Edible Oil: જન્માષ્ટમીના પહેલાં જ ખાદ્યતેલના ભાવમાં ભડકો, જાણો કેટલો થયો ભાવ વધારો
Edible Oil Prices : પામતેલમાં એક દિવસમાં રૂપિયા 90 વધ્યા છે, જયારે સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બામાં રૂપિયા 20નો ભાવ વધારો થયો છે.

Rajkot News: સાતમ આઠમના તહેવારો પહેલા જ સીંગતેલ કપાસિયા તેલ અને પામ તેલમાં ધરખમ ભાવ વધારો થયો છે. રાજકોટ માં તહેવારો ટાણે ખાદ્યતેલના ભાવમાં તેજી આવી છે. પામતેલમાં એક દિવસમાં રૂપિયા 90 વધ્યા છે, જયારે સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બામાં રૂપિયા 20નો ભાવ વધારો થયો છે. પામતેલના 15 કિલો ડબ્બા ભાવ 1990હતો તેમાં રૂપિયા 90નો ભાવ વધતા 2080 રૂપિયા ડબ્બાનો ભાવ પહોંચ્યો છે. સિંગતેલના ડબ્બામાં રૂપિયા 20નો ભાવ વધતા 2800ને પાર થયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2510એ પહોંચ્યો છે.
આગામી દિવસોમાં ખાદ્યતેલ કેમ થશે સસ્તું ?
ગયા સપ્તાહે ખાદ્યતેલના ભાવમાં થયેલા ઘટાડાને કારણે દેશભરના તેલ બજારમાં સરસવ, મગફળી, સોયાબીન, કપાસિયા, ક્રૂડ પામ ઓઈલ (CPO), પામોલિનના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. વેપારીઓએ જણાવ્યું હતું કે સસ્તી આયાતને કારણે ગયા સપ્તાહે તેલીબિયાંના ભાવમાં ઘટાડો થયો હતો.
આયાતકારો સસ્તું તેલ વેચે છે
સૂત્રોએ જણાવ્યું કે આ સમયે સીપીઓના ભાવમાં ઘટાડો થયો છે. આયાતકારોનું તેલ બંદરો પર પડેલું છે અને અચાનક ભાવમાં ઘટાડો થતાં તેઓ તેને સસ્તામાં વેચવા મજબૂર બન્યા છે. આ સિવાય સીપીઓ, સનફ્લાવર અને પામોલીન તેલના આગામી કન્સાઈનમેન્ટની કિંમત વર્તમાન કિંમત કરતા 20-30 રૂપિયા પ્રતિ કિલો ઓછી હશે.
ખાદ્યતેલ 8-10 રૂપિયા સસ્તું થશે
સૂત્રોએ જણાવ્યું હતું કે વૈશ્વિક તેલ-તેલીબિયાંના ભાવમાં ભારે ઘટાડાને કારણે સરકારે ગયા અઠવાડિયે તેલ ઉદ્યોગની બેઠક બોલાવી હતી. મીટિંગમાં ઓઈલ એસોસિયેશન અને ઓઈલ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓએ આગામી 10 દિવસમાં ખાદ્યતેલના ભાવમાં 8-10 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવાની ખાતરી આપી છે.
તેનો લાભ ગ્રાહકોને મળતો નથી
તેલના વેપારીઓ અને તેલ સંગઠનોના પ્રતિનિધિઓ દ્વારા ખાદ્યતેલના ભાવમાં પ્રતિ લિટર આશરે રૂ. 10નો ઘટાડો કરવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં વૈશ્વિક તેલના ભાવમાં થયેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને મળી રહ્યો નથી. હાલમાં, તેલની કિંમત એમઆરપી કરતાં લગભગ 40-50 રૂપિયા પ્રતિ લિટર વધુ છે. જો આ 50 રૂપિયામાંથી 10 રૂપિયા કાપી લેવામાં આવે તો પણ ગ્રાહકોને વધારે ફાયદો થતો નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
