક ગ્રાહકો (Bank Customers) માટે એક મહત્વના અને ચેતવણીરૂપ સમાચાર છે. જો તમારે બેંક સંબંધિત કોઈ પણ અગત્યનું કામકાજ બાકી હોય, તો તમારી પાસે હવે ગણતરીના દિવસો જ બચ્યા છે. બેંક કર્મચારી યુનિયનોએ આપેલી હડતાળ (Strike) ની ચીમકી અને સરકારી રજાઓને કારણે દેશભરની બેંકો સતત 4 દિવસ સુધી બંધ રહેવાની શક્યતા છે. આ લાંબી રજાઓને કારણે રોકડ વ્યવહાર અને ચેક ક્લિયરન્સ જેવી સેવાઓ પર મોટી અસર પડી શકે છે. ગ્રાહકો પાસે હવે બ્રાન્ચમાં જઈને કામ પતાવવા માટે માત્ર 21 January (બુધવાર), 22 January (ગુરુવાર) અને 23 January (શુક્રવાર) એમ ત્રણ જ દિવસ બાકી છે.
શા માટે અને ક્યારે બંધ રહેશે બેંકો?
જાન્યુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં રજાઓ અને હડતાળનો એવો સંયોગ રચાયો છે કે બેંકિંગ સેવાઓ ખોરવાઈ જશે.
24 January (શનિવાર): મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેંકો બંધ રહેશે.
25 January (રવિવાર): સાપ્તાહિક રજા હોવાથી બેંકો બંધ રહેશે.
26 January (સોમવાર): પ્રજાસત્તાક દિવસ (Republic Day) ની રાષ્ટ્રીય રજા હોવાથી કામકાજ બંધ રહેશે.
27 January (મંગળવાર): બેંક યુનિયનોએ દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું હોવાથી કામગીરી ઠપ્પ થઈ શકે છે.
આમ, સળંગ 4 દિવસ સુધી બેંકોના શટર ડાઉન રહેવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે, રાહતની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન મોબાઈલ બેંકિંગ (Mobile Banking), નેટ બેંકિંગ અને ATM સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. પરંતુ ચેક ક્લિયરન્સ, ડ્રાફ્ટ કઢાવવા કે મોટા રોકડ વ્યવહારો માટે તમારે 23 તારીખ સુધીમાં કામ પૂરું કરવું હિતાવહ છે.
હડતાળનું મુખ્ય કારણ: '5 ડે બેંકિંગ'
આ હડતાળનું એલાન 'યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ' (UFBU) દ્વારા આપવામાં આવ્યું છે. તેમની મુખ્ય માંગણી "5 દિવસનું બેંકિંગ" (5-Day Banking) લાગુ કરવાની છે. યુનિયનની માંગ છે કે મહિનાના તમામ શનિવારે બેંકોમાં રજા જાહેર કરવામાં આવે. હાલમાં માત્ર બીજા અને ચોથા શનિવારે જ રજા હોય છે. યુનિયનના જણાવ્યા મુજબ, માર્ચ 2024 માં થયેલા વેતન કરાર (Wage Revision Pact) વખતે 'ઈન્ડિયન બેંક્સ એસોસિએશન' (IBA) સાથે આ મુદ્દે સમજૂતી થઈ હતી, પરંતુ સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. આ વચનભંગના વિરોધમાં બેંક કર્મચારીઓ 27 જાન્યુઆરીએ હડતાળ પર ઉતરશે.





















